બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ગરમીમાં ઠંડક વેચતી કંપનીઓમાં મળશે ગરમાગરમ રિટર્ન

આગળ જાણકારી લઇશું આનંદ રાઠીના સિદ્ધાર્થ સેદાણી, એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણી, એફ્લુઅન્સ શૅર્સના મિતેશ પાંચાલ પાસેથી.
ના રોજ પ્રકાશિત Wed, 10, 2021 પર 13:11  |  સ્ત્રોત : CNBC-Bajar

ગત વર્ષના ઉનાળામાં અને આ વર્ષના ઉનાળામાં ફરક છે. અને હવે એકવાર ફી ઉનાળાની શરૂઆત થઇ રહી છે. ત્યારે શું ખાસ કરવું જોઇ. લોકો આ ઉનાળામાં ફરવા નીકળશે અને નવી વસ્તુઆ ખરીદશે કારણે કે આ ઉનાળો એક વેકેશન જોવું રહેશે. હજી કોરોના ગયું નથી જો સાવચેતી રાખીને રહેવું જોઇએ. આગળ જાણકારી લઇશું આનંદ રાઠીના સિદ્ધાર્થ સેદાણી, એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણી, એફ્લુઅન્સ શૅર્સના મિતેશ પાંચાલ પાસેથી.


આનંદ રાઠીના સિદ્ધાર્થ સેદાણીનું કહેવું છે કે ગત વર્ષ 2020માં તેજી સ્થિતિ રહી હતી, એવી સ્થિતિ આ વર્ષે 2021માં રહેશે. 20 વર્ષના નિફ્ટીના એવરેઝમાં એપ્રિલ,મે, જુન માર્કેટમાં હંમેશા પૉઝીટિવ રહ્યું છે. આ વર્ષ 2021 ઘણા સારૂ દેખાય છે.


આનંદ રાઠીના સિદ્ધાર્થ સેદાણીની પસંદગીના શેર્સ -


ઓરિયન્ટ ઈલેક્ટ્રિક-


ફેન્સ અને લાઇટિંગમાં અગ્રણી કંપની છે. કંપનીનો નવી કેટેગરીમાં ઝડપી ગ્રોથ જોવા મળે છે. ઉપકરણો, સ્વિચગેર કેટેગરીમાં ઝડપી ગ્રોથ જોવા મળી છે. ક્વાર્ટર 3 માં કંપનીનું મજબૂત પ્રદર્શન યથાવત્ રહ્યું છે. કંપનીની આવક વર્ષ દર વર્ષ 25 ટકા વધી છે. કંપનીનો નફો વર્ષ દર વર્ષ 172 ટકા વધ્યો છે. મજબૂત બ્રાન્ડ મેનેજમેન્ટને કારણે કંપની પર પૉઝિટીવ મત રહ્યો છે. પોર્ટફોલિયો, નેટવર્ક વિસ્તરણને કારણે પણ કંપની પર પૉઝિટીવ છે. કંપનીની ડિસ્ટ્રીબ્યુશન ક્ષમતાને કારણે વિસ્તરણમાં મદદ મળશે.


ઓરિયન્ટ ઈલેક્ટ્રિક પર રૂપિયા 323 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે.


ક્રોમ્પટન કન્ઝ્યુમર-


ફેન્સ અને રેસિડેન્શિયલ પમ્પ & લાઇટિંગમાં અગ્રણી કંપની છે. નવા મેનેજમેન્ટે માર્કેટ પૉઝિશન વધુ મજબૂત કરી કરી છે. સારા ઓપરેટિંગ માર્જિન્સ, હાઇ રિટર્ન રેશિયોથી કંપની પર પૉઝિટીવ દેખીય છે. ક્વાર્ટર 3 માં કંપનીની આવક વર્ષ દર વર્ષ 26 ટકા વધી છે. કંપનીનું ડિસ્ટ્રીબ્યુશન ઘણું મજબૂત જોવા મળી રહ્યું છે. નીચા કોસ્ટ સ્ટ્રક્ચરથી મહત્વની કેટેગરીમાં માર્કેટ શૅર મેળવ્યો છે.


ક્રોમ્પટન કન્ઝ્યુમર પર રૂપિયા 470 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે.


પોલિકેબ-


વાયર & કેબલ્સમાં અગ્રણી રહ્યાં બાદ 2015માં FMEGમાં પ્રવેશી છે. વાયર્સ/FMEGમાં મજબૂત અપસ્વિંગ ચાલુ રહ્યું છે. નવી બ્રાન્ડ HOHM FMEGના પ્રદર્શનને બુસ્ટ આપશે. કંપનીની ક્વાર્ટર 3 માં આવક વર્ષ દર વર્ષ 12 ટકા વધી રહી છે. ક્વાર્ટર 3 માં કંપનીનો નફો વર્ષ દર વર્ષ 20 ટકા વધ્યો છે. B2C પોર્ટફોલિયોની કંપનીના પરિણામ પર અસર દેખાય છે. W&Cમાં લાંબાગાળાની તક રહેતા કંપની પર પૉઝિટીવ મત બને છે. FMEGs ગ્રોથ અને મજબૂત બેલેન્સ શિટને કારણે કંપની પર પૉઝિટીવ રહ્યો છે. કંપનીનું એક્સપોર્ટ વર્ષ દર વર્ષ 29 ટકા વધ્યું છે.


પોલિકેબ પર રૂપિયા 1539 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે.


એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણીની પસંદગીના શેર્સ -


જ્હોનસન હિતાચી પર રૂપિયા 2390 સ્ટૉપલૉસ અને 3200 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે.


બ્લુ સ્ટાર પર રૂપિયા 800 સ્ટૉપલૉસ અને 1080 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે.


ટોરેન્ટ પાવર પર રૂપિયા 350 સ્ટૉપલૉસ અને 470 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે.


એફ્લુઅન્સ શૅર્સના મિતેશ પાંચાલની પસંદગીના શેર્સ -


બજાજ ઇલેક્ટ્રિકલ્સ પર રૂપિયા 915 સ્ટૉપલૉસ અને 1215 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે.


ર્વ્લપૂલ પર રૂપિયા 2150 સ્ટૉપલૉસ અને 2750 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે.


વરૂણ બેવરેજીસ પર રૂપિયા 910 સ્ટૉપલૉસ અને 1180 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે.


લેમેન ટ્રી હોટેલ્સ પર રૂપિયા 37 સ્ટૉપલૉસ અને 49.50 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે.