બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

સરકારની ઘરેલૂ નેવિગેશન સિસ્ટમને મજબૂત કરવાની તૈયારી, જાણો ક્યા શેરમાં આવશે તેજી

ના રોજ પ્રકાશિત Thu, 23, 2020 પર 13:35  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારની ઘરેલૂ નેવિગેશન સિસ્ટમને મજબૂત કરવાની તૈયારી છે. એટલા માટે 10 લાખ GPS ચિપ માટે ટેંડર રજુ કરેલા છે. આ ટેંડરમાં ફક્ત ઘરેલૂ કંપનીઓ જ ભાગ લેશે. તેના માટે 29 જુલાઈના કંપનીઓની સાથે પ્રી-બિડ બેઠક નક્કી છે. તેમાં ITI, TCIL જેવી કંપનીઓ હિસ્સો લઈ સકે છે. આ બેઠકમાં ભારતના પોતાના SATELLITE GPS સિસ્ટમ NAVIC પર ચર્ચા થશે.

સરકારની ઘરેલૂ નેવિગેશન સિસ્ટમને મજબૂત કરવાની તૈયારીથી Nelco જેવી કંપનીઓને જોરદાર ફાયદો થશે. જેને ધ્યાનમાં રાખીને અમારી સહયોગી ચેનલ સીએનબીસી-આવાઝના પ્રદીપ પંડ્યાએ નેલકોને 285 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ શેરના વર્ષ 2018 ના હાઈ 373 રૂપિયા છે.

નેલકો ટાટા ગ્રુપની કંપની છે જે ટેલીકૉમ, સર્વિલાંસ સિસ્ટમ ઉપલબ્ધ કરાવે છે. કંપની ટેલીકૉમ, બેન્કિંગ અને ડિફેન્સ સેક્ટર્સથી જોડાયેલ કંપનીઓની જરૂરત પૂરી કરી સકે છે. હવાઈ જહાજમાં ઉડાનના સમય ઈંટરનેટની સુવિધા આપવા માટે આ કંપની આગળ આવી હતી.

સરકાર સુરક્ષા અને અંતરિક્ષ ટેક્નોલૉજીના ક્ષેત્રથી જોડાયેલ વિદેશી કંપનીઓના ભારત આવવાનું આમંત્રણ આપી રહી છે. સરકારે ઉચ્ચ ટેકનિકી વાળા ક્ષેત્રોમાં વિદેશી રોકાણકારોને રોકાણ માટે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો છે. નેલકો દુનિયાની મોટી કંપનીઓની સાથે ભારતમાં ડિફેંસ સેક્ટરની જોઈન્ટ વેંચર બનાવવા માટે એક મજબૂત કંપની નજર આવી રહી છે.

માર્ચ ક્વાર્ટરમાં કંપનીના વેચાણમાં 20 ટકાના શાનદાર વધારો જોવાને મળી છે. છેલ્લા 3 વર્ષોમાં કંપનીનું ટર્નઓવર 50 ટકા વધ્યુ છે જ્યારે આ અવધિમાં નફો વધીને 2 ગણો થઈ ગયો છે.