બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજેટ પહેલા જાણો ઈન્ફ્રા સેક્ટરની ટોપ પિક્સ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 13:17  |  સ્ત્રોત : CNBC-Bajar

2017 નું છે જે વર્ષ અને બજેટ ખાસુ ઈન્ટ્રેસ્ટિંગ જોવા મળ્યુ છે. બજેટમાં જોઈએ તો અફોર્ડેબલ હાઉસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે સૌથી વધારે ભાર મુકતા અને 2017માં ઈન્ફ્રા સ્ટ્રક્ચર ખુબ સારા જોવા મળ્યા. તો આપણે ઈન્ફ્રા સેક્ટરના ટૉપ પિક્સ જાણીશું KIFS ટ્રેડ કેપિટલના ચીફ સ્ટ્રૅટેજી ઑફિસર રિતેશ આશર, લવકુશ ફિનસર્વના ડિરેક્ટર કુશ ઘોડાસરા અને SSJ ફાઇનાન્સના રાજન શાહ પાસેથી.

કુશ ઘોડાસરાનું કહેવુ છે કે રિલાયન્સ ઇન્ફ્રામાં પ્રમોટર ગ્રુપે ઋણ ઘટાડવા ઘણું કામ કર્યું છે. ઇન્ફ્રા ઉપરાંત ડિફેન્સને લગતા કામનો લાભ રિલાયન્સ ઇન્ફ્રાને મળશે. રિલાયન્સ ઇન્ફ્રા ઘણો અંડરપરફોર્મર રહ્યો છે.

રિલાયન્સ ઈન્ફ્રા પર લક્ષ્યાંક રૂપિયા 1150 છે. આ શેરને 1-2 વર્ષ માટે ખરીદી શકાય છે.

બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસ પર લક્ષ્યાંક રૂપિયા 620 છે. આ શેરને 1-2 વર્ષ માટે ખરીદી શકાય છે.

રાજન શાહનું કહેવુ છે કે સિમેન્સ ઇન્ફ્રામાં ઘણું વૈવિધ્યપૂર્ણ કામ કરે છે. સ્માર્ટ સિટી કારોબાર માટે પણ કંપની કામ કરી રહી છે.


દિલીપ બિલ્ડકોન પર લક્ષ્યાંક રૂપિયા 1200/1500 છે. આ શેરને 1-2 વર્ષ માટે ખરીદી શકાય છે.

સિમેન્સ પર લક્ષ્યાંક રૂપિયા 1520/1680 છે. આ શેરને 1-2 વર્ષ માટે ખરીદી શકાય છે.

રિતેશ આશરનું કહેવુ છે કે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર સરકારનું રોકાણ યથાવત રહેશે. એનસીસી પર જીએસટીની અસર ઘણી નેગેટિવ જોવા મળી છે. રૂપિયા 30,000 કરોડની ઓર્ડરબુક એનસીસી પાસે છે. ક્વાર્ટર 3 અને ક્વાર્ટર 4માં એનસીસીના પરિણામ ઘણા સારા હશે. અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ પર સરકારનું ફોકસ રહેશે એ ચોક્કસ છે.

નીલા ઈન્ફ્રા પર લક્ષ્યાંક રૂપિયા 33 છે. આ શેરને 1 વર્ષ માટે ખરીદી શકાય છે.

એનસીસી પર લક્ષ્યાંક રૂપિયા 168 છે. આ શેરને 1-2 વર્ષ માટે ખરીદી શકાય છે.