બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

બજાર હેલ્પલાઈનઃ જાણો તમારા શૅરો પર સલાહ

દર્શકોના જવાબ આપવા આપણી સાથે હાજર છે જીયોજીત બીએનપી પારીબાસના ગૌરાંગ શાહ અને રૂપી ગેન્સના પ્રતિત પટેલ.
ના રોજ પ્રકાશિત Wed, 30, 2016 પર 13:13  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપવા આપણી સાથે હાજર છે જીયોજીત બીએનપી પારીબાસના ગૌરાંગ શાહ અને રૂપી ગેન્સના પ્રતિત પટેલ.


અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડમાં રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
રૂપી ગેન્સના પ્રતિત પટેલનું કહેવુ છે કે મિડીયમથી લાંબાગાળનો વ્યૂહ હોય તો રોકાણ જાળવી રાખવાની સલાહ છે. 270-275 ના લેવલ જોવા મળી શકે છે. 1 વર્ષનુ આઉટલુક લઈને ચાલ્યે તો આ સ્ટોક 330-340 ના લેવલ બતાવી શકે છે.

ડાયનામેટિક ટેકમાંથી એકઝિટ કરો: પ્રતિત પટેલ
રૂપી ગેન્સના પ્રતિત પટેલનું કહેવુ છે કે આ સ્ટોકમાં નફો બુક કરીને એકઝિટ કરી લેવુ જોઈએ. અને બીજા કોઈ સારા સ્ટોકમા કે સારી કંપનીમાં ઈન્વેસ્ટ કરવુ જોઈએ. ડિવિડન્ડ પણ બંધ થઈ ગયુ છે.


કોસ્મો ફિલ્મ્સમાં 300 રૂપિયાની આસપાસ નફો બુક કરી લો: પ્રતિત પટેલ
રૂપી ગેન્સના પ્રતિત પટેલનું કહેવુ છે કે 300 રૂપિયાની આસપાસ આવે ત્યારે નફો બુક કરી લે એ વધારે હિતાવહ રહેશે.

રિલાયન્સ કેપિટલ વેન્ચર્સમાં 380ના લેવલ પર ધ્યાન રાખવુ:પ્રતિત પટેલ
જીયોજીત બીએનપી પારીબાસના ગૌરાંગ શાહનું કહેવુ છે કે 380 રૂપિયાનુ લેવલ ક્રોસ થતા 450-480 રૂપિયાનો ટાગર્ટ જોવા મળી શકે છે.

ફિનોલેક્સ ઈન્ડસટ્રીઝમાં રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
રૂપી ગેન્સના પ્રતિત પટેલનું કહેવુ છે કે 500 રૂપિયાની આસપાસ હોરાન્જલ જોવા મલી શકે છે. આ સ્ટોકમાં હાલ રોકાણ જાળવી રાખો. હાલમાં આ સ્ટોકમાં રોકાણ જાળવી રાખવાની સલાહ છે.

આઈડિયા સેલ્યુલરમાં રોકાણ જાળવી રાખો : ગૌરાંગ શાહ
જીયોજીત બીએનપી પારીબાસના ગૌરાંગ શાહનું કહેવુ છે કે હાલની સપાટીએ રોકાણ જાળવી રાખવાની સલાહ છે.

દેના બેન્કમાંથી એકઝિટ કરો: પ્રતિત પટેલ
રૂપી ગેન્સના પ્રતિત પટેલનું કહેવુ છે કે 30 રૂપિયાની આસપાસના લેવલે આ સ્ટોકમાંથી એકઝિટ કરવાની સલાહ છે. અને પ્રાઈવેટ બેન્કમાં રોકાણ કરવુ હોય તો ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, યસ બેન્ક, કોટક મહેન્દ્રા બેન્કમાં રોકાણ કરી શકે છે. જો પીએસયૂમાં રોકાણ કરવુ હોય તો એસબીઆઈ, બેન્ક ઓફ બરોડામાં રોકાણ કરી શકે છે.

એસબીઆઈમાં રોકાણ જાળવી રાખો:માં રોકાણ જાળવો: પ્રતિત પટેલ
રૂપી ગેન્સના પ્રતિત પટેલનું કહેવુ છે કે 180-190 રૂપિયાની સપાટીએ એવરેજ આઉટ કરી શકે છે. 1 વર્ષ સુધી રોકાણ જાળવી રાખો. સારા રિટર્ન મળી શકે છે.

સુઝલોન એનર્જીમાં ખરીદી ન કરવાની સલાહ: પ્રતિત પટેલ
રૂપી ગેન્સના પ્રતિત પટેલનું કહેવુ છે કે ખરીદી ન કરવાની સલાહ છે પણ જો કરવી હોય તો 12 રૂપિયાના સ્ટોપલોસ રાખી ખરીદી કરી શકે છે. 17-18 રૂપિયાનુ લેવલ જોવા મળી શકે છે.

રિલાયન્સ ડિફેન્સમાં રોકાણ જાળવી રાખો: પ્રતિત પટેલ
રૂપી ગેન્સના પ્રતિત પટેલનું કહેવુ છે કે 64.50 રૂપિયાના સ્ટોપલોસ સાથે રોકાણ જાળવી રાખવાની સલાહ છે. ઉછાળો આવે તો 75-80 રૂપિયાનો ભાવ જોવા મળી શકે છે.

સદભાવ ઈન્ફ્રામાંથી એકઝિટ કરો: પ્રતિત પટેલ
રૂપી ગેન્સના પ્રતિત પટેલનું કહેવુ છે કે સદભાવ ઈન્ફ્રા કરતા સદભાવ એન્જીનિંયરિંગમાં સારા રિટર્ન મળી શકે છે. તો સદભાવ ઈન્ફ્રા કરતા સદભાવ એન્જીનિંયરિંગમાં રોકાણ કરો.

એલએન્ડટીમાં ખરીદી કરી શકો છો: પ્રતિત પટેલ
રૂપી ગેન્સના પ્રતિત પટેલનું કહેવુ છે કે 1150-1180-85 રૂપિયાની વચ્ચે આ સ્ટોકમાં ખરીદી કરી શકો છો. 1 વર્ષ ઉપરનુ હોરાઈન્જલ હોય તો 1700-1800 રૂપિયાના લેવલ પણ જોવા મળી શકે છે.