બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

કૃષ્ણ જન્મના અવસરે કરો પોર્ટફોલિયોનું આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 23, 2019 પર 12:57  |  સ્ત્રોત : CNBC-Bajar

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કીના નાદ સાથે આવતી કાલે જન્માષ્ટમી ઉજવણી હોય તો આપણે કેમ બાકી રહીએ. આવતી કાલના જન્માષ્ટમીના પાવન પર્વ માટે સીએનબીસી - બજાર આપણા માટે લાવ્યુ છે બજારના કિશન - કનૈયા સ્પેશલ શો.


બજારના કિશન - કનૈયા સ્પેશલ શો લઇને ખાસ રજૂઆતમાં આપણે ચર્ચા કરીશું રિસ્ક કેપિટલ એડવાઇઝર્સના એમડી ડી ડી શર્મા, માર્કેટ્સ મોજોના સીઆઈઓ સુનિલ દમણિયા, અસિમ મહેતા એન્ડ અસોસિએટ્સના ડિરેક્ટર અસિમ મહેતા સાથે.

અસિમ મહેતાની પસંદગીના શેર્સ

સન ફાર્મા: ખરીદો લક્ષ્યાંક - 525 રૂપિયા, સ્ટોપલૉસ - 372 રૂપિયા (1 વર્ષ માટે).

એચડીએફસી લાઇફ: ખરીદો લક્ષ્યાંક - 620 રૂપિયા, સ્ટોપલૉસ - 480 રૂપિયા (1 વર્ષ માટે).

ટાઇટન: ખરીદો લક્ષ્યાંક - 1280 રૂપિયા, સ્ટોપલૉસ - 925 રૂપિયા (1 વર્ષ માટે).

સુનિલ દમણિયાની પસંદગીના શેર્સ

ઓરિએન્ટ સિમેન્ટ: ખરીદો લક્ષ્યાંક - 100 રૂપિયા (1 વર્ષ માટે).
સિમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ટર્નઅરાઉન્ડ સારૂ છે. હાલમાં આકર્ષક વેલ્યુએશન પર છે. પહેલા ત્રિમાસિકમાં સારા પરિણામ આવ્યા છે.

વ્હલપૂર્લ: ખરીદો લક્ષ્યાંક - 1850 રૂપિયા (1 વર્ષ માટે).
પહેલા ત્રિમાસિકમાં વેચાણ અને નફામાં ગ્રોથ જોવા મળ્યો છે. આ વર્ષમાં ડબલ ડિજીટ ગ્રોથની કંપનીને આશા છે. મિડકેપમાં દબાણ છતાં કંપનીનું પર્ફોર્મન્સ સારું છે.

ટીસીએસ: ખરીદો લક્ષ્યાંક - 2600 રૂપિયા (1 વર્ષ માટે).
2019માં કંપનીએ આપ્યા 17%ના રિટર્ન આપ્યુ છે. હાલમાં રૂપિયામાં આવેલા ઘટાડાથી માર્જિન સુધરશે. કંપનીને આવકમાં ડબલ ડિજીટના ગ્રોથની આશા છે.

ડીડી શર્માની પસંદગીના શેર્સ

એમએન્ડએમ ફાઈનાન્શિયલ: ખરીદો લક્ષ્યાંક - 400 રૂપિયા (1 વર્ષ માટે).
હાલના નબળા અર્નિંગ્સ ટૂંકાગાળા માટે છે. ગ્રામીણ માગ આવતા અસેટ ક્વોલિટી સુધરશે. ગ્રામીણ વિસ્તારમાં સારા ગ્રોથની ક્ષમતા છે.

આઈસીઆઈસીઆઈ બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 500 રૂપિયા (1 વર્ષ માટે).
સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેન્ક, પર્ફોર્મન્સ સારું છે. લોન ગ્રોથ સારો અને અસેટ ક્વોલિટીમાં પણ સુધાર છે. સુધરતા NIMsને પગલે બેન્ક ભવિષ્યમાં સારું કરશે.


મહાનગર ગેસ: ખરીદો લક્ષ્યાંક - 1100 રૂપિયા (1 વર્ષ માટે).
PNG-CNGના ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે કંપની. રહેઠાણોમાં કનેક્શન વધશે, સારો ગ્રોથ આવશે. ગેસ સંચાલિત વાહનોને લીધે પણ સપોર્ટ મળશે.