બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

2018 બાદ મિડકેપ અને સ્મોલકેપમાં ઘટાડો

ના રોજ પ્રકાશિત Wed, 18, 2019 પર 13:12  |  સ્ત્રોત : CNBC-Bajar

મિડકેપ અને સ્મોલકેપ સૌથી વધારે સારા રિટર્ન આપણે મ્યુચ્યુઅલ ફંડની નજરે પણ જોવા જઇએ તો 2017માં મિડકેપ અને સ્મોલકેપ તરફથી આવ્યા હતા. 44 ટકા અને સ્મોલકેપે 55 ટકા રિટર્ન આવતા દખાયા હતા, પણ જાન્યુઆરી 2018 થી જે પ્રમાણેના બ્રલ બાદ આવતો જોવા મળ્યો છે.


સ્ટૉક પ્રાઇઝમાં કોઇ પણ નફો નથી થતો. ઘણા બધા સ્ટૉક એવા છે જેના ભાવમાં દબાણ જોવા મળ્યો કે કંપની બંધ થઇ ગઇ હોય. મિડકેપ અને સ્મોલકેપમાં નફો ઘટી ગયો છે કે નવી એક્શન બનતા જોવા મળી શકે છે. આગળ જાણકારી લઇએ યીલ્ડ મેક્સિમાઇઝર્સના ફાઉન્ડર યોગેશ મહેતા અને એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણી પાસેથી.


મિડકેપ અને સ્મોલકેપમાં તક-


જાન્યુઆરી 2018ના સર્વોચ્ચ સ્તરેથી તળીયે છે. સારી કંપનીઓ ખૂબ નીચા ભાવે કારોબારમાં છે. સરકારના એમએસએમઈ ડેવલપમેન્ટના પ્રયાસની અસર વધુ થશે. જૂન 2019 સુધીમાં ડીઆઈઆઈ તરફથી રૂપિયા 27 અબજનું રોકાણ કરશે. 2017માં મિડકેપે 44 ટકા અને સ્મોલકેપે 55 ટકા રિટર્ન આપ્યા હતા.


યોગેશ મહેતાની પસંદગીના શેર્સ-


એવેન્યુ સુપરમાર્ટ


નવા સ્ટોર ખોલવાથી નાણાકિય વર્ષ 2021 નો નફો વધશે. બિઝનેસ મોડલમાં ગ્રોથની તક સારી જોવા મળી રહી છે.


પીવીઆર-


ટિકિટ સિવાયની આવકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એવરેજ ટિકિટની કિંમત રૂપિયા 110-115 છે. નવી સ્ક્રીન ઉમેરવાથી ઇપીએસ 50-60 ટકા ગ્રોથ આવશે.


બજાજ ફિનસર્વ-


બજાજ જનરલ ઈન્શયોરન્સમાં 17 ટકાનો ગ્રોથ નોંધાયો છે. બજાજ લાઈફ ઈન્શયોરન્સમાં 14 ટકાનો ગ્રોથ નોંધાયો છે. બજાજ ફિનસર્વના બધા બિઝનેસ મજબૂત દેખાય છે.


વિનય રાજાણીની પસંદગીના શેર્સ-ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ પર સ્ટૉપલૉસ રૂપિયા 480 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 620 છે. આ શેરમાં ખરીદી શકાય છે.


રેલિસ ઈન્ડિયા પર સ્ટૉપલૉસ રૂપિયા 149 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 190 છે. આ શેરમાં ખરીદી શકાય છે.


કોરોમંડલ ઈન્ટરનેશનલ પર સ્ટૉપલૉસ રૂપિયા 360 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 450 છે. આ શેરમાં ખરીદી શકાય છે.