બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

માર્કેટ લાઈવઃ શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 05, 2016 પર 14:07  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું ડીકે વેલ્થ એડવાઈઝરીના પ્રતિત પટેલ પાસેથી.

બજાજ હિન્દુસ્તાનમાં 18.50 રૂપિયાના સ્ટૉપલોસ સાથે રોકાણ જાળવોઃ પ્રતિત પટેલ
ડીકે વેલ્થ એડવાઈઝરીના પ્રતિત પટેલનું કહેવું છે કે આ સ્ટૉકમાં ટ્રેડિંગ સ્ટૉપલોસ સાથે રોકાણ કરો. તમે 18.50 રૂપિયાના સ્ટૉપલોસ સાથે રોકાણ જાળવો.

હિન્દ ઝિન્કમાં 6 મહિના સુધી રોકાણ જાળવોઃ પ્રતિત પટેલ
ડીકે વેલ્થ એડવાઈઝરીના પ્રતિત પટેલનું કહેવું છે કે ડિવિડન્ડ તેમને મળશે. આવતી કાલે આ સ્ટૉક તમારા ખાતામાં હોવા જોઈએ તો તમને ડિવિડન્ડ મળશે. ડિવિડન્ડના લાભ પછી પણ આ સ્ટૉકમાં રોકાણ જાળવો. આવનાર 6 મહિનામાં તમને રૂપિયા 220 સુધીનો ભાવ મળી શકે છે.

ટેલિકૉમ સેક્ટરમાં આઈડિયા અને ભારતી એરટેલમાં રોકાણ કરોઃ પ્રતિત પટેલ
ડીકે વેલ્થ એડવાઈઝરીના પ્રતિત પટેલનું કહેવું છે કે ટેલિકૉમ સેક્ટરમાં રોકાણ કરવું હોય તો રિલાયન્સ કૉમ્યુનિકેશનથી દૂર રહેવુ જોઈએ. જો તમારે રોકાણ કરવું જ હોય તો આઈડિયા અને ભારતી એરટેલમાં રોકાણ કરો.

વેદાન્તા ઈન્ડસ્ટ્રીઝમાં 80 રૂપિયાના સ્ટૉપલોસ સાથે વેચોઃ પ્રતિત પટેલ
ડીકે વેલ્થ એડવાઈઝરીના પ્રતિત પટેલનું કહેવું છે કે ટ્રેડિંગ કરતાં હો તો હાલમાં રોકાણ જાળવી રાખો. 80 રૂપિયાના સ્ટૉપલોસ સાથે આ સ્ટૉકને વેચી શકો છો.  જો આ સ્ટૉકને તમે 6 મહિના સુધી રોકાણ જાળવો તો તમને 125 સુધીના ભાવ મળી શકે છે.

બ્લુ સ્ટારમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવોઃ પ્રતિત પટેલ
ડીકે વેલ્થ એડવાઈઝરીના પ્રતિત પટેલનું કહેવું છે કે આ સ્ટૉક સારો છે તમે આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો.

આઈટીસીમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવોઃ પ્રતિત પટેલ
ડીકે વેલ્થ એડવાઈઝરીના પ્રતિત પટેલનું કહેવું છે કે આ સ્ટૉક સારો છે તમે આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો.

ડેલ્ટા કૉર્પ માંથી બહાર નીકળોઃ પ્રતિત પટેલ
ડીકે વેલ્થ એડવાઈઝરીના પ્રતિત પટેલનું કહેવું છે કે આ સ્ટૉક લાંબો ચાલે એવુ મને નથી લાગતુ તો આ સ્ટૉકમાંથી બહાર નીકળી જવું.

આઈવીઆરસીએલ માંથી બહાર નીકળોઃ પ્રતિત પટેલ
ડીકે વેલ્થ એડવાઈઝરીના પ્રતિત પટેલનું કહેવું છે કે આ કંપની ઈન્વેસ્ટમેન્ટ કરવા જેવી નથી. આ સ્ટૉકમાંથી બહાર નીકળી સદભાવ એન્જિનિયરીંગ, કેએનઆર કન્સટ્રક્શન જેવી કંપનીમાં રોકાણ કરવું જોઈએ. તે કંપનીઓના ફંડામેન્ટલ સારા છે.


સુવેન લાઈફ સાયન્સમાં 184-185 ના સ્ટૉપલોસ સાથે એક્ઝિટ કરોઃ પ્રતિત પટેલ
ડીકે વેલ્થ એડવાઈઝરીના પ્રતિત પટેલનું કહેવું છે કે 184-185 રૂપિયાના સ્ટૉપલોસની સાથે એક્ઝિટ કરવું જોઈએ.

માઈન્ડટેક ઈન્ડિયામાં 8 મહિના સુધી રોકાણ જાળવોઃ પ્રતિત પટેલ
ડીકે વેલ્થ એડવાઈઝરીના પ્રતિત પટેલનું કહેવું છે કે આ સ્ટૉકમાં તમને ફાયદો થશે. 125-130 રૂપિયા સુધીના ભાવ જોવા મળી શકે છે. આ સ્ટૉકમાં તમે ટાર્ગેટ રાખી 8 મહિના સુધી રોકાણ જાળવી રાખો.

સુબેક્સમાં 8.25 રૂપિયાના સ્ટૉપલોસ સાથે રોકાણ જાળવોઃ પ્રતિત પટેલ
ડીકે વેલ્થ એડવાઈઝરીના પ્રતિત પટેલનું કહેવું છે કે 8.25 રૂપિયાના સ્ટૉપલોસ સાથે આ સ્ટૉકમાં રોકાણ જાળવો.