બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

રાકેશ ઝુનઝુનવાલાએ બે વર્ષ બાદ પહેલીવાર Titan માં ભાગીદારી વધારી

Titan Stock Price: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રાકેશ ઝુનઝુનવાલાએ સરકારી સ્ટીલ કંપની SAIL માં પણ રોકાણ વધાર્યુ.
ના રોજ પ્રકાશિત Thu, 21, 2021 પર 14:40  |  સ્ત્રોત : Moneycontrol.com

Titan Stock Price: રાકેશ ઝુનઝુનવાલા અને તેની પત્ની રેખાએ છેલ્લા બે વર્ષમાં પહેલીવાર Titan ના શેરોમાં ભાગીદારી વધારી છે. એટલે કે દિસેમ્બર 2019 ની બાદ આ વર્ષ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રાકેશ ઝુનઝુનવાલાએ Titan માં ભાગીદારી લીધી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરની શેરહોલ્ડિંગ ડેટાના મુજબ રાકેશ ઝુનઝુનવાલાએ સરકારી સ્ટીલ કંપની SAIL માં પણ રોકાણ કર્યુ છે.

30 સપ્ટેમ્બર 2021 સુધી Titan માં રાકેશ ઝુનઝુનવાલા અને તેની પત્ની રેખા ઝુનઝુનવાલાની પાસે કુલ 4.81% ભાગીદારી હતી.

રેખા ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર ક્વાર્ટરના દરમ્યાન Titan માં પોતાના શેર ઘટાડીને 95,40,575 કરી લીધા જ્યારે જુન ક્વાર્ટરમાં તે 96,40,575 શેર હતા. જ્યારે જુન ક્વાર્ટરમાં રાકેશ ઝુનઝુનવાલાએ Titan માં પોતાના શેર વધારીને 33,760,395 (3.8%) શેર કરી લીધા છે જે જુન 2021 ક્વાર્ટરમાં 33,010,395 શેર (3.72%) હતા.

ડિસેમ્બર 2019 ક્વાર્ટરની બાદ એવુ પહેલીવાર થયુ છે કે જ્યારે રાકેશ ઝુનઝુનવાલ અને તેની પત્નીએ ભાગીદારી વધારી છે. બન્નેની ભાગીદારી હવે Titan માં 6.7% છે.

ગુરૂવારના BSE પર Titan ના શેર 0.43% ઘટીને 2401.95 રૂપિયા પર બંધ થયા. તાજા શેર પ્રાઈઝના મુજબ, રાકેશ ઝુનઝુનવાલા અને રેખા પાસે કુલ 10,393 કરોડ રૂપિયાના શેર છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રાકેશ ઝુનઝુનવાલા એ SAIL માં પોતાની ભાગીદારી 1.39% થી વધારીને 1.76% કરી લીધી છે. આ દરમ્યાન ઝુનઝુનવાલાએ MCX અને લ્યુપિનમાં પોતાની ભાગીદારી ઘટાડી છે.