બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

કોના પરિણામ રહ્યાં અનુમાનથી સારા

ના રોજ પ્રકાશિત Tue, 18, 2020 પર 13:20  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્વાર્ટર 2માં ટેક્સ કટના બેનિફીટ જોવા મળ્યા હતા. તેવી રીતે ક્વાર્ટર 3 માં પણ ટેક્સનો સારો પ્રદર્શન રહ્યો છે. આ ક્વાર્ટરમાં અનુમાન હતું કે ક્વાર્ટર 3 માં બજાર સારૂ આર્નિંગ આપશે. FMCG સેક્ટરમાં સારી પોઝિટીવ ગ્રોથ જોવા મળી હતી. માર્કેટ સારો સુધરતો જોવા મળ્યો છે. હવે શું રણનિતી રાખવી જોઇએ એના પર આગળ જાણકારી લઇશું વિલિયમ ઑનિલના મયુરેશ જોશી અને એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલ પાસેથી.


ક્વાર્ટર 3 પરિણામ સારા અને અનુમાન મુજબ રહ્યાં છે. FMCG સેક્ટરમાં મજબૂત ગ્રોથ જોવા મળી છે. સામાન્ય ચોમાસામાં માગથી મદદ મળી છે. બેન્કિંગ અને ગ્લૉબલ માગમાં સ્લૉડાઉનની આઈટી સેક્ટર પર અસર છે. ઑટો, મેટલ્સ, ટેલીકૉમમાં ક્વાર્ટર દર ક્વાર્ટર થોડો સુધારો જોવા મળશે.


રિલાયન્સ ક્વાર્ટર 3 નફો 13.5 ટકાથી વધી રૂપિયા 11,640 કરોડ પર રહ્યો છે. ટીસીએસ ક્વાર્ટર 3 નફો 0.9 ટકા વધ્યો, ડૉલર આવક 1.3 ટકા વધી છે. વિપ્રો ક્વાર્ટર 4 આવક 3 ટકા વધી છે. એચસીએલ ટેક ક્વાર્ટર 3 નફો 14 ટકા વધીને રૂપિયા 3037 કરોડ પર રહ્યો છે. એસબીઆઈ ક્વાર્ટર 3 નફો 41 ટકા વધી રૂપિયા 5583 કરોડ પર રહ્યો છે.


એસબીઆઈ ક્વાર્ટર 3 માં એસેટ ક્વૉલિટીમાં સુધારો જોવા મળ્યો છે. એચડીએફસી બેન્ક ક્વાર્ટર 3 માં નફો 33 ટકા વધી રૂપિયા 7416 કરોડ થયો છે. એચડીએફસી બેન્ક ક્વાર્ટર 3 માં નફો માર્કેટના અનુમાન કરતા સારો છે.


દેવર્ષ વકિલની પસંદગીના શેર્સ -


આઈસીઆઈસીઆઈ બેન્ક


આઈસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્કમાં 5-7 ટકાનો ગ્રોથ થયો છે. NIMમાં સારો સુધારો જોવા મળ્યો છે. પ્રોવિઝનમાં ઘટાડો અને સ્લિપેજીસમાં સુધારો જોવા મળ્યો છે. એસેટ ક્વાલિટીમાં સુધારો થવાથી પરિણામમાં નફો સારો જોવા મળ્યો છે. આવનારા ત્રિમાસીકમાં કંપનીના બિઝનેસ ગ્રોથમાં સુધારો જોવા મળશે.


આઈસીઆઈસીઆઈ બેન્ક: લક્ષ્ય - 625 ના રાખીને રોકાણ જોળવી રાખો.


એક્સિસ બેન્ક: લક્ષ્ય - 850 ના રાખીને રોકાણ જોળવી રાખો.


ફાર્મા સેક્ટર-


ફાર્મા સેક્ટરની સ્થાનિક કંપનીના પરિણામ સારા આવ્યા છે. ચીનની પ્રોબલમાં કારણે ફાર્મા સેક્ટરમાં સુધારો જોવા મળ્યો છે. ઈપ્કા લેબ, અજંતા ફાર્માએ સારા પરિણામ જાહેર કર્યા છે. અલ્કેમ લેબ્સ અને FDCએ પણ સારા પરિણામ જાહેર કર્યા છે. API લેબ્સ અને ન્યુલેન્ડ લૅબ્સમાં ખરીદદારીની સલાહ બની છે.


વિલિયમ ઑનિલના મયુરેશ જોશીની પસંદગીના શેર્સ -


એચડીએફસી બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 1415 રૂપિયા, સ્ટોપલૉસ - 1110 રૂપિયા.


પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ: ખરીદો લક્ષ્યાંક - 1775 રૂપિયા, સ્ટોપલૉસ - 1425 રૂપિયા.