બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આવનારા 4 વર્ષમાં ક્યા શૅર્સ પર રાખશો ફોકસ?

ના રોજ પ્રકાશિત Fri, 28, 2020 પર 13:09  |  સ્ત્રોત : CNBC-Bajar

આવતા LEAP YEAR સુધી કેવું રહેશે માર્કેટ તે જાણીશું પાર્થિવ શાહ અને દેવર્ષ વકીલ પાસેથી.

આવો જોઈએ પાર્થિવ શાહની પસંદગીના શેર્સ:

HDFC લાઈફ -
ઈન્યોરન્સ સેક્ટરમાં મહત્વપુર્ણ યોગદાન આપે છે. આવનારા 5 વર્ષમાં 15-20% ગ્રોથ રેટ વધશે.

બર્જર પેન્ટ્સ -
એશિયન પેન્ટ્સ બાદ સૌથી મોટી પેન્ટ્સ કંપની. ક્રુડમાં ઘટાડો કંપની માટે પોઝિટીવ રહ્યું. જો અર્થતંત્રંમાં ગ્રોથ આવે તો વોલ્યુમ ગ્રોથમાં વધારો થશે.

અલ્ટ્રાટેક સિમેન્ટ -
ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની. કુલ માર્કેટ શેર 24% ઘરાવનાર કંપની છે. હાલ ક્ષમતા અને ઓપ્રેશન ઈમ્પ્રુવમેન્ટમાં કાર્ય કરી રહ્યા છે.

કોટક મહિન્દ્રા બેન્ક -
ખાનગી ક્ષેત્રમાં સૌથી સારી બેન્કોમાંથી એક છે. કોર બિઝનેસના કારણે બેન્ક પસંદ છે. સહાયક કંપનીઓના પરિણામના કારણે પણ બેન્ક પસંદ છે.

આવો જોઈએ દેવર્ષ વકિલના પસંદગીના શેર્સ:

નિપ્પોન લાઈફ ઈન્ડિયા -
ટોપ 5 AMCsમાં કંપનીનો શેર 38% છે. કંપનીએ જાપનમાં 75% અધિગ્રહણ પૂર્ણ કર્યું છે.

ICICI બેન્ક -
ભારતની સૌથી મોટી માર્કેટ શેર ધરાવતી કંપની છે. FY14-19માં રિટેલ એડવાન્સ CAGR 21.7% પર. બેન્કના અસેટ ક્વાલીટીમાં સુધારો દેખાઈ રહ્યો છે. પ્રોવિઝન્સમાં ઘટાડો આવે તેવી આશા છે. CASAમાં મજબુતી અને NIMમાં સુધારો છે.

PSP પ્રોજેક્ટ્સ -
કંપની કન્સ્ટ્રકશન બિઝનેસ ધરાવતી કંપની છે. ગુજરાતમાં ઓર્ડર બુક 73% છે. મહારાષ્ટ્રમાં ઓર્ડર બુક 24% છે. કંપનીને SDBથી ₹1,575 કરોડનો ઓર્ડર મળ્યો. ડિસેમ્બર 2020 સુધીમાં 50% પૂર્ણ કરશે કંપની.

સુદર્શન કેમિકલ્સ -
ભારતની અને વૈશ્વિક 4થી મોટી પિગમેન્ટ ઉત્પાદન કંપની છે. આવનારા ત્રણ વર્ષમાં 3જી સૌથી મોટી કંપની બનશે. આ વર્ષ માટે કંપનીએ `200 કરોડ CAPEXનું ગાઈડન્સ આપ્યું છે.