2020માં ટેક્સ પ્લાનિંગની 20 ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 03, 2020 પર 17:35  |  સ્ત્રોત : CNBC-Bajar

કુટુંબ આયોજન જરૂર કરો પરંતુ આવકવેરા એકમો વધારીને આવકની વહેંચણી કરો. આવકવેરા આયોજન માટે શક્ય હોય એટલા એકમો વધારો કરો. જે આવક હોય તેમાં વધુમાં વધુ એક્ઝપ્શન, ડિડ્કશન અને ઇન્સેન્ટીવ્સ મેળવો છે. આવકવેરા કપાતો તેમજ કરમુક્તિના શક્ય તમામ લાભ લેવામાં કસર કરશો નહીં. તમારા અવસાન બાદ કોઇ સમસ્યા ઊભી થાય નહીં તેના આયોજન માટે સમયસર વસિયતનામુ બનાવવાનું ચૂકશો નહી.


અવસાનની તારીખ નક્કી હોતી તેથી મિલક્ત અને જવાબદારીને લક્ષમાં રાખીને વસિયતનામુ બનાવો છો. વસિયતનામા સાથે કરવેરા આયોજન પણ થઇ શકે છે. લગ્નસાથીના કેસમાં આવકવેરા ક્લબિંગની જોગવાઇ નડે નહીં તેમ આવકનું આયોજન કરો છો. લગ્નસાથી માટે આવકનું આયોજન ચોક્કસ કરો પણ ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇનું ધ્યાન રાખો છે.


પરિવારના સગીર વયના બાળકોના અસરકારક મૂડી નિર્માણ માટેનું આયોજન કરો છે. સગીરની આવક માતા-પિતાની આવકમાં ઉમેરાય નહીં તેનું ધ્યાન રાખવાનું રહેશે. પરિણામે પીપીએફ સુકન્યા સમૃદ્ધિ યોજના જેવા રોકાણ એકમોને પસંદ કરવા જોઇએ. 50 હજારથી વધુ રકમની બક્ષિસ એક કે વધુ વ્યક્તિ પાસેથી બક્ષિસ મળે તે કરપાત્ર છે. જ્યારે નિયત સગા પાસેથી બક્ષિસ મળે છે તે કોઇપણ મર્યાદા વગર કરમુક્ત હોય છે.


ઘરનું ઘર અને બચતમાં આયકર – સ્વમાલિકીના ઘર સંબંધી આવકવેરા આયોજન કરશે. હાઉસિંગ લોન પર વ્યાજની ચૂકવણી અને મૂડીની ચૂકવણી ઉપર આવકવેરા કપાતનો લાભ મળે છે. ભાડાની આવકમાંથી મળતી આકર્ષક આવકવેરા કપાત અંગેની જાણકારી મેળવી રાખો છે. ભાડાની આવકમાં ટેક્સ ઉપરાંત કોઇપણ મર્યાદા વગર વ્યાજની ચૂકવણી ઉપર કપાત મળે છે. 30 ટકાનું સ્ટાન્ડર્ડ ડિડ્કશન બાદ મળી શકે છે.


રહેઠાંણના ઘરના વેચાણ બાદના ઉદ્દભવેલા મૂડીનફાનું રોકાણ છે. જૂના ઘરનો સંપૂર્ણ નફો બીજું રહેઠાંણનું ઘર ખરીદો તો સંપૂર્ણ મૂડીનફો કરમુક્ત થશે. અંગત ઉપયોગની ચીજવસ્તુઓ જેમાં ઘરેણાં સિવાયની વસ્તુઓમાંથી ઉદ્દભવતો મૂડીનફો કરમુક્ત છે. શેર તેમજ ઇક્વિટી ફંડના વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીના નફા ઉપર કોઇજ આવકવેરો નથી. દર વર્ષે 1 લાખ રૂપિયાના લાંબાગાળાના મૂડીનફાની છૂટનો લાભ ખાસ લઇ લેવો છે.


મૂડી નફાના આયોજન સાથે મૂડી નુકસાન પણ ઉપયોગી થશે. નુકસાન થયા બાદ નુકસાનની રકમને નફાને સામે સેટ ઓફ કરવાનું ચૂકશો નહીં. પગારની આવકના હેતુસર કરમુક્ત ભથ્થા તેમજ સવલતોનું લાભ લેવાનું ચૂકશો નહીં. મહત્તમ કરમુક્ત સવલતોનું આયોજન કરો છે. કન્વેયન્સ એલાઉન્સ, ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ જેવા કરમુક્ત ભથ્થાઓનો લાભ લેજો છે. 5 લાખથી ઓછી કરપાત્ર આવક હોય તો આવકવેરા રીબેટનો આકર્ષક લાભ મળી શકે છે.


જો તમે વ્યક્તિગત અને રહીશ કરદાતા છો તો તેમાં શૂન્ય ટેક્સ ભરવાનો થશે. બાળકોના શિક્ષણ માટેની સગવડ-સવિધા સંબંધી આયોજન છે. એજ્યુકેશન લોન ટ્યુશન ફી જેવી અભ્યાસને લગતાં ખર્ચ ઉપર કર કપાત લઇ શકાય છે. મેડિક્લેઇમ 25 હજાર રૂપિયા સુધી પરિવારના સભ્યો માટે કપાત લઇ શકો છો. જો સિનિયર સિટિઝન માટે 50 હજાર રૂપિયાની મર્યાદામાં કપાત લઇ શકાય છે. જો સિનિયર સિટીઝનનો મેડિક્લેઇમ ન હોય તો પણ 50 હજારની મર્યાદામાં તબીબી સારવાર ઉપર કરમુક્તિ મળી શકે છે.


નિયત બચત તેમજ રોકાણોમાં નિવેશ કરાવે આવકવેરાની બચત સવિશેષ છે. એનપીએસ થકી 80સીના 1.5 લાખ રૂપિયા ઉપરાંત 50 હજાર રૂપિયાની કપાત લઇ શકાય છે. રોકાણોની યોગ્ય પસંદગી સાથે સંકળાયેલા છે તેમાં આવકવેરાની જવાબદારી ભૂલશો નહીં. તમારા ટેક્સ રેટ અને તમારા રોકાણના રિટર્નની ગણતરી કરીને રોકાણ આયોજન કરો છો.


સમાજ-ઉપયોગી તેમજ ધર્માદા ઉપર અમુક કિસ્સામાં 50 ટકા રકમ અને અમુક કિસ્સામાં 100 ટકા કપાત મળે છે. જો તમે 30 ટકા ટેક્સ બ્રેકેટમાં હોવ તો 100 રૂપિયાના દાન ઉપર 30 રૂપિયાની કપાત આવકવેરામાં મેળવી શકાય છે. આવકવેરા આયોજન સાથે હેતુલક્ષી નાણાંકીય આયોજન કરવાનું ચૂકાય નહીં તેનું પૂર્ણ ધ્યાન રાખો છો.