ટેક્સ પ્લાનિંગના સફળ 200 એપિસોડની ઉજવણી

ના રોજ પ્રકાશિત Mon, 10, 2018 પર 14:04  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકમિત્રો આપ જાણો જ છો કે ટેક્સ પ્લાનિંગ વિથ મૂકેશ પટેલના 200 એપિસોડની ઉજવણી આપણે આજે કરી રહ્યાં છીએ અને તેના ભાગરૂપે આજે આપણે ટેક્સપ્લાનિંગ ચેમ્પિયનશિપ કરવા જઈ રહ્યાં છીએ.


ત્યારે આ ડબલ સેન્ચૂરીપુરી કરાવવામાં ખુબ મોટુ યોગદાન છે. અને તેથી વિષેશ આપણા કરવેરા નિષ્ણાંતમૂકેશભાઈ પટેલનું કે જેમના વિના આ શો શક્ય જ નથી. આજના ચેમ્પિયનશિપમાંભગલેનારા રાજેશ અમીન, મિક્ષા મહેતા, મૌલેશ દેસાઇ, સુર્યકાંત દવે અને મનીષઠક્કર.


દર્શકો સાથે રૂબરૂ થવાનો અવસર છે. 200 એપિસોડ માંથી પૂછાશેટેક્સ પ્લાનિંગનાં સવાલ. ગુજરાત ભર માંથી દર્શકોએ લીધો ભાગ. 40 સ્પધર્કો આચેમ્પિયનશિપમાં સામેલ છે. વિવિધ ઉંમરના સ્પર્ધકોએ ભાગ લીધો છે. દર્શકોઉકલશે ટેક્સ પ્લાનિંગનાં કોયડા.


40 સ્પર્ધકોની લેખિત પરિક્ષા લેવાઇછે. ચેમ્યનશિપ જ્યુરીએ પેપર્સ તપાસ્યા છે. 40 માંથી 18 સ્પર્ધકોની પસંદગીથશે. 18 માંથી 6 ફાયનલિસ્ટ પસંદ થશે. વિવિધ વ્યવસાયનાં લોકોએ ભાગ લીધો છે.બહેનોએ પણ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે. પિતા-પુત્રની જોડીએ ચેમ્પિયનશિપમાંભાગ લીધો છે. પતિ-પત્નીએ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે.


પહેલો રાઉન્ડ-લેખિત પરીક્ષા લેવાઇ છે. લેખિત પરિક્ષામાં 10 સવાલો પુછાયા છે. 10 માંથી 8 જવાબો આપવાનાં રહેશે.


18 સ્પધર્કો બીજા રાઉન્ડમાં જશે. ગુજરાત અને મુંબઇનાં સ્પધર્કોએ ભાગ લીધો.સ્પધર્કોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. 6 સ્પર્ધકોનાં 3 ગ્રુપ બનાવાયા છે.ત્રણેય ગ્રુપ સાથે મૌખિક સવાલ-જવાબ કરાશે. ઓડિયન્સે પણ જવાબ આપ્યા છે.તબક્કાવાર 6 ફાયનલિસ્ટની પસંદગી કરાયા છે. 18 સ્પર્ધકો ચેમ્પયનશિપમાં આગળવધેલા છે. 6 સ્પર્ધક ફાયનલિસ્ટ થયા છે. આ 6 સ્પર્ધક રમશે ચેમ્પયનશિપ.


ચેમ્પયનશિપની શુરૂઆત:


1) નાણાકીય વર્ષ 2018-19 માટે પગારદારોને મળતી Gratuityની મહત્તમ કરમુક્તિની મર્યાદા શું છે?


A) રૂપિયા 10 લાખ


B) રૂપિયા 20 લાખ


C) રૂપિયા 3.5 લાખ


D) રૂપિયા 5 લાખ


2) ધંધાકીય નુકસાન કઈ આવક સામે સેટ ઓફ કરી શકાતું નથી?


A) પગાર


B) ભાડાની આવક


C) મૂડી-નફો


D) અન્ય આવક


3) લેન્ડ & બિલ્ડિંગનાં કેસમાં LTCGની ગણતરી માટે હોલ્ડિંગ પિરિયડ કેટલો ગણાય?


A) 12 મહીના


B) 24 મહીના


C) 36 મહીના


D) 18 મહીના


4) નીચે જણાવેલ બક્ષિસમાંથી કઈ બક્ષિસ કરપાત્ર ગણાય?


A) લગ્ન પ્રસંગે ચાંલ્લો રૂપિયા 7 લાખ


B) Will હેઠળ મળેલ રૂપિયા 10 લાખ


C) પિતા દ્વારા પુત્રના HUFમાં Gift રૂપિયા 5 લાખ


D) યુનિવર્સિટી સ્કોરલરશિપ રૂપિયા 1.5 લાખ


5) નીચે જણાવેલા વ્યવહારો પૈકી ક્લબિંગ ઓફ ઇનકમ કયા કેસમાં લાગુ ન પડે?


A) સગીર બાળકોને મળતું વ્યાજ


B) વ્યક્તિ દ્વારા પોતાના HUFને Gift


C) પતિ દ્વારા પત્નીને વ્યાજમુક્ત લોન


D) વ્યક્તિ દ્વારા પુત્રવધુને બક્ષિસ


6) કલમ 80C હેઠળ કપાતનો લાભ લેવાના હેતુસર નીચે જણાવેલા ચાર રોકાણ કે ખર્ચમાંથી શેને માન્ય ગણવામાં આવતું નથી?


A) પરણિત પુત્રનું LIC પ્રીમિયમ


B) સગીર વયના બાળકનું PPF કોન્ટ્રીબ્યુશન


C) અમેરિકન યુનિવર્સિટીમાં પુત્રીની ટ્યુશન ફી


D) હાઉસિંગ લોનનાં ઇન્સ્ટોલમેન્ટની ચુકવણી


એક શબ્દ કે વાક્યમાં આપો જવાબ


1) કરદાતાએ ખરીદેલ મકાન ઉપર સ્ટેમ્પ ડ્યુટી તેમજ રજીસ્ટ્રેશનના ખર્ચ કઈ કલમ હેઠળ તેમજ કેટલી મર્યાદામાં બાદ મળી શકે છે?


જવાબ: કલમ 80C હેઠળ રૂપિયા 1.5 લાખની મર્યાદામાં.


2) જંત્રી કિંમતથી ઓછા ભાવે સ્થાવર મિલકતનું ખરીદ વેચાણ કરાય તો તે કેસમાં ખરીદનાર તેમજ વેચનારની શું જવાબદારી ઉપસ્થિત થાય છે?


જવાબ: ખરીદનાર માટે 56(2) હેઠળ તફાવતની રકમ ઇનકમ ફ્રોમ અધર સોર્સ તરીકે કરપાત્ર વેચનાર માટે 50C હેઠળ કેપિટલ ગેઇન તરીકે કરપાત્ર.


3) કલમ 54EC હેઠળ કરમુક્તિનો લાભ લેવા માટે કેપિટલ ગેઇન બોન્ડસમાં કરવાનું રોકાણ કેટલા સમયમાં અને મહત્તમ કેટલી મર્યાદામાં કરવાનું રહે?


જવાબ: વેચાણનાં 6 મહિનામાં મહત્તમ રૂપિયા 50 લાખનું રોકાણ કરી શકાય.


4) NPSમાં આવકવેરા કપાતનો લાભ લેવા માટે કઈ કલમ હેઠળ અને મહત્તમ કેટલું રોકાણ કરી શકાય?


જવાબ: 80C હેઠળ રૂપિયા 1.5 લાખ અને 80CCD હેઠળ વધારાનું રૂપિયા 50 હજારનું રોકાણ કરી શકાય.


5) સિનિયર સિટિઝન સ્કીમમાં રોકાણના સંદર્ભમાં કઈ કલમો હેઠળ કેટલો લાભ મળવાપાત્ર છે?


જવાબ: 80C હેઠળ રોકાણનાં સંદર્ભમાં રૂપિયા 1.5 લાખની કપાત, 80TTB હેઠળ વ્યાજની આવકનાં રૂપિયા 50હજારની કપાત.


6) સ્થાવર મિલકતના ખરીદ વેચાણના વ્યવહાર સંબંધી TDSની જવાબદારી ક્યારે અને કેટલી ઉપસ્થિત થાય?


જવાબ: 194IA હેઠળ રૂપિયા 50 લાખથી વધુ કિંમતની સ્થાવર મિલકત ખરીદનારે, વેચનારને કરાતી ચૂકવણીમાંથી 1 ટકાનાં દરે TDS કરવાનો રહે.


ટ્રુ એન્ડ ફોલ્સ રાઉન્ડ


1) માલિક તરફથી કર્મચારીને મળતી HRAની સંપૂર્ણ રકમ કરમુક્ત ગણાય છે.


જવાબ: [ખોટુકારણ કે HRAની કરમુક્તિ કલમ 10(13A) હેઠળ નિયત શરતોને આધીન છે.


2) કરદાતાની માલિકીના બે ઘર અંગત રહેઠાણ માટે હોય, તો તેની કોઈ કરપાત્ર આવક ગણાય નહિં.


જવાબ: [ખોટુ] કારણ કે કરદાતાનાં પસંદગીનાં એક ઘર માટે કરમુક્તિ છે. બીજા ઘરનાં વ્યાજબી ભાડાને કાલ્પનિક આવક ગણાય.


3) STCL ને LTCG સામે સેટ ઓફ કરી શકાય છે.


જવાબ: [સાચુ] કારણ કે કલમ 70 હેઠળ આ સેટ ઓફ મળવા પાત્ર છે.


4) શ્રીસુરતીને તેના ભત્રીજા પાસેથી રૂપિયા 1લાખની મળેલ બક્ષિસ કરમુક્ત ગણાય.


જવાબ: [ખોટુ] કારણ કે ભત્રીજાને કાકાપાસેથી મળતી બક્ષિસ કરમુક્ત છે, પરંતુ ભત્રીજાને કાકા પાસેથી મળતી બક્ષિસ કરપાત્ર ગણાય.


5) શ્રીવડોદરીયાતેમના HUFમાંથી તેમના પુત્રના PPFના ખાતામાં રૂપિયા 1.5 લાખનું રોકાણ કરેતો તે સંબંધી HUFને કલમ 80Cની કપાતનો લાભ મળી શકે નહી.


જવાબ: [ખોટુ] કારણ કે કલમ 80C હેઠળ તેના HUF દ્વારા તેના સભ્યના PPFના ખાતામાં કરાતું રોકાણ કપાતને પાત્ર છે.


6) આકારણી વર્ષ 2018-19 માટે રૂપિયા 1,20,000નો કરમુક્ત મૂડી-નફો અને રૂપિયા 2,40,000ની કુલગ્રોસ આવક ધરાવતા કરદાતા માટે આવકવેરા રીટર્ન ભરવું જરૂરી ગણાય નહીં.


જવાબ: [ખોટુ] કારણ કે કલમ 139 હેઠળ કરમુક્ત મૂડીનફો તથા કુલ ગ્રોસ આવક વ્યક્તિગત મુક્તિ મર્યાદાથી વધુ હોય,આવકવેરા રિટર્ન ભરવું ફરજીયાત ગણાય.


ટેક્સ પ્લાનિંગ ચેમ્પિયનશિપ


1) શ્રી અમદાવાદીએ 2014માં રૂપિયા 2 લાખમાં ખરીદેલ ઘરનું ફર્નિચર 2018માંરૂપિયા 2.5 લાખમાં વેચાણ કરે તો તેના ઉપર તેમણે કેટલો કેપિટલ ગેઇન ટેક્સભરવાનો થાય?


જવાબ:- ઝીરો ટેક્સ. ઘરેલુ ફર્નિચર મૂડીરૂપી મિલકત ગણાતું ન હોઇ, તેના વેચાણ પર કોઇ કરપાત્ર મૂડી નફો ઉદભવે નહીં.


2) Mr. X તેના મિત્ર Mr.Y ને રૂપિયા 50લાખની Mercedes કાર ભેટ આપે છે. Mr.Y 30 ટકા ટેક્સ બ્રેકેટમાં હોય તો તેમણે કેટલો ટેક્સ ભરવાનો થાય?


જવાબ:- ઝીરો ટેક્સ. કરપાત્ર ગણાતી વસ્તુરૂપી બક્ષિસની યાદીમાં કારનો સમાવેશ થતો નથી.


3) ધંધા કે વ્યવસાયની આવક ન ધરાવતા હોય તેવા સિનિયર સિટિઝનના કેસમાં એડવાન્સ ટેક્સ કેટલા હપ્તામાં ભરવાનો રહે?


જવાબ:- ઝીરો ટેક્સ. ધંધા, વ્યવસાયની આવક ન ધરાવતા સિનિયર સિટીઝનને એડવાન્સ ટેક્સ ભરવાથી મુક્તિ અપાઇ છે.


4) રૂપિયા 15 લાખનાં શેર ડિવિડન્ડની આવક મેળવતા રહીશ કરદાતાના કેસમાં કઈ રકમ ઉપર આવકવેરાની કેટલી જવાબદારી ઉપસ્થિત થાય?


જવાબ:- 15BBDA હેઠળ રૂપિયા 10 લાખથી વધુ ડિવિડન્ડ પર કરદાતાને 10 ટકાનાં દરે વધારેનો આવકવેરો ભરવાનો થાય.


5) 23 નવેમ્બર, 2018ના રોજ રૂપિયા 10લાખની કિંમતની મોટરકાર ખરીદવા માટે રૂપિયા 6 લાખની લોન લેવા માં આવી હોય, તો તેવા કેસમાં નાણાકિય વર્ષ 2018-19 માટેકેટલું Depreciation મજરે મળે?


જવાબ:- કારનો 6 મહિનાથી ઓછા ઉપયોગ હોવાથી ₹10 લાખની ખરીદ કિંમત પર 7.5 ટકા (વાર્ષિક 15 ટકા) ઘસારો મળવા પાત્ર.


6) રૂપિયા 2 લાખની બિનખેતીની આવક ધરાવતી વ્યક્તિના કેસમાં ખેતીની આવક રૂપિયા 10 લાખ છે. તો આ કેસમાં આવકવેરાની શુ જવાબદારી ઉપસ્થિત થાય?


જવાબ:- બિનખેતીની આવક કરપાત્ર ન હોઇ, ખેતીની આવકને કારણે કોઇ આવકવેરો ભરવાનો થાય નહીં.