Corona virus Impact: 31 માર્ચ પછી પણ રોકાણ પર મળશે રિફંડ, જાણો કેવી રીતે

ના રોજ પ્રકાશિત Mon, 13, 2020 પર 13:46  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉનને કારણે આ વખતે ઇનક ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખોમાં રાહત આપી છે. નાણાકીય વર્ષ એપ્રિલમાં શરૂ થાય છે અને સામાન્ય રીતે ઇનકમ ટેક્સ રિટર્ન 31 માર્ચ સુધીમાં ફાઇલ કરવામાં આવે છે. પરંતુ આ વખતે સરકારે આ તારીખ વધારીને 30 જૂન સુધી કરી છે.


31 માર્ચે જાહેર ફાઇનાન્સ મિનિસ્ટ્રીની પ્રેસ રિલીજના મુજબ, ઇનકમ ટેક્સ એક્ટ 1961 હેઠળ રિટર્ન ફાઇલ કરવાની તારીખ 30 જૂન સુધી વધારવામાં આવી છે. તેએના માટે નાણાકીય વર્ષ 2019-20 માટે ટેક્સ ડિડક્શનનો દાવ કરવા માટે 30.06.2020 સુધી ઇન્વેસ્ટમેન્ટ અથવા પેમેન્ટ કરી શકાય છે.


જો કે, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ટેક્સ સેવિંગના ડેડલાઇન 30 જૂન 2020 સુધી વધારવામાં આવી છે. આનો અર્થ એ નથી કે સરકારે નાણાકીય વર્ષમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2019-20 31 માર્ચ 2020 એ સમાપ્ત થય ગયું છે અને 1 એપ્રિલ 2020 થી નવો ફાઇનાન્શિયલ શરૂ થય ગયું છે.


ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ એક્સપર્ટનું કહેવુ છે કે એપ્રિલ, મે અને જૂન 2020 માં જો ટેક્સ સેવિંગ માટે રોકાણ કરે છે તેમના પગારમાં ટીડીએસ કાપવામાં નહીં આવશે. તેનું કારણ એ છે કે કંપનીએ માર્ચ 2020 માં ટીડીએસમાં ઘટાડો કર્યો છે.


જો કે, જ્યારે તમે ઇનકમ ટેક્સ રીટર્ન ફાઇલ કરશો ત્યરે તમે એપ્રિલ, મે, જૂન, 2020ના મહિનામાં ટેક્સમાં છૂટનું દાવો કરી શકો છો.


ઉદાહરણ તરીકે, જો તમે એફડી અને રિકરિંગ ડિપોઝિટ પર ટેક્સ ભર્યો છે, તો તમે તેને પણ ટેક્સ છૂટ માટે શામેલ કરી શકો છો. ટેક્સ ફાઇલિંગના પહેલા તમારે તમારી કુલ ઇનકમ પર લગાના ટેક્સ અને પછી વધારાના રોકાણો પર કરેલા વાળા ટેક્સની ગણતરી કરવી પડશે. આ ગણતરી પછી, જ્યારે તમે પગાર પરના ટીડીએસની જાણકારી મળી જાશે, તો ત્યારે કુલ ટેક્સ જવાબદારીમાં એડજસ્ટ કરી શકાય છે. અગર પગાર સિવાય વધારાનો ટેક્સ જવાબદારી બનતી છે તો તેને અન્ય આવકના ટેક્સ સાથે એડજસ્ટ કરી શકાય છે.


અગર પગાર પર ટેક્સની જવાબદારી વધારે બને છે તો એના પર ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટથી રિફન્ડ માટે ક્લેમ કરી શકે છે.