ટેક્સ પ્લાનિંગઃ કરવેરા અંગે દર્શકોનાં સવાલ

ના રોજ પ્રકાશિત Fri, 01, 2016 પર 17:32  |  સ્ત્રોત : CNBC-Bajar

સવાલઃ મારા પિતાએ મારૂ પીપીએફ એકાઉન્ટ ખોલાવ્યું છે. તો મેરેજ બાદ પણ જો પીપીએફ એકાઉન્ટમાં નાણાં જમા કરાવે છે તો કલમ 80C હેઠળ કર કપાતનો લાભ મેળવી શકે કે નહીં?

જવાબઃ ચારૂ પરમારને સલાહ છે કે શક્ય હોય ત્યાં સુધી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ પીપીએફ નો હપ્તો ચૂકવવો જોઇએ. સેક્શન 80Cની પેટાકલમ 1 અને તેની પેટાકલમ 4 હેઠળ પીપીએફમાં જે કોઇ. રોકાણ કરવામાં આવ્યું હોય તે એચયુએફ કે વ્યક્તિને કરમુક્તિનો લાભ મળી શકે. આમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે.


લગ્નસાથી અને સંતાનોના પીપીએફ ખાતામાં રોકાણ કરવામાં આવે તો. રોકાણ કરનારને કરમુક્તિનો લાભ લઇ શકે. જ્યારે એચયુએફના સંદર્ભમાં એચયુએફ તેના કોઇ સભ્યના પીપીએફ ખાતામાં રોકાણ કરે છે. તેને કરકપાતનો લાભ મળી શકે છે. આવકવેરા કાયદા અનુસાર પિતાએ પુત્રીના પીપીએફ એકાઉન્ટમાં રોકાણ કરે છે. તો તેના ઉપર 80C હેઠળ કપાતનો લાભ મળશે.

સવાલઃ મારી સેલેરીમાં એલટીએનું કંમ્પોનન્ટ છે, એપ્રિલ 2015માં તેમને કંપની પાસેથી ટેક્સેબલ એલટીએ લીધું છે જે તેમને મે 2015માં મળી જાય છે, ત્યારબાદ જાન્યુઆરી 2016માં તે એર ટ્રાવેલ કરે છે તો તેમને એલટીએની કપાતનો લાભ મળી શકે?

જવાબઃ ગિરિશ મોતયાનીને સલાહ છે કે વર્ષના પ્રારંભે માલિક પાસેથી એલટીએનો લાભ લેવાનો નથી તેમ કહીને. એલટીએનો ઉપાડ કરી લીધો છે આવકવેરા કાયદાની કલમની 10 પેટાકલમ 5 અનુસાર નિયત નિયમ અનુસાર. એલટીએનો લાભ લીધો હોય તો તે કર મુક્ત રહેશે. તમારા કિસ્સામાં માલિકે ટેક્સ કાપી લીધો છે તો પણ આપને કર મુક્તિનો લાભ લઇ શકો છો. આપને કરમુક્તિનો લાભ મળશે પરંતુ આપના માલિકે ટીડીએસ કર્યો હોવાથી. આપને રિટર્ન ભરતાં સમયે ટીડીએસના રિફંડને ક્લેઇમ કરવાનો રહેશે.

સવાલઃ મારો પુત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી મેડિકલ કોલેજમાં પીજીનો અભ્યાસ કરે છે તો તેને મળવાપાત્ર સ્ટાઇપેન્ડ મળે છે તો તેના ઉપર કર પાત્રતા ખરી?

જવાબઃ સુનિલ ભટ્ટને સલાહ છે કે આવકવેરા કાયદાની કલમ 10 પેટાકલમ 16 હેઠળ કોઇપણ વ્યક્તિને. અભ્યાસના સંદર્ભમાં સ્કોલરશિપ આપવા આવી હોય તો તે કરમુક્ત છે. આ સ્કોલરશિપની વ્યાખ્યાના સંદર્ભમાં બે હાઇકોર્ટના મહત્ત્વના ચુકાદા છે. મદ્રાસ હાઇકોર્ટે અને કર્ણાટક હાઇકોર્ટે વિસ્તૃત છણાવટ કરતાં કહ્યું કે. સ્કોલરશિપની જેમ સ્ટાઇપેન્ડ પણ ગણતરી કરવી જોઇએ. ખરેખર તમને પગાર આપવામાં આવતો પગાર સ્ટાઇપેન્ડનું નામ આપીને ચલાવો તે યોગ્ય નથી. સીએની આર્ટીકલશિપમાં કે મેડિકલના સ્ટુડન્ટ તરીકે અભ્યાસની સાથ. કામ કરવા માટે સ્ટાઇપેન્ડ મળતું હોય તો તે કરમુક્ત રહેશે.

સવાલઃ હું એક સરકારી કર્મચારી છું. મારા વિભાગ તરફથી 24ક્યૂ 3-4 વર્ષનું સબમિશન કરવામાં આવ્યું નથી. આ સ્થિતિમાં આવકવેરા વિભાગ તરફથી નોટિસ મોકલવામાં આવી છે તો આ કિસ્સામાં મારે શું કરવું?

જવાબઃ બિજોય ચોટાઇને સલાહ છે કે ઘણાં કિસ્સામાં એવું બને તમારા પગારમાંથી ટીડીએસ થયો અને તે ટીડીએસ ભરાઇ પણ ગયો પરંતુ. ટીડીએસ રિટર્ન અપલોડ ન થવાની 26 એએસની ક્રેડિટ દેખાય નહીં. આ કિસ્સામાં આવકવેરા વિભાગ તમારી પાસે ટેક્સ ડિમાન્ડ કરે છે આ જ મુદ્દા પર સીબીડીટી દ્વારા પહેલી જૂન 2015ના રોજ સૂચના જાહેર કરવામાં આવી છે. સીબીડીટીની સૂચના અનુસાર આવકવેરા કાયદાની કલમ 205 હેઠળ.


એક વખત ટીડીએસ થયા બાદ તેના પાસેથી બીજી વખત તેની વસુલાત કરી શકાય નહીં. ટીડીએસ કપાયો છે પરંતુ કોઇ કારણસર ટીડીએસ 26એએસ હેઠળ ક્રેડિટ ન દેખાય તો. તેના ઉપર આવકવેરા વિભાગ તેની ડિમાન્ડ ટીડીએસ કપાયો છે તેની પાસેથી. ટેક્સ ડિમાન્ડ કરી શકશે નહીં. સીબીડીટીએ સ્પષ્ટ કર્યું છે કે મિસમેચ ઓફ ટેક્સ ક્રેડિટનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી. આકારણી અધિકારી, ટીડીએસ કપાયો હોય તેવા શખ્સ સામે આવકવેરની ઉઘરાણી કરશે નહીં.

સવાલઃ મારા ક્લાઇન્ટ સિનિયર સિટિઝન છે અને તેમને લાંબા ગાળાના મૂડી નફાની આવક ₨25 લાખ છે તેમજ કલમ 44ડી હેઠળ ધંધાની રૂપિયા 5.50 લાખની આવક છે તો તેમને કલમ 207 હેઠળ એડવાન્સ ટેક્સ ભરવાનો રહેશે કે નહીં?

જવાબઃ હિરેન દવેને સલાહ છે કે આવકવેરા કાયદાની કલમ 207 હેઠળ એડવાન્સ ટેક્સ ભરવાની મુક્તિ આપવામાં આવી છે તેની વિગતો આપવામાં આવી છે. જેમાં સિનિયર સિટિઝનને ધંધાકીય આવક ન હોય તેમને. એડવાન્સ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે બીજી એક મુક્તિ આપવામાં આવી છે.


જેમાં કરદાતાની અંદાજિત આવક હોય તેવા કિસ્સામાં પણ એડવાન્સ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. સેક્સન 44ડી હેઠળ આપના ક્લાઇન્ટની ધંધાકીય આવક હોવાથી. તેમને એડવાન્સ ટેક્સ ભરવાનો રહેશે નહીં. જ્યારે તેમની અન્ય આવક ઉપર તે સિનિયર સિટિઝન હોવાથી એડવાન્સ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળશે.

સવાલઃ મારા પિતા એક ઘર વેચે છે અને તેમના બે પુત્રોને બે અલગ અલગ મકાન ખરીદવા માંગે છે, ત્યારબાદ બેમાંથી એક પુત્રો સાથે રહે છે તો તેમના ઉપર કેપિટલ ગેઇન ટેક્સની કરપાત્રતા રહેશે કે નહીં?

જવાબઃ હર્ષિત જે. શુક્લાને સલાહ છે કે આવકવેરા કાયદાની કલમ 54 કે 54F હેઠળ એક ઘર વેચીને કે ઘરેણાં, શેર્સના મૂડી નફાનું રોકાણ ઘર ખરીદવા માંગતા હોય તો આ જોગવાઇ ખાસ ધ્યાનમાં રાખજો. આ બંને જોગવાઇ મુજબ જે વ્યક્તિની મિલકત હોય એ જ વ્યક્તિ સામે મિલકત ખરીદે તો તેમને કરમુક્તિનો લાભ મળે, જો પુત્રના કે અન્યના નામે રોકાણ કરે તો તેના ઉપર કર મુક્તિનો લાભ મળી શકે નહીં.


જો આપના કિસ્સામાં પિતા પોતાના નામે જ મકાન ખરીદી કરે છે પરંતુ તેમને બે મકાન માટેની કર મુક્તિ નહીં મળે. પરંતુ જો કરવેરા આયોજનની રીતે જોઇએ તો ઉપર-નીચે અથવા આજુબાજુના યુનિટ માટેના બે યુનિટ સંયુક્ત કુંટુંબ તરીકે એડજસ્ટ કરી શકે છે.


જો કે તેમાં એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે પ્રાયમરી રોકાણ જેમને મૂડીનફો ઉદ્દભવ્યો છે તે જ કરી શકે છે. અહીં એક રાહત એ રહેશે કે આ પ્રકારની મિલકતમાં આપ સહ-માલિક તરીકે રહી શકો છો પરંતુ પ્રાયમરી માલિક તો મૂડી નફો થયો છે તેમને જ રહેવું પડે.