ટેક્સ પ્લાનિંગ ચેમ્પિયનશિપ વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 17:41  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકમિત્રો આપ જાણો જ છો કે ટેક્સ પ્લાનિંગ વિથ મૂકેશ પટેલના 200 એપિસોડની ઉજવણી આપણે કરી અને ટેક્સ પ્લાનિંગ ચેમ્પિયનશિપના ચેમ્પિયન આપણને મળ્યા. ગુજરાત તેમજ મુંબઈથી વિવિધ ખેલાડીઓ જોડાયા હતાં. અને અંતે સુરતના કૃષ્ણદેવ શાહ અને રાજકોટના હિમાંશુભાઈ બામરોલીયા ફાઈનલિસ્ટ બન્યા હતાં.


જેમા હિમાંશુભાઈ ટેક્સપ્લાનિંગ ચેમ્પિયનશિપના ચેમ્પિયન બન્યા હતાં. આજે આજનો એપિસોડ પણ ખાસ છે કારણકે આપણા સાથે આપણા કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલની સાથે આપણા બન્ને ફાઈનલિસ્ટ પણ જોડાયા છે. આપસૌનું સ્વાગત છે આજના આ ખાસ એપિસોડમાં. સૌ પ્રથમ આપને પુછવા માંગીશ કે એક મિડિયા ઈન્ડસ્ટ્રીમાં આ ચેમ્પિયનશિપનો પ્રયોગ આપણે કર્યો.


તમને કેવા પ્રતિસાદ મળી રહ્યાં છે. આપણા ફાઈનલિસ્ટ સાથે વાત કરીએ તો સૌપ્રથમ આપણા વિજેતા હિમાંશુભાઈ બામરોલિયાનો પરિચય લઈએ. કર્ણદેવભાઈ આપ સુરતથી છો અને આપ શું કરી રહ્યાં છો. આપનો થોડો પરિચય આપો. ટેક્સ પ્લાનિંગ શો તમે કેટલા સમયથી જૂઓ છો અને તેમા તમને રસ કેવી રીતે પડ્યો.


સવાલ-


1) સામાન્ય રીતે લોકો પુછતા હોય છે કે કોઈને કોઈ રકમ લોન તરીકે કે ગીફ્ટ તરીકે આપીએ તો તેની શું જોગવાઈ છે?


જવાબ-


ક્લબિંગ અંગેની જોગવાઈ રાખો. ટેક્સ પ્લાનિંગના પાયામાં 2 સુવર્ણ નિયમ છે. ગ્રેડેડ રેટ ટેક્સ પ્લાનિંગનો મહત્વનો પાયો છે. 5, 20 અને 30 ટકાનો દર ગ્રેડેડ રેટમાં સ્થાન પામે છે. ભારતમાં અન્ય દેશ કરતા અલગ ટેક્સ છે. કાયદા અનુસાર ગીફ્ટ આપો તો ક્લબિંગ થાય છે. જો તમારી મુડી તમે તમારા પત્ની કે HUFને વ્યાજ વિના આપો તો કોઈ સમસ્યા નથી.


સવાલ-


2) શું હું મારા પત્નીને કોઈ ગીફ્ટ આપુ અને તેના પર કર ન ભરવો પડે તેવી શક્યતાઓ ખરી?


જવાબ-


જો કરપાત્ર આવક ઉભી થાય તો ક્લબિંગ પર ટેક્સ ભરવો પડે છે. PPFની આવક કરમુક્ત છે માટે તે પ્રચલિત બન્યું છે. તમારા પત્નીના નામે PPF કે ટેક્સ ફ્રિ બોન્ડ આપી શકો છો.


સવાલ-


3) જો હું કોઈને ગીફ્ટ આપુ અને તે ગીફ્ટ પરથી કોઈ કેપિટલ ગેઈન થાય તો તેની શું જોગવાઈ છે?


જવાબ-


જો હું મારા પત્નીને કોઈ પ્રોપર્ટી ગીફ્ટમાં આપુ તો તેમાંથી ઉદભવતો મુડીનફો ક્લબિંગને પાત્ર બને છે. જો તમે 10 લાખની બક્ષિશ આપો અને તેમા 12 ટકા વ્યાજ મળે તો તમને 1 લાખ 20,000 આવક થાય, તો તેના પર કાયદો છે કે વ્યાજના વ્યાજ પર ક્લબિંગ લાગતુ નથી. તમે એવી પ્રોપર્ટી ગીફ્ટ કરી શકો જેનો ગ્રોથ થતો હોય, જેમા વેચાણ સમયે માત્ર કેપિટલ ગેઈન પર ટેક્સ ભરવાનો રહે છે.


સવાલ-


4) LTCG ટેક્સ ભારતમાં 10 ટકા છે તો શું અન્ય દેશોની જેમ તે 20 ટકા થઈ શકે? અને શું એવું આયોજન શક્ય છે કે ઈક્વિટીમાં રોકાણ પણ કરી શકાય અને લોંગ ટર્મ કેપિટલ પણ મળે?


જવાબ-


જો દરેક કરદાતા નિયમિત પણે જવાબદારીઓ કરતા રહે તો સરકારે અન્ય ટેક્સ લાદવો ન પડે. રોકાણ પરના વળતર અને બેલેન્સને મેનેજ કરવા પડે છે. ઘણી વખત સામાન્ય વ્યાજ કરતા અન્ય રોકાણમાં વધારે વળતર મળે છે. સ્ટેડી વળતર માટે PPF શ્રેષ્ઠ રોકાણ છે. PPF સિવાય ELSSમાં પણ રોકાણ થઈ શકે છે. ઈક્વિટી લિંક સેવિંગ સ્કીમમાં SIPમાં રોકાણ કરી શકાય છે.