જાણો જૂના અને નવા ઇનકમ ટેક્સમાં કોણ છે તમારા માટે વધારે સારું

CBDTએ એક નોટિફિકેશન મોકલ્યું છે, જેમાં કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તેમના કર્મચારીઓને પૂછો કે શું તેઓ નવી ઇનકમ ટેક્સની વ્યવસ્થાના વિકલ્પ પસંદ કરવો જોઇએ.
ના રોજ પ્રકાશિત Mon, 27, 2020 પર 16:09  |  સ્ત્રોત : Moneycontrol.com

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ 13 એપ્રિલ, 2020એ એક સર્કૃલર બહાર પાડ્યો છે. આ સર્કૃલરમાં CBDTએ કંપનીઓને કહંવામાં આવ્યું છે કે કર્મચારીઓને પૂછો કે ઇનકમ ટેક્સની પુરતીવ્યવસ્થામાં રહેવા માંગો છો કે નવી સિસ્ટમ અપનાવા માંગો છો. આથી કંપનીઓએ પણ તેમના કર્મચારીઓને પૂછવાનું પણ શરૂ કર્યું છે.


આ વર્ષે બજેટ 2020માં કેન્દ્રીય બજેટમાં બે ટેક્સ સિસ્ટમ્સ બનાવવામાં આવ્યા છે. એક જૂની ટેક્સ સિસ્ટમ અને બીજી નવી ટેક્સ સિસ્ટમ. જૂની ટેક્સ સિસિટમમાં ટેક્સ પેયર્સ અલગ-અલગ સેક્શનમાં છૂટ અને રોકાણનો ફાયદો લઇ શકે છે, જ્યારે નવી સિસ્ટમમાં ટેક્સ પેયર્સ કોઈ પણ પ્રકારની છૂટનો લાભ નહીં મેળવી શકતા.


નવું ઇનકમટેક્સ સ્લેબ શું છે


નવું ઇનકમ ટેક્સ વ્યવસ્થાના હેઠળ 7 ઇનકમ સ્લેબ છે.


2.5 લાખ રૂપિયા સુધી વાર્ષિક ઇનકમ પર કોઇ ટેક્સ નથી. 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીના ઇનકમવાળા વ્યક્તિઓને 5 ટકા ટેક્સ ભરવો પડશે. 5 થી 7.5 લાખ રૂપિયાના વચ્ચેની ઇનકમ પર 10 ટકા ટેક્સ ભરવો પડશે. જ્યારે 7.5 થી 10 લાખ રૂપિયાની વચ્ચે 15 ટકા ટેક્સ ભરવો પડશે.


10 થી 12.5 લાખ રૂપિયાની ઇનકમવાળાને 20 ટકા ટેક્સ ભરવો પડશે. જ્યારે રૂપિયા 12.5 થી 15 લાખ રૂપિયાની વચ્ચેવાળા વ્યક્તિઓએ 25 ટકા ટેક્સ ભરવો પડશે. 15 લાખથી ઉપરની ઇનકમ પર 30 ટકા ટેક્સ ભરવો પડશે.


બે ઇનકમ ટેક્સ સિસિટમમાં એકનું કેવી રીતે પસંદ કરવું


નવી ઇનકમ ટેક્સની વ્યવસ્થા પ્રાપ્ત થવા પર ટેક્સ પેયર્સે આ આકલન કરવું જોઇએ કે તેના માટે કઈ સિસ્ટમ વધુ સારી રહેશે. જેમાં તે વધુ ફાયદો જોઈ શકે છે. જૂની સિસ્ટમમાં ટેક્સ રેટ વધારે છે, પરંતુ છૂટની સુવિધા છે, એવામાં ટેક્સ બેનિફિટ માટે રોકાણ કરવું જરૂરી છે. ટેક્સ પેયક્સ રોકાણ કરીને ટેક્સ બચાવી શકે છે. નવા ટેક્સ સિસ્ટમમાં ટેક્સ પેયર્સે કોઇ પણ પ્રકારની છૂટ નથી મળતી.


નિષ્ણાંતો કહે છે કે જે લોકો વધું છૂટ જોઈએ છે તેઓ જૂની ટેક્સ સિસ્ટમમાં જઈ શકે છે.


ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 7.5 લાખ રૂપિયા છે. તો ઇનકમ ટેક્સ સેક્શન 80C કપાતનો લાભ લઇ રહ્યા છે, તો જૂના ટેક્સ રિજીમમાં 33,800 રૂપિયા ટેક્સ આપવો પડશે.


જો નવી ટેક્સ સિસ્ટમનો ઉપયોગ કરે છે તો તેણે 39,000 રૂપિયા ટેક્સ ભરવો પડશે.


તો બીજી બાજુ જો તેની વાર્ષિક આવક 7.5 લાખ રૂપિયા છે અને તે કપાતનો દાવો નથી કરી રહ્યો, તો તેને જૂની ટેક્સ સિસ્ટમમાં વધુ ટેક્સ ભરવો પડશે.