Income Tax Return: રિટર્ન ફાઈલ કરવા માટે ફક્ત 2 દિવસ, પછી નહીં મળે મોકો

ના રોજ પ્રકાશિત Mon, 28, 2020 પર 16:19  |  સ્ત્રોત : CNBC-Bajar

છેલ્લુ ઈનકમ ટેક્સ રિટર્ન ભરવા અને તેને વેરિફાઈ કરવા માટે તમારી પાસે અંતિમ મોકો છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અસેસમેન્ટ વર્ષ 2015-16 થી લઈને 2019-20 સુધી રિટર્ન ફાઈલ કરવા કે તેને વેરિફાઈ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે.

ઈલેક્ટ્રૉનિક મોડથી વગર ડિજિટલ સિગ્નેચર આવક રિટર્ન (ITR) ફાઈલ કરવા વાળા ટેક્સપેયર્સને આ ITR અપલોડિંગના 120 દિવસોની અંદર વેરિફાઈ કરવાનું હોય છે.

કઈ રીતે કરી શકો છો વેરિફાઈ

આધાર OTP ના દ્વારા

નેટ બેન્કિંગના દ્વારા ઈ-ફાઈલિંગ અકાઉન્ટમાં લૉગ ઈન કરો

ઈલેક્ટ્રૉનિક વેરિફિકેશન કોડ (EVC) ના દ્વારા

આધાર OTP થી કેવી રીતે કરો વેરિફાઈ?

આધાર OTP ના દ્વારા તમારે આધિકારિક ઈ-ફાઈલિંગ પોર્ટલ www.incometaxindiaefiling.gov.in પર જવાનું થશે. પહેલા PAN થી આધારને લિંક થવુ જરૂરી છે. ત્યાર બાદ ઈ-વેરિફાઈ લિંક પર ક્લિક કરો અને e-verify return using bank Aadhaar OTP ઑપ્શનને પસંદ કરો. હવે OTP જનરેટ કરો. આ તમારે રજિસ્ટર્ડ મોબાઈલ ફોન પર આવશે. હવે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર OTP નાખો અને તમારુ વેરિફિકેશન પૂરૂ થઈ જશે.

નેટ બેન્કિંગથી કરી શકો છો વેરિફાઈ

પહેલા ઈંટરનેટ બેન્કિંગ અકાઉન્ટમાં લૉગ ઈન કરવાનું રહેશે. ત્યાર બાદ બેન્કની તરફથી આપેલા income tax e-filing લિંક પર ક્લિક કરો. પછી e-verify link against the return to be verified પર ક્લિક કરો અને હવે તમારે વેરિફિકેશન પૂરૂ થઈ જાય છે.

ઈલેક્ટ્રૉનિક વેરિફિકેશન કોડ (EVC) ના દ્વારા

ઈનકમ ટેક્સ રિટર્નને બેન્ક ATM થી પણ વેરિફાઈ કરવામાં આવી શકે છે. તેના માટે તમારે બેન્ક ATM માં કાર્ડ સ્વેપ કરવાનું રહેશે. પછી ઈ-ફાઈલિંગ માટે પિન નાખો. હવે તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર EVC (electronic Verification Code) આવશે. હવે તેમ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લૉગ ઈન કરો અને e-verify return using bank ATM ઑપ્શનને સલેક્ટ કરો. ત્યાર બાદ ફોનમાં મળ્યુ EVC નાખો અને તમારા વેરિફિકેશન થઈ જશે.