ટેક્સ પ્લાનિંગઃ અંદાજપત્રો અને નાણામંત્રીઓની અવનવી વાતો

ના રોજ પ્રકાશિત Fri, 26, 2016 પર 17:42  |  સ્ત્રોત : Moneycontrol.com

29મી ફેબ્રુઆરી 2016માં આઝાદ ભારતનું 70મું અંદાજપત્ર રજૂ થશે. 10 બજેટ રજૂ કરવાનો વિક્રમ મોરારજી દેસાઇના નામે છે. તેમની નજીકનો રેકોર્ડ પી.ચિદ્દમબરમ અને યશવંત સિંહાના નામે છે. તેમણે 7-7 અંદાજપત્ર રજૂ કર્યા છે.

947થી 2000 સુધી કોઇને એવો વિચાર ન આવ્યો કે બજેટ સાંજે પાંચ વાગ્યે કેમ. અંગ્રેજોના સમયે સાંજે પાંચ વાગ્યે બજેટ રજૂ કરવામાં આવતું હતું. ફેબ્રુઆરીમાં સાંજના 5 વાગે ત્યારે બ્રિટનમાં 12 વાગ્યાનો સમય હોય તેથી આ સમયે બજેટ રજૂ કરવામાં આવતો હતો. ત્યારબાદ તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહાએ સમય બદલીને 11 વાગ્યાનો કર્યો જે આજ સુધી માન્ય રહ્યો છે. 1994 સુધી બજેટ સાંભળવું હોય તો સંસદની વિઝિટર ગેલેરીમાં બેસીને જ સાંભળવા મળતું હતું. આ ઉપરાંત રેડિયો ઉપર કેટલાંક અંશો સાંભળવા મળતાં હતા. વર્ષ 1995થી તત્કાલીન નાણામંત્રી મનમોહનસિંહના સમયથી ટેલિવિઝન પર બજેટ દર્શાવવાની પરંપરા શરૂ થઇ છે.

મોરારજી દેસાઇ નાણામંત્રી અને વડાપ્રધાન પણ રહ્યા છે. ત્યારબાદ નાણામંત્રી ચરણસિંહ જે બાદમાં વડાપ્રધાન બન્યા હતા. નાણામંત્રી વી.પી. સિંહ પણ નાણાપ્રધાન બાદ વડાપ્રધાન બન્યા હતા. છેલ્લે ડૉ. મનમોહનસિંહ નાણામંત્રી બાદ વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન રહીને એક-એક વર્ષ નાણામંત્રીનો રોલ અદા કર્યો હોય એવા જવાહરલાલ નેહરૂ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી રહ્યા હતા.

નવા નવા ટેક્સ શોધવામાં જે નાણામંત્રી ટેક્સિંગ એફએમ તરીકે જાણીતા થયા તે પી. ચિદ્દમ્બર છે. તેમણે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ડીડીટી લાવ્યા. ત્યારબાદ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એસટીટી લાવ્યા. એવી જ રીતે બેન્કિંગ કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ બીસીસીટી લાવ્યા. કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ સીટીટી લાવ્યા અને ફ્રિન્જ બેનિફિટ ટેક્સ એફબીટી લાવ્યા. હાલ પાંચમાંથી 3 ગાયબ થઇ ગયા છે. પ્રવર્તમાન ટેક્સમાં એસટીટી અને ડીડીટી સમાવિષ્ટ છે.

નાણામંત્રીઓ માટેનો ફેવરિટ હંટર ટાર્ગેટ ફિક્સ રહ્યો છો. બજેટમાં કોઇપણ નાણામંત્રીઓએ તમાકુ કે તેની બનાવટ ઉપર ટેક્સ ઝીંક્યો છે. આમાં ખાસ વાત એ છે કે ટોબેકો કંપની સિવાય બધાનો પોપ્યુલિસ્ટ સપોર્ટ મળી રહે છે. મારા ચાલીસ વર્ષમાંથી 32 વખત આવકવેરાના દર ઉપર સરચાર્જ અને સેસની ટોપી રહી છે. આ દર ઉપર ઉંદર એવું ઘર કરીને બેઠા છે જે હંમેશા રહ્યા છે. ભૂતકાળમાં 2 ટકાથી માંડીને 17 ટકા સુધીનો સેસ જોવા મળેલો છે. હાલમાં આવકવેરાના દર ઉપર સેસ સામાન્ય રહ્યો છે.

1965થી શરૂ કરીને 1997 સુધી નાણામંત્રીઓ જુદા-જુદા નામ હેઠળ ડિસ્ક્લોઝર સ્કીમ લાવ્યા છે. આ અરસા સુધીમાં 7 અલગ અલગ એમેનેસ્ટી સ્કીમ આવી છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે પીઆઇએલ થઇ જેમાં કોર્ટે કહ્યું કે ઇમાનદાર ટેક્સ પેયર્સ સાથે આ રીતે ડિસ્કલોઝર સ્કીમ લાવીને અન્યાય થાય છે. કોર્ટના નિર્દેશ બાદ આવી ડિસ્કલોઝર સ્કીમ આવવાની બંધ થઇ હતી.

દરેક નાણામંત્રીઓ એક તખ્ખલુસ મળી જતું હોય છે. રોલબેક એફએમ તરીકે યશવંત સિંહાનું નામ જાણીતું છે. નાણામંત્રી તરીકે યશવંત સિંહા નવી કોઇ સ્કીમ લાવે જેને તેમની સરકારના ઘટક તત્ત્વો દ્વારા જ વિરોધ કરવામાં આવતો હતો. પરિણામે યશવંત સિંહાને જે-તે નવી યોજનાને પાછી ખેંચવી પડતી તેથી તેને રોલબેક એફએમનું તખ્ખલુસ મળ્યું.

આમ તો દરેક એફએમ કંઇકને કંઇક તો જાદુગરી કરતાં જ હોય છે. 2005ના અંદાજપત્રમાં નાણામંત્રી પી. ચિદ્દમ્બરમે વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદાને રૂપિયા 50 હજાર વધારી હતી. પગારદાર કરદાતાઓને મળતાં રૂપિયા 30 હજારના સ્ટાન્ડર્ડ ડિડ્કશન અને રૂપિયા 15 સુધીના બેન્ક વ્યાજ, બોન્ડ કે યુટીઆઇનું વ્યાજ મુક્ત રહેતું હતું. તેની જોગવાઇ પી.ચિદ્દમબરમે નાબુદ કરી અર્થાત એક તરફ રૂપિયા 50 હજારની મર્યાદા વધારી જ્યારે બીજી તરફ રૂપિયા 45 હજાર સુધીની કપાતોને નાબુદ કરી હતી.

આપણા યશવંત સિંહાનો ફેવરિટ એસ શબ્દ રહ્યો છે. જેમાં આવકવેરા રિટર્નમાં સરલ આજે પણ આપણી વચ્ચે છે. તત્કાલીન સમયમાં તેમણે ચાર એસને પ્રચલિત કર્યા હતા. આવકવેરા રિટર્નમાં સરલ, સમાધાન યોજના, આવકવેરા રિટર્ન ભરતાં ટોચના કરદાતા માટે સન્માન યોજના અને ચોથું સંપર્ક યોજના લાવ્યા હતા. આ ચાર એસ માટે યશવંત સિંહા ખાસ્સા પ્રચલિત રહ્યા છે.

સૌથી પહેલું 1985ના બજેટમાં તત્કાલીન નાણામંત્રી રાજા વિશ્વનાથ પ્રતાપ સિંહે એસ્ટેટ ડ્યુટી નાબુદ કરી હતી. ત્યારબાદ 1991નું મનમોહનસિંહનું બજેટ જેમાં તેઓ ઉદારીકરણ લાવ્યા. 1997નું પી. ચિદ્દમબરમનું ડ્રીમ બજેટ, જેમાં તેમણે મૂડીબજારને બુસ્ટ કરવા માટે ડિવિડન્ડ ઉપરનો ટેક્સ દૂર કર્યો હતો. એ પછી 2004નું પી. ચિદ્દમબરનું બજેટ લોકપ્રિય બન્યું હતું. લાંબાગાળાના મૂડી નફા ઉપર એસટીટી પેઇડ હોય તો સંપૂર્ણ કરમુક્તિ અને ટૂંકાગાળાના મૂડી નફા માટે એસટીટી પેઇડ હોય તો કન્સેશનલ રેટ આપ્યા હતા. આ વચગાળાના સમયમાં 1998માં તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહાએ બક્ષિસ વેરો નાબુદ કરવામાં આવ્યો હતો. છેલ્લે અરૂણ જેટલીનું 2015નું બજેટમાં જેમાં તેમણે સંપત્તિવેરો નાબુદ કર્યો હતો.

ફાસ્ટેસ્ટ ગ્રોથ સર્વિસ ટેક્સમાં થયો છે. વર્ષ 1995માં માત્ર 3 સેવાઓથી શરૂ થઇને રૂપિયા 500 કરોડના સર્વિસ ટેક્સ કલેકશન સાથે શરૂઆત થઇ હતી. માત્ર 12 વર્ષમાં તેમાં સેન્ચ્યુરી લાગી ગઇ હતી, કારણ કે 3ની 100 ઉપરાંતની સેવાઓ થઇ હતી. 1995 થી 2015 ના 20 વર્ષમાં સર્વિસ ટેક્સ કલેકશન રૂપિયા 500 થી વધીને રૂપિયા 2લાખ કરોડ થયું છે.

સૌથી યાદગાર શેર 1991ના તત્કાલીન નાણામંત્રી મનમોહનસિંહે કહ્યો છે. યુનાન, મિસ્ત્ર, રોમ સબ મિટ ગયે જહાઁ સે બાકી હે મગર અબતક નામોનિશાન હમારા, કુછ બાત હે કિ હસ્તી મિટતી નહીં હમારી, સદીયા રહા હે દુશ્મન દોરે જમાના. આ સિવાય યશવંત સિંહા અને પી. ચિદ્દમબર કવિતા અને શાયરી લઇને આવ્યા છે. પરંતુ એમાંથી સૌથી યાદગાર મનમોહનસિંહનો ઇકબાલનો કહેલો શેર ઐતિહાસિક રહ્યો.