ટેક્સ પ્લાનિંગ વિથ મૂકેશ પટેલમાં સફળ 4 વર્ષ

ના રોજ પ્રકાશિત Fri, 29, 2018 પર 17:46  |  સ્ત્રોત : CNBC-Bajar

2004માં STT અમલી બન્યો ત્યારથી LTCG ટેક્સમાંથી મુક્તિ મળી હતી. 14 વર્ષના વનવાસ બાદ LTCG ટેક્સ અમલમાં લાવ્યા છે. ઇક્વિટી શેર્સ અને ઇક્વિટી ઓરિયેન્ટ MF માટે 1 વર્ષથી વધુનો સમય લોંગ ટર્મ ગણાશે. જ્યારે 1 વર્ષથી ઓછા સમયગાળાના ઇક્વિટી શેર્સ અને ઇક્વિટી ઓરિયેન્ટ મ્યુચ્યુઅલ ફંડ ને શોર્ટ ટર્મ ગણાશે. જો તમારા ડેટ બેઝ ફંડ હશે તો તેમાં 3 વર્ષનો સમયગાળો ધ્યાનમાં રાખવાનો રહેશે. જ્યારે અનલિસ્ટેડ શેર્સ માટેનો સમયગાળો 2 વર્ષનો રહેશે.


ગ્રાન્ડ ફાધરિંગને લક્ષમાં લીધા બાદ 112એ અંતર્ગત 10%નો ટેક્સ સરચાર્જ-સેસ સહિત ભરવાનો રહેશે. STCG પર 15%નો ટેક્સ સરચાર્જ-સેસ સહિત ભરવાનો યથાવત્ રાખ્યો છે. આગામી વર્ષથી કેપિટલ ગેઇન ટેક્સના સંદર્ભમાં જો એડવાન્સ ટેક્સ ભરવાનો થતો હોય તો તે પણ ભરવો પડશે. રૂપિયા 1 લાખ સુધીના LTCG પર ટેક્સ ભરવાનો રહેશે નહીં. રૂપિયા 3 લાખનો મૂડીનફો કમાયા છો અને ફ્કત રૂપિયા 40 હજાર વ્યાજની આવક છે.


તો રૂપિયા 3 લાખ માંથી રૂપિયા 1 લાખ બાદ કર્યા બાદ 2 લાખ અને વ્યાજની આવક 40 હજાર છે. તો આ પ્રકારના કિસ્સામાં કરમુક્તિ રહેશે જો કે આમા કલમ 80 અંતર્ગતની કોઇ કપાત ગણાશે નહીં. બિનરહીશ ભારતીયોને LTCG ટેક્સ ભરવાનો રહેશે તેમને આમાંની કોઇ રાહત મળશે નહીં. બજેટમાં જાહેરાત થયા બાદ આ અંગેની ઉગ્ર રજૂઆત થઇ હતી.


આ પ્રકારના શેર્સનું લિસ્ટિંગ જ નહોતું તો ગ્રાન્ડ ફાધરિંગનો લાભ આપી શકાય તેમ હતું નહીં. તેથી વચગાળાના માર્ગ એ રહ્યો કે આવા કિસ્સામાં ઇન્ડેક્સેશનનો લાભ આપવામાં આવ્યો છે. 2001-02માં ખરીદી કરી હોય કે એ પહેલાંની ખરીદી હોય તો તેમાં ઇન્ડેક્સેશનના આધારે ગણતરી કરવાની રહેશે. ઇન્ડેક્સેશન બાદ જે રકમ રહે તેના પર 10%ના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો રહેશે. ગ્રાન્ડ ફાધરિંગને ધ્યાનમાં રાખીને રૂપિયા 400ને બેઝ ગણીને 425ના વેચાણને લક્ષમાં રાખવાનું રહેશે. જે મુજબ 25 રૂપિયાનો જ નફો ગણાશે.


ગ્રાન્ડ ફાધરિંગ રૂપિયા 200નું છે પરંતુ વેચાણ રૂપિયા 180નું છે. આ કિસ્સામાં નુકસાન બાદ મળી શકશે નહીં. આમાં ગ્રાન્ડ ફાધરિંગ અને મૂળ કિંમત બેમાંથી જે વધુ હોય તે ગણતરીમાં લઇ શકો છો. પરિણામે ગ્રાન્ડ ફાધરિંગ 200 ખરીદ કિંમત રૂપિયા 300ની છે. તેથી આ કિસ્સામાં 350ના વેચાણ અનુસાર ખરીદ કિંમત ગણતરીમાં લો તો ફ્કત 50 રૂપિયાના નફા પર જ ટેક્સ ભરવાનો રહે છે. અહીંયા ખરેખર નુકસાન થાય છે. ગ્રાન્ડ ફાધરિંગ રૂપિયા 300 છે ખરીદ કિંમત 350 છે અને વેચાણ 250માં છે તો અહીંયા રૂપિયા 100નું નુકસાન બાદ મળશે. કેપિટલ લોસ હવે બહુ મહત્ત્વના થઇ ગયા છે.


જો જૂના લોસ સાચવીને કેરી ફોરવર્ડ કર્યા હોય તો તે ખાસ ધ્યાનમાં રાખજો છે. કેરી ફોરવર્ડ લોસ માટે સમયસર રિટર્ન ભરાયા હોય તે ખાસ જરૂરી છે. લોંગ ટર્મ ગેઇન સામે શોર્ટ ટર્મ લોસ કે લોંગ ટર્મ લોસ સેટ ઓફ થઇ શકે છે. શોર્ટ ટર્મ ગેઇન સામે માત્ર શોર્ટ ટર્મ કેપિટલ લોસ જ સેટ ઓફ થઇ શકે છે. આ પ્રકારના કેરી ફોરવર્ડ લોસને 8 નાણાંકીય વર્ષ સુધી તમે કેરી ફોરવર્ડ કરી શકો છો. આ પ્રકારના કેસ માટે સરકાર સમક્ષ ઘણી ઉગ્ર રજૂઆત થઇ હતી.


આવા કેસમાં ઇ-સોપ્સ, બોનસ કે વારસામાં મળેલા શેર્સને ગ્રાન્ડ ફાધરિંગનો લાભ આપ્યો છે. રૂપિયા 1 લાખ લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં સંપૂર્ણ મુક્ત છે. તેથી પરિવારના 18 વર્ષ પૂર્ણ થઇ ગયા હોય તેમના ડિમેટ એકાઉન્ટ ખોલાવીને રૂપિયા 1 લાખની કરમુક્તિનો લાભ લઇ શકો છો. શેરબજારના નુકસાન કરવેરામાં લાભ કરાવીને કેપિટલ લોસને ઓછો કરવામાં મદદરૂપ થશે. આ બંને મુદ્દાઓ ખાસ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના સંદર્ભમાં આયોજનમાં લઇને કરવેરા આયોજન કરી શકાય છે.