તબિબી સારવાર અંગે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 22, 2016 પર 17:51  |  સ્ત્રોત : CNBC-Bajar

કલમ 80ડી અંતર્ગત મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રિમિયમની કપાતનો લાભ જો રોકડમાં ચૂકવણી કરી હશે તો મળશે નહીં. કલમ 80ડી અંતર્ગત લાભ લેવા માટે રોકડ સિવાયના વ્યવહાર જેવા કે ચેક અથવા ક્રેડિટ કાર્ડ પ્રકારના બેન્કિંગ વ્યવહાર દ્વારા ચૂકવણી કરી હોવી જરૂરી છે. પ્રિવેન્ટીવ હેલ્થ ચેક અપ જેવા કે બ્લડ ટેસ્ટ અથવા પેથોલોજી ટેસ્ટ માટેના 5 હજારની મર્યાદામાં જે ખર્ચ કર્યો હોય તેની ચૂકવણી રોકડ સ્વરૂપે કરી શકો છો. પગારદાર વર્ગ માટે રૂપિયા 15 હજારની મર્યાદામાં મેડિકલ રિએમ્બર્સમેન્ટ કરપાત્ર સવલત નથી.


પગારદાર વર્ગને મેડિકલ ખર્ચ માટેના રિએમ્બર્સમેન્ટ તરીકે રૂપિયા 15 હજારની મર્યાદામાં માલિક દ્વારા આપવામાં આવે છે તેને કરપાત્ર સવલત ગણાતી નથી. પગારદાર વર્ગના માલિક દ્વારા અમુક પ્રકારના તબીબી સારવારના ખર્ચની જવાબદારી ઉપાડી લે પરંતુ ખરેખર તે ખર્ચ કર્મચારી માટે કરવામાં આવ્યો હોય તેમ છતાં કર્મચારીને કલમ 17 હેઠળ કોઇ ટેક્સ ભરવાનો રહેતો નથી. પગારદાર વર્ગના મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રિમિયમની ચૂકવણી તેના માલિક દ્વારા કરવામાં આવે છે તો તેને પણ કરપાત્ર સવલત ગણાત નથી. કરદાતા કે કરદાતના કોઇપણ કુંટુબીજનની મેડિકલ ટ્રીટમેન્ટ-હોસ્પિટલાઇઝેશન જો કેટલીક મોટી કંપનીઓ પોતાની હોસ્પિટલમાં જ કરે છે તો તેના માટે જે ખર્ચ કંપની તરફથી કરવામાં આવે છે તેને પણ કરપાત્ર સવલત ગણવામાં આવતી નથી.


આ ઉપરાંત કોર્પોરેશન કે સરકારી હોસ્પિટલ અથવા આવકવેરા ચીફ કમિશનર દ્વારા માન્ય કરવામાં આવેલી અન્ય હોસ્પિટલમાં પગારદાર કર્મચારીની ટ્રીટમેન્ટ કરવામાં આવી હોય તો ની ચૂકવણી માલિક દ્વારા કરવામાં આવી હોય તો તે કોઇપણ નામાંકીય મર્યાદા વગર સંપૂર્ણ કરમુક્ત સવલત ગણાય છે. આમાં જો વિદેશમાં સારવાર કરાવવામાં આવી હોય તો વિદેશ આવવા-જવાનો ખર્ચ સહિત તબીબી ખર્ચ કર્મચારીના માલિક દ્વારા આપવામાં આવે છે તો તે પણ સંપૂર્ણ કરમુક્ત રહે છે.

કલમ 80ડીડી અનુસારની વિશેષ જોગવાઇ છે કે કરદાતા ઉપર આશ્રિત શારીરિક કે માનસિક દિવ્યાંગ માટે કરદાતાને ખર્ચ કરવો જરૂરી બન્યો હોય કે વિશેષ જોગવાઇ કરવી પડી હોય તો તે સંજોગોમાં નિયત કર કપાત મળી શકે છે. જે અંતર્ગત 40થી વધુ પણ 80 ટકાથી ઓછું દિવ્યાંગ હોવું તે સામાન્ય ડિસએબિલીટી ગણાયછે જેમાં અગાઉ રૂપિયા 50 હજાર સુધીની કપાત હતી પરંતુ નાણાંકીય વર્ષ 2015-16થી વધારીને રૂપિયા 75 હજારની કરવામાં આવી છે. 40થી 80 ટકાની ડિસએબિલીટી હોય તો રૂપિયા 75 હજારની કપાતનો લાભ મળી શકે છે. 80થી 100 ટકા સુધીની દિવ્યાંગ સ્થિતિમાં કપાત રૂપિયા 1 લાખ હતી જે વધારી હવે રૂપિયા 1.25 લાખ કરવામાં આવી છે.


આ સંદર્ભની કપાતનો લાભ લેવા માટે ડિસએબિલીટીનું સર્ટીફિકેટ મેળવવાનું રહે છે, તેમજ આ પ્રકારનું સર્ટીફિકેટને કર્મચારી વર્ગ ટીડીએસ ન કરવા માટે પણ તેના માલિક સમક્ષ રજૂઆત કરી શકે છે. દિવ્યાંગ કરદાતા વ્યક્તિ પોતે પણ આવક ધરાવતો હોય તો તેની ગ્રોસ આવકમાંથી કલમ 80યુ હેઠળ 40થી 80 ટકા સુધીની દિવ્યાંગ સ્થિતિમાં રૂપિયા 75 હજાર સુધીની અને 80થી 100 ટકા સુધીની દિવ્યાંગ સ્થિતિમાં રૂપિયા 1.25 લાખની કપાત મળી શકે છે.

કરદાતા પોતે કે કરદાતાના કુંટુંબના કોઇપણ સભ્ય ગંભીર રોગથી પીડીત હોય તો તેમને આવકવેરા કાયદાની કલમ 80ડીડીબી હેઠળ કર કપાતનો લાભ મળી શકે છે. આ કપાતનો લાભ વ્યક્તિગતની સાથે એચયુએફના જો કોઇ સભ્ય ગંભીર રોગથી પીડીત હોય તો તેમને પણ આ કપાતનો લાભ મળી શકે છે. કલમ 80ડીડીબી હેઠળ કપાતનો લાભ કરદાતા કે કરદાતાના પરિવારના સભ્યોની ઉંમરને લક્ષમાં રાખીને આપવામાં આવે છે.


કલમ 80ડીડીબી હેઠલ 60 વર્ષથી ઓછી ઉંમર હોય તો રૂપિયા 40 હજાર અને 60 વર્ષથી વધુ ઉંમર માટે રૂપિયા 60 હજારની મર્યાદામાં કપાતનો લાભ મળી શકે છે. ગંભીર રોગમાં સમાવિષ્ટ રોગ આવકવેરા નિયમ 11ડીડી મુજબ કેન્સર, હિમોફિલિયા, થેલેસેમિયા, એઇડ્સ, કિડની ફેલ્યોર તેમજ ડિસએબિલીટીની માત્રા 40 ટકાથી વધુની માનસિક રોગની સારવારના સંદર્ભમાં કપાત મળે છે. કલમ 80ડીડીબી હેઠળ આ પ્રકારના રોગથી પીડીત હોય તેમણે ખરેખર ખર્ચ કર્યો ન હોય તો પણ કર કપાતનો સંપૂર્ણ લાભ મળી શકે છે.

વર્ષ 2015-16 અંદાજપત્રમાં 2 મહત્ત્વની છૂટછાટ આપવામાં આવી છે. સુપર સિનિયર સિટીઝનના કેસમાં વિશેષ રાહત આપવામાં આવી છે. જેમાં સુપર સિનિયર સિટીઝનના કેસમાં ₨80 હજારની મર્યાદામાં ખરેખર કરેલ ખર્ચની કપાત આપવાની વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત પહેલાં ગંભીર રોગ માટે સર્ટીફિકેટ રજૂ કરવાનું રહેતું તે ફક્ત સરકારી હોસ્પિટલ કે સરકાર માન્ય હોસ્પિટલ-સર્જનનું જ માન્ય રહેતું હતું. જ્યારે દરેક કરદાતા માટે સરકારી હોસ્પિટલ કે સરકાર માન્ય હોસ્પિટલ-સર્જન પાસેથી સર્ટીફિકેટ લાવવું મુશ્કેલ રહેતું હતું. જેમાં વિશેષ રાહત આપીને હવેથી આપની ટ્રીટમેન્ટ કરતાં ડોક્ટર પાસેથી પણ સર્ટીફિકેટ રજૂ કરાશે તો તે પણ માન્ય રહેશે.

આવકવેરા કાયદાની કલમ 24 હેઠળ રાહત આપવામાં આવી છે. કલમ 24 હેઠળ વર્ષ 1999 પૂર્વે એવી જોગવાઇ હતી કે હાઉસિંગ લોનના સંદર્ભણાં રૂપિયા30 હજાર સુધીની કપાતનો લાભ મળતો હતો. જેમાં હાઉસિંગ લોન અને સમારકામ બંનેમાં ઉપરોક્ત મર્યાદા હતી. ખરેખર મકાનના માલિક બનો એટલે કે પઝેશન લીધા બાદ રૂપિયા 2 લાખ સુધીની મર્યાદામાં વ્યાજ કપાતનો લાભ મળે છે.


જો પ્રિએક્વિઝશનના સમયમાં ચૂકવેલ વ્યાજ આપ પાંચ વર્ષના ગાળામાં વાર્ષિક 20 ટકા લેખે ક્લેઇમ કરી શકો છો. આ કપાતનો લાભ તો જ મળે છે જે જૂની જોગવાઇ અનુસાર 3 વર્ષમાં પઝેશન આપવામાં આવે. જ્યારે હાલ કેટલાંક મોટી સ્કીમમાં 3 વર્ષમાં પઝેશન મળતું નહોતું તેથી આમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી આ સમયમર્યાદા 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવી છે.