ટેક્સ પ્લાનિંગઃ ટેક્સને લગતી નવી જોગવાઈઓ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 19, 2016 પર 16:41  |  સ્ત્રોત : Moneycontrol.com

સરકાર આપની પાસે અપેક્ષા રાખે છે કે આવકવેરા રિટર્ન સમયસર ભરો. કોઇ કારણસર મોડું થાય તો સંબંધિત નાણાંકીય વર્ષના અંત સુધીમાં રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. જો નિયત તારીખ સુધીમાં રિટર્ન નહીં ભરો તો આપને રિફંડ પરનું વ્યાજ પહેલી એપ્રિલથી ગણાશે નહીં. નિયત તારીખ ચૂક્યા બાદ રિટર્ન ભર્યાના એક મહિના બાદથી જ રિફંડ પરનું વ્યાજ મળવાપાત્ર રહેશે.


રિવાઇઝ રિટર્ન ભરવા માટેની જોગવાઇમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઓરિજિનલ રિટર્ન સમયસર ન ભર્યું હોય તો રિવાઇઝ રિટર્ન ભરવા માટેની છૂટ નહોતી. નવી જોગવાઇ હેઠળ 139(5)માં સુધારો કરવામાં આવ્યો છે જે અંતર્ગત ઓરિજિનલ રિટર્ન સમયસર ન ભર્યું હોય તો પણ રિવાઇઝ રિટર્ન ભરી શકાશે.

પારદર્શકતા અને જવાબદારી આવકવેરા વિભાગમાં રહે તેના માટે ઇ-સ્ક્રૂટીની માટેની જોગવાઇ લાવી છે. વિદેશમાં ઘણા દેશોમાં સ્ક્રૂટીની એસેસમેન્ટ પ્રોસેસ ઇ-મેલથી જાણ કરીને સંબંધિત કારણો જણાવીને કાર્યવાહી કરવામાં આવે છે. સંબંધિત કારણોના જવાબ ઇ-મેલ ઉપર જ આપવાના રહે છે અને તેના પરથી આવકવેરા વિભાગ દ્વારા ઓર્ડર કરવામાં આવશે.

પ્રથમ વખત આવકવેરા વિભાગને જવાબદેહી કરવા માટેની ભલામણ જે આર. વી. ઇશ્વર કમિટીએ પણ કરી હતી તે અમલમાં આવશે. કરદાતાને સમયસર રિફંડ મળતું નથી ત્યારે વ્યાજ સંબંધિત જોગવાઇ કલમ 244A હેઠળ સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારો 1 જૂન 2016થી અમલી બનશે. જો કરદાતાને રિફંડ 3 મહિનામાં ચૂકવવામાં નહીં આવે તો રિફંડ પર વ્યાજ ચૂકવાનો પ્રવર્તમાન દર 6 ટકા છે તેને દોઢ ટકા વધારીને 9 ટકા કરવામાં આવ્યો છે.

કંપનીના સંદર્ભમાં એડવાન્સ ટેક્સ ચૂકવવાના નિયત 4 હપ્તા છે. જ્યારે અન્ય કરદાતાઓ માટે માત્ર 3 હપ્તા એડવાન્સ ટેક્સના છે. હવે નવી જોગવાઇ અનુસારથી નાણાંકીય વર્ષ 2017થી તેમણે પણ નિયત 4 હપ્તામાં એડવાન્સ ટેક્સ ચૂકવવાનો રહેશે.

જે અંદાજીત આવક યોજનાના સંદર્ભમાં પ્રવર્તમાન મર્યાદા રૂપિયા 1 કરોડ છે તેને વધારીને રૂપિયા 2 કરોડ કરવામાં આવી છે. ધંધાકીય વકરામાંથી 8 ટકા કે તેથી વધુ રકમ નફા તરીકે દર્શાવો તો તેવા કેસમાં હિસાબો અને ઓડિટની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી છે. 8 ટકા કે તેથી વધુ રકમ નફા તરીકે દર્શાવતાં હોય તેવા કેસમાં કોઇ સ્ક્રૂટીની પણ કરાશે નહીં. 44AD સુધારો કર્યો જે અમારી દ્રષ્ટ્રીએ આવકાર દાયક નથી.


ભાગીદારી પેઢીને વ્યાજ અને મહેનતાણું ચૂકવ્યા બાદ ટેક્સ ભરવાનો રહેતો હતો. પરંતુ નવી જોગવાઇ અનુસાર નફા ઉપર કરપાત્રતા લાગશે. વ્યવસાયિકો વાર્ષિક રૂપિયા 50 લાખ સુધીના વકરા ઉપર 50 ટકા તેમની આવક 50 ટકા દર્શાવશે તો અંદાજીત આવક યોજનાના લાભ લઇ શકે. જો કે આ યોજનાને કોઇ સારો પ્રતિસાદ મળવાની શક્યતાં ઓછી છે.

આવકવેરા કાયદાની કલમ 271C હેઠળ દંડ લેવાની જોગવાઇ છે. આ કાયદા ઉપર સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદા દ્વારા સારી રીતે પ્રસ્થાપિત થયેલો છે. તેમાં અધિકારીઓની સત્તાને મર્યાદિત કરવાનો પ્રયાસ કર્યો છે. અન્ડર રિપોર્ટિંગના સંદર્ભમાં 100 ટકા દંડ લેવાની જોગવાઇ છે તેના સંદર્ભમાં 50 ટકા દંડ લેવાની નવી દરખાસ્ત કરવામાં આવી છે. જ્યારે મિસ રિપોર્ટિંગના સંદર્ભમાં 200 ટકા સુધી દંડ લેવાની જોગવાઇ છે. આ જોગવાઇમાં સુધારા કરવાની જરૂરીયાત છે.

ધ્યાન બહાર કે શરતચૂકથી આવકમાં ઉમેરો થાય છે તેવા કિસ્સામાં તમારા 50 ટકા ટેક્સ ભરવો નથી તો કરદાતા શરતચૂક સ્વીકારીને ટેક્સ અને વ્યાજ ભરે છે તો તેમને લવાદમાંથી મુક્તિ મળી શકશે. આવકવેરા કાયદાની કલમ 50C હેઠળ મિલકતનો જંત્રી આધારિત દસ્તાવેજ ન કર્યો હોય તેના વેચાણ પણ માની લેવામાં આવતો મૂડીનફાની કરપાત્રતા રહેતી. જે સમયે બાનાખત કર્યું હોય તે સમયે જંત્રી અનુસારની નક્કી કિંમત યોગ્ય હોય તો દસ્તાવેજ સમયે જંત્રીમાં જો કોઇ ફેરફાર થાય તો તેના ઉપર વધારાનો કર ભરવાની કરપાત્રતા રહેતી નથી.