ટેક્સ પ્લાનિંગઃ સ્થાવર મિલકત અંગે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 20, 2016 પર 14:31  |  સ્ત્રોત : Moneycontrol.com

સ્થાવર મિલકતનું વેચાણ કે ખરીદનું આયોજન કરવા માંગતા હોવ તો. તેના અંગે આજે આપણે ચર્ચા કરીશું. સ્થાવર મિલકતની ખરીદ કિંમત પ્રથમ નક્કી કરવાની હોય છે. વર્ષ 1981 પહેલાંની ખરીદ કરાયેલી સ્થાવર મિલકતની કિંમતને અનુલક્ષીને. વિશેષ રાહત જોગવાઇ કરવામાં આવી છે. એપ્રિલ 1981 પહેલાં ખરીદ કરાયેલ સ્થાવર મિલકતના કેસમાં તેની ખરીદ કિંમત. 1-4-1981ના રોજની બજાર કિંમતને લઇ શકાય છે. જો આવી મિલકત વારસા, વસિયત કે બક્ષિસ હેઠળ મળી હોય તો તેવા કિસ્સામાં. કલમ 49 હેઠળ જોગવાઇ કરવામાં આવી છે.


કલમ 49 અંતર્ગત તમારી ખરીદ કિંમત શૂન્ય નહીં ગણાય પરંતુ. અગાઉના માલિકની ખરીદ કિંમત ગણાશે. જો તમે 36 મહિનાથી ઓછા સમય સુધી મિલકત ધારણ કરી હોય તો. તે ટૂંકાગાળાનો મૂડી નફો ગણાશે. જો તમે 36 મહિનાથી વધુ સમય માટે મિલકત ધારણ કરી હોય તો. તે લાંબાગાળાનો મૂડી નફો ગણાય. જો મિલકત વારસામાં મળે છે તો તેમાં અગાઉના માલિકે ધારણ કરેલ સમય પણ.


તમારો જ સમય ગણાશે. અગાઉની જોગવાઇ અનુસાર જ્યાં સુધી દસ્તાવેજ કરવામાં ન આવે. ત્યાં સુધી મૂડીનફો ગણાય નહીં. તેથી આ જોગવાઇમાં સુધારો કરવામાં આવ્યો. કલમ 2 પેટાકલમ 47માં મહત્ત્વનો સુધારો દાખલ કરવામાં આવ્યો હતો. જો વેચનારે કોઇપણ અવેજ લઇને મિલકતનો કબજો સોંપી દીધો હોય. તો તે સમયથી જ મૂડીનફો ગણવામાં આવશે.

આવકવેરાના કાયદાની કલમ 50 સી હેઠળ ખાસ જોગવાઇ કરવામાં આવી છે. સ્થાવર મિલકતનું જંત્રી મુજબનું મૂલ્ય થતું હોય અને. તમારી વેચાણ કિંમત વચ્ચેનો ફરક તમારો મૂડીનફો ગણાશે. જ્યારે પણ આપ મિલકતનું વેચાણ કરતાં હોય ત્યારે ઉપરોક્ત કલમ ખાસ ખ્યાલ રાખજો. જ્યારે ખરીદનારને કલમ 56(27) તફાવતની રકમ ઉપર. અન્ય આવકના સ્ત્રોત તરીકે દર્શાવવી પડશે. અસરકારક રીતે જોઇએ તો વેચનાર અને ખરીદનાર બંનેને કરપાત્રતા ઉભી થાય છે.

આવકવેરાના કાયદાની કલમ 50 સી હેઠળ ખાસ જોગવાઇ કરવામાં આવી છે. સ્થાવર મિલકતનું જંત્રી મુજબનું મૂલ્ય થતું હોય અને. તમારી વેચાણ કિંમત વચ્ચેનો ફરક તમારો મૂડીનફો ગણાશે. જ્યારે પણ આપ મિલકતનું વેચાણ કરતાં હોય ત્યારે ઉપરોક્ત કલમ ખાસ ખ્યાલ રાખજો. જ્યારે ખરીદનારને કલમ 56(27) તફાવતની રકમ ઉપર. અન્ય આવકના સ્ત્રોત તરીકે દર્શાવવી પડશે. અસરકારક રીતે જોઇએ તો વેચનાર અને ખરીદનાર બંનેને કરપાત્રતા ઉભી થાય છે.

ઇન્ડેકસેશન મહત્ત્વપૂર્ણ લાભ આપે છે. વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કર્યા પછી હસ્તાંતરણ માટ. જે કોઇ ખર્ચ કર્યો હોય તે બાદ મળે છે. ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન બાદ આપવામાં આવે છે. ઘટતાં જતાં રૂપિયાના સંદર્ભમાં ફુગાવાને કારણ રૂપિયાની. એડજેસ્ટેડ કોસ્ટને ધ્યાનમાં લેવાય છે. નાણાંકીય વર્ષ 1981-82થી વધીને 2015-16માં 1082 ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એકિવઝિશન છે.


જો વચગાળાના સમયમાં ખરીદી કરી હોય તો જે વર્ષમાં ખરીદી હોય અન. જે વર્ષમાં વેચી હોય તેને મલ્ટીપ્લાય કરીને ગણાવામાં આવે છે. મિલકત વારસા કે બક્ષિસમાં મળી હોય તો. તે અગાઉના માલિકના ખરીદીના વર્ષથી ઇન્ડેક્સ ગણવામાં આવે છે. આ મુદ્દે બોમ્બે હાઇકોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં કોર્ટે કહ્યું છે કે ઇન્ડેક્સેશન અગાઉના માલિકે જે વર્ષથી ખરીદી છે. તે વર્ષથી જ ગણવામાં આવશે.

લાંબાગાળાનો મૂડીનફો હોય તો 20.65%નો ટેક્સ લાગે છે. ટૂંકાગાળાનો મૂડીનફો હોય તો 30.9%ના દરે ટેક્સ અમલી બને છે. જો ટૂંકાગાળાનો મૂડીનફો રૂપિયા 1 કરોડથી વધારે હોય તો 33.99% સુધીનો. કર ભરવાની જવાબદારી થાય. આ સંદર્ભમાં વિશેષ કરવેરા આયોજન પણ તમે કરી શકો છો.

લાંબાગાળાનો મૂડી નફો રહેઠાંણના મકાનમાંથી ઉદ્દભવ્યો છે અને તેને જો રહેઠાંણનું મકાન બાંધવા કે ખરીદવા ઉપયોગ કરો. તો તેના ઉપર કરપાત્રતા રહેતી નથી. જો કે તેનો નિયત સમય છે. જે મુજબ વેચાણ તારીખથી બે વર્ષ ખરીદી કરવા અથવા વેચાણ તારીખથી. રહેઠાંણનું મકાન બાંધકામ માટે 3 વર્ષનો નિયત સમય છે.


જે આવકવેરા કાયદાની કલમ 54 હેઠળ સંપૂર્ણ કરમુક્ત ગણવાની જોગવાઇ છે. આવકવેરા કાયદાની કલમ 54ઈસી હેઠળ કેપિટલ ગેઇન બોન્ડમાં રોકાણ કરીને. કરપાત્રતા બચાવી શકો છે. જે અંતર્ગત રૂપિયા 50 લાખ સુધીની મર્યાદામાં રહીને રોકાણ કરી શકો છો. ધારો કે રૂપિયા 2 કરોડની મિલકત વેચો છો તો તેમાંથી. 50 લાખ કેપિટલ ગેઇન બોન્ડમાં રોકાણ કરો અને રૂપિયા 1.5 કરોડની. અન્ય રહેઠાંણની મિલકત ખરીદો તો તે આપને સંપૂર્ણ કરમુક્ત રહેશે.