ટેક્સ પ્લાનિંગઃ આવકવેરા કાયદામાં સુધારા અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 11, 2016 પર 17:13  |  સ્ત્રોત : Moneycontrol.com

આવકવેરાના કાયદા હેઠળની કાર્યવાહીમાં અનેક સુધારા આવ્યા છે તે અંગેની ચર્ચા કરીશું.

ઈપીએફની કરપાત્રતાની જોગવાઈને નાણાં મંત્રીએ પડતી મુકી. નાણાં મંત્રીએ મંગળવાર 8 માર્ચે જ ટેક્સનું ભારણ ઘટાડી દીધું. એનપીએસમાં 100%ની કરપાત્રતાની જોગવાઈ હતી તેના સ્થાને 40% કરમુક્ત રહેશે. તે જોગવાઈને નાણાં મંત્રીએ રાહત યથાવત રાખી છે. 1. 1% ટીસીએસના સંદર્ભમાં નવી જોગવાઈ આવી છે તે શું છે.

ટીસીએસ ( TAX COLLECTED AT SOURCE) - આવકવેરા ખાતું બ્લેકમની ઉપર અંકુશ લાવવા પ્રયત્ન કરી રહ્યું છે. આવકવેરા રિટર્ન ભરતાં કરદાતાની સંખ્યા કુલ વસ્તીના 3%થી ઓછી છે. 5 લાખથી વધુ આવક દર્શાવતાં કરદાતાની સંખ્યા 15% જ છે. નાણાં મંત્રીએ 1 જૂન 2016થી એવી જોગવાઈ દાખલ કરી છે કે પેઢી, કંપની કે એચયુએફ હોય તો તે જો રૂપિયા 10 લાખથી વધુની કિંમતની કાર ખરીદે તો તેની પાસેથી 1% ટીસીએસ વસુલવામાં આવશે. આવકવેરા રિટર્ન ભરતાં કરદાતાની સંખ્યા સાડા ત્રણ કરોડ છે, જયારે પાનકાર્ડ હોલ્ડર 10 કરોડથી વધુ છે. રૂપિયા 10 લાખથી વધુ કિંમતની કાર ખરીદો છો ત્યારે વેચાણકર્તા તરફથી 1% ટીસીએસ વસુલવામાં આવશે જે તેમણે સરકારમાં જમા કરાવવાનો રહેશે.


કલમ 206સી હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ વસ્તુની ખરીદી કે સર્વિસ મેળવી હોય અને જેનું મૂલ્ય રૂપિયા 2 લાખથી વધુ થયું હોય તેની ચૂકવણી રોકડથી કરો તો તેના ઉપર પણ 1% ટીસીએસ વસુલવામાં આવશે. આા વ્યવહારોની ડિટેઈલ આવકવેરા વિભાગ પાસેથી એકઠી થશે અને તેના ઉપરથી જો બ્લેકમની હશે તો તેને ટ્રેઈલ કરી શકશે. વેચનાર કે સેવા આપનારને પણ ટીસીએસ કર્યા બાદ નાણાંકીય વ્યવહારની વિગત અને વસુલ કરેલા નાણાં સરકારમાં જમા કરાવવા પડશે.

ટીડીએસમાં મહત્ત્વના સધારા કરાયા છે તે શું છે. અમારી ઈશ્વર કમિટીની 20માંથી 17 દરખાસ્તોને અમલમાં મૂકી છે. અમારી મુખ્ય 2 દરખાસ્ત હતી તેમાં જેમણે થોડા સુધારા કર્યા છે. ટીડીએસની થ્રેશહોલ્ડ લિમીટમાં ફેરફાર કર્યો છે. કમિશન અને બ્રોકરેજ માટેની મર્યાદા રૂપિયા 5 હજારની હતી તે વધારીને રૂપિયા 15 હજાર કરવામાં આવી છે. સ્થાવર મિલ્કતના સંદર્ભમાં કમ્પેનશેસન મળે છે તેની મર્યાદા રૂપિયા 2 લાખ હતી તેને અઢી લાખ કરવામાં આવી છે.


કોન્ટ્રાકટરની ચૂકવણીના સંદર્ભમાં વાર્ષિક મર્યાદા રૂપિયા 75 હજાર હતી તેને વધારીને રૂપિયા 1 લાખ કરી છે. ટીડીએસના દરમાં રાહતકારક સુધારા કર્યા છે. લોટરી, એલઆઈસી એજન્ટ કમિશન અને સામાન્ય કમિશન કે દલાલીમાં પહેલાનો દર 10% હતો જે ઘટાડીને 5% કર્યો છે. જીવનવીમા પોલિસી માટે 2%નો દર હતો તેને ઘટાડીને 1% કર્યો છે. નેશનલ સેવિંગ્સ સ્કીમના ડિપોઝીટના ઉપાડ સમયે 20% દર હતો તે ઘટાડીને 10% કર્યો છે. આ તમામ જોગવાઈ 1 જૂનથી અમલી બનશે.


વ્યાજ ઉપરના ટીડીએસના સંદર્ભમાં અમારી ઈશ્વર કમિટીની ભલામણ હતી કે તેના દરમાં ઘટાડો કરવો જોઈએ. રૂપિયા 5 લાખથી ઓછી આવક ધરાવતાં કેસમાં થોડી રાહત આપવામાં આવે તે જરૂરી છે. ફોર્મ 15જી કે એચ વ્યાજ કે એલઆઈસીની પાકતી રકમના કેસમાં ફોર્મ ભરવાનું રહે છે. કુલ આવકને લક્ષ્યમાં લેતાં કરપાત્રતા નથી રહેતી તો તેવા કેસમાં આ ફોર્મ ભરવાનું રહે છે. ભાડાની આવકના સંદર્ભમાં પણ ફોર્મ 15જી કે એચ રજૂ કરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે.

આવકવેરા રિટર્ન ભરવાના સંદર્ભમાં આ અંદાજપત્રમાં મહત્ત્વની જોગવાઈઓ આવી છે તે શું છે. લાંબાગાળાનો મૂડી મફો 10(38) હેઠળ સંપૂર્ણ કરમુક્ત ગણવાની જોગવાઈ છે. આકારણી વર્ષ 2017-18ની કરમુક્ત ગેઈનને લક્ષ્યમાં લેતાં આપની કુલ ગ્રોસ આવક આવકવેરા મુક્તિથી વધુ હોય તો તમારે રિટર્ન ભરવું ફરજીયાત બનશે. આવકવેરા રિટર્નમાં અત્યારની જોગવાઈ અનુસાર જુલાઈ કે સપ્ટેમ્બરમાં જો રિટર્ન ન ભરી શકો તો ચાલું નાણાંકીય વર્ષથી આગામી નાણાંકીય વર્ષ સુધીમાં ભરી શકો છો.


નવી જોગવાઈ અનુસાર જે 2017-18થી અમલી થશે તે મુજબ તમારે તમારૂ આવકવેરા રિટર્ન સંબંધિત નાણાંકીય વર્ષના અંત સુધીમાં જ ભરવાનું રહેશે. આ જ સંદર્ભમાં નિયત તારીખ સુધીમાં રિટર્ન ન ભરો તો રિફંડ ઉપર પહેલી એપ્રિલથી નહિ પરંતુ રિટર્ન ભરશો તેના પછીના મહિનાથી જ રિફંડ ઉપર વ્યાજ મળશે.