ટેક્સ પ્લાનિંગ: પગારના કરમુક્ત ભથ્થા અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 06, 2017 પર 18:19  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા કાયદાની કલમ 10 પેટાકલમ 14 સાથે 2BBની જોગવાઇ પર ફોકસ રાખીશું. સૌથી પ્રચલિત જે ભથ્થું ટ્રાન્સોપોર્ટેશન એલાઉન્સ છે. ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ સ્ટાન્ડર્ડ ડિડ્કશન જેવું છે. ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ ક્લેઇમ કરવામાં સૌથી સરળ રહે છે. તમારી ઓફિસથી ઘરે જવા માટે આ એલાઉન્સ મળે છે. ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ તેની નિયત મર્યાદામાં જ મળે છે.


જો ઓફિસથી ઘર જવાનો ખર્ચ વધારે હશે તો પણ તે નિયત મર્યાદામાં જ રહેશે. ટ્રાન્સોપોર્ટેશન એલાઉન્સની અગાઉની માસિક મર્યાદા 800 રૂપિયા હતી. હાલ ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સની માસિક મર્યાદા 1600 રૂપિયા છે. જો કર્મચારી અંધ કે અપંગ છે તો તેમને ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ 3200 રૂપિયા મળશે.

ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ આવવાના ખર્ચ માટે સ્ટાન્ડર્ડ ડિડ્કશન જેવું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ છે. નોકરીને લગતી ફરજોને નિભાવવા જવા-આવવાનો ખર્ચ થાય તે માટેનું ભથ્થુ કન્વેયન્સ એલાઉન્સ છે. આવકવેરા કાયદાની કલમ 10(14) હેઠળ કન્વેયન્સ એલાઉન્સ કોઇપણ નાણાંકીય મર્યાદા વગર કરમુક્ત છે.

ઓફિશ્યિલ ડ્યુટી માટે કરેલાં ખર્ચનું રિએમ્બર્સમેન્ટ કરપાત્ર નથી. રિએમ્બર્સમેન્ટ પગારની આવક તરીકે જ ગણાતું નથી. કર્મચારીએ ખર્ચ કર્યો છે તો તેના ઉપર કોઇ કરપાત્રતા રહેતી નથી.

100 રૂપિયા પ્રતિમાસ બાળક દીઠ વધુમાં વધુ બે બાળકો માટે આપવામાં આવે છે. 20 વર્ષ પહેલાં આ મર્યાદા નક્કી કરવામાં આવી હતી જે હાલ તર્ક સંગત નથી. બે બાળકો સ્કૂલ કે કોલેજમાં જાય છે તો 2400 રૂપિયા વાર્ષિક કરમુક્ત મળી શકે છે.

300 રૂપિયા પ્રતિમાસ બાળક દીઠ વધુમાં વધુ બે બાળકો માટે આપવામાં આવે છે. આ મુજબ બાળકના અભ્યાસ માટે 2400 રૂપિયા અને હોસ્ટેલના 7200 રૂપિયા. બે બાળકોના અભ્યાસ અને હોસ્ટેલના મળીને 9600 રૂપિયાની કરમુક્તિનો લાભ મળે છે. આગામી અંદાજપત્ર પહેલાં આ મર્યાદામાં વધારો થાય તેના માટે રજૂઆત ખાસ કરવાની જરૂર છે.

નોકરી પરની ફરજો બજાવવા માટે સહાયક કે ડ્રાઇવરની નિમણૂંક કરે છે. આ પ્રકારના હેલ્પરને જે પગારની ચૂકવણી કરી હોય તો તેના ઉપર માસિક ભથ્થું મળે છે. આ હેલ્પર ભથ્થું કલમ 10(14) હેઠળ કોઇપણ નાણાંકીય મર્યાદા વગર કરમુક્ત રહેશે.

યુનિફોર્મ કંપની તરફથી આપવામાં ન આવ્યો હોય તો તેની ખરીદીનો ખર્ચ કરમુક્ત ગણાશે. આ ઉપરાંત યુનિફોર્મની જાળવણી માટેનું ભથ્થું પણ કંપની દ્વારા આપવામાં આવે છે. આ યુનિફોર્મ એલાઉન્સ કોઇપણ નાણાંકીય મર્યાદા વગર કરમુક્ત રહેશે. કલમ 10(14) હેઠળ શૈક્ષણિક કે વ્યવસાયિક સંશોધન માટે કરેલ ખર્ચમાં જ કરમુક્ત મળે છે. આ ભથ્થું એ કર્મચારીઓને જ મળે જે આ પ્રકારના ઉદ્યોગ સાથે સંકળાયેલ હોય.

મેડિકલ એલાઉન્સને કરમુક્ત ગણવાની કોઇ જોગવાઇ નથી. આવકવેરા કાયદાની કલમ 17 હેઠળ કર્મચારી કે કુંટુંબીજનોના દવાના ખર્ચ કરમુક્ત ગણાશે. કલમ 17 હેઠળ આ મેડિકલ રિએમ્બર્સમેન્ટ 15 હજાર રૂપિયાની મર્યાદામાં કરમુક્ત રહેશે. તેથી જો માલિક મેડિકલ એલાઉન્સ આપતાં હોય તો તેમને મેડિકલ રિએમ્બર્સમેન્ટ આપવા માટે અરજી કરવી જોઇએ.

સવાલ: પગારની આવક સાથે ખેતીની પણ આવક છે તો મારી ખેતીની આવક ઉપર આવકવેરો કેવી રીતે લાગે?

જવાબ: કનુભાઈ પટેલને સલાહ છે કે ખેતીની આવક કરમુક્ત છે પરંતુ તે તમારી ગ્રોસ આવક સાથે આવકવેરા દર નક્કી કરવા લક્ષમાં લેવાશે. ધારો કે તમારી પગારની આવક 5 લાખ છે અને ખેતીની આવક 3 લાખ રૂપિયા છે. તો તમારે ખેતીની આવક 3 લાખ રૂપિયા પર ટેક્સ ભરવાનો નથી. પરંતુ તમારી પગારની 5 લાખ રૂપિયાની આવક ઉપર કરનો દર નક્કી કરવા ખેતીની આવક લક્ષમાં લેવાશે.

સવાલ: કલમ 44ADA હેઠળ વ્યવસાયિકોના કેસમાં 50 ટકા અંદાજિત આવકની યોજના છે તે અંગે મને મૂંઝવણ એ છે કે 50 ટકાનો ખર્ચ બતાવવો જરૂરી છે?

જવાબ: રાજેશ દવેને સલાહ છે કે કલમ 44ADA હેઠળ 50 લાખની અંદર કુલ આવક હોય તો તેમાં 50 ટકા કે તેથી વધુ ચોખ્ખો નફો દર્શાવવામાં આવે તો કેટલાંક લાભ 44ADAના મળશે. જેમ કે ટેક્સ ઓડિટ કે ચોપડાં મેઇન્ટેઇન કરવાની જવાબદારી રહેશે નહીં.
 
સવાલ: 2016-17માં માર્ચ મહિનામાં 60 વર્ષ પૂર્ણ કર્યા છે તો મને સિનિયર સિટિઝનની કરમુક્તિનો લાભ મળે ખરો?

જવાબ: શંકર પટેલને સલાહ છે કે આવકવેરા કાયદા અનુસાર કોઇપણ નાણાંકીય વર્ષમાં દરમિયાન કરદાતાં સિનિયર સિટિઝન હોવ તો આખા વર્ષ માટે સિનિયર સિટિઝન તરીકેના લાભ મળશે. જે વર્ષમાં 60 પૂરાં થતાં હોવ ત્યાં સિનિયર સિટિઝનના વિશિષ્ટ લાભ મળી શકશે.