ટેક્સ પ્લાનિંગ: દર્શકોનાં સવાલ-મૂકેશભાઈની સલાહ

આગળ ટેક્સ વિષસ જાણકારી લઇએ ટેક્સ પ્લાનિંગના મુકેશ પટેલ પાસેથી.
ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 17:14  |  સ્ત્રોત : CNBC-Bajar

આગળ ટેક્સ વિષસ જાણકારી લઇએ ટેક્સ પ્લાનિંગના મુકેશ પટેલ પાસેથી.


સવાલ-
જૂન 1993માં એક ફ્લેટ ખરીદ્યો હતો જેમાં બે વખત રિનોવેશનનો ખર્ચ કર્યો છે અને જૂન 2019માં તેનું 22 લાખમાં વેચાણ કર્યું છે તો તેમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેટલો લાગે?


જવાબ-
1 એપ્રિલ 2001 પહેલાંની લાંબાગાળાની મૂડીરૂપી મિલકત વેલ્યુ ગણવાની રહેશે. જે 1 એપ્રિલ 2001ની બજાર વેલ્યુ ગણાશે. તેના માટે રજિસ્ટર્ડ વેલ્યુઅર પાસે તેનો વેલ્યુએશન રિપોર્ટ લેવાનો રહેશે. ત્યારબાદ આ વેલ્યુ ઉપર ઇન્ડેક્સેશનની ગણતરી કરવામાં આવશે. તમે જે કોસ્ટ ઓફ ઇમ્પ્રુવેશન છે તે પણ ઇન્ડેક્સેશનન પાત્ર છે.


તેથી આપે જે બે વખત રિનોવેશન કર્યું છે તેના ઇન્ડેક્સેશનની ગણતરી કરવાની રહેશે. હવે ત્યારબાદ જે રકમ રહેશે તેના ઉપર ટેક્સ ભરવાનો થાય છે. જો આ ટેક્સ ન ભરવો હોય તો આપનો કરપાત્ર નફો 6 મહિનામાં કેપિટલ ગેઇન બોન્ડમાં રોકાણ કરવાના રહે. આ નિયત કેપિટલ ગેઇન બોન્ડ્સમાં રોકાણ કરવામાં આવશે તો તેના ઉપર ટેક્સ નહીં લાગે.


સવાલ-
મારી બિઝનેસ ઇન્કમ 3 લાખ છે અને વ્યાજની આવક 60 હજાર છે તો તેના ઉપર TDS ન કપાય તેવી શક્યતાં ખરી?


જવાબ-
ફોર્મ 15G અનુસાર વ્યાજની આવક કરમુક્તિ મર્યાદાથી વધવી જોઇએ નહીં. તમારા કેસમાં રિબેટના આધારે શૂન્ય ટેક્સ ભરવાને પાત્ર રહે છે, પરંતુ તેમાં TDS તો થશે. પરંતુ TDSનું ત્યારબાદ તેનું રિફંડ લેવાનું રહેશે. સિનિયર સિટીઝનના કેસમાં કુલ કરપાત્ર આવક ઉપર ટેક્સ ભરવાનો થાય છે કે નહીં તે ચેક કરવાનું હોય છે. ફોર્મ 15G હોય તો TDS તો થવા દેવો પડે પરંતુ ત્યારબાદ તેનું રિફંડ લઇ શકો છો. જો સિનિયર સિટીઝન છો તો ફોર્મ 15H ભરવાનું રહે છે.


સવાલ-
મારા પિતા HUFના કર્તા હતા અને તેમના અવસાન બાદ મારા ભાઇ HUFના કર્તા બનાવ્યા છે તો મારા પિતા LICનું પ્રિમિયમ ભરતાં હતા તો હવે મારા ભાઇ HUFનું પ્રિમિયમ ભરે તો કલમ 80Cની કપાતનો લાભ મળે?


જવાબ-
તમારું જે HUF ચાલુ રહે છે તે આપના પિતાનું છે તેમાં આપના ભાઇ હવે કર્તા છે. HUF દ્વારા પ્રિમિયમ ભરવામાં આવતું હોય તો તેના કોઇપણ સભ્યનું પ્રિમિયમ ભરી શકે છે. પરિણામે આપના ભાઇ જો પ્રિમિયમ ભરે તો તેના ઉપર કપાત મળી શકશે. તમારા પિતાના HUFમાં આપના પત્ની અને બાળકના પ્રિમિયમની કપાત મળશે નહીં. તમારા પત્ની અને બાળક આપના HUFના સભ્ય છે તેથી તેના ઉપર કપાત નહીં મળે. તમારા પિતાનું HUF અલગ, તમારા ભાઇનું અલગ HUF અને એક આપનું HUF.


સવાલ-
હું નિવૃત્ત થવાનો છું અને મને જે વળતર અને કોમ્યુટેશન મળવાનું છે તેના ઉપર કરપાત્રતા શું રહેશે?


જવાબ-
પ્રોવિડન્ટ ફંડની રકમ કોઇપણ મર્યાદા વગર કરમુક્ત રહેશે. ગ્રેચ્યુઇટીની ફોર્મ્યુલાના નિયમ હેઠળ `20 લાખની મર્યાદામાં કરમુક્ત રહેશે. પેન્શનનું કોમ્યુટેશન આવકવેરા કાયદાની કલમ 10 હેઠળ કરમુક્તિ રહેશે. ત્યારબાદ જે પેન્શનની રકમ મળશે તેના ઉપર સ્ટાન્ડર્ડ ડિડ્કશન બાદની રકમ આવક ગણાશે. આ આવક ઉપર જો કરપાત્રતાં રહેતી હોય તો તેના ઉપર આપને ટેક્સ ભરવાનો રહેશે.


સવાલ-
સરકારી નોકરીમાં નિવૃત્ત થયા બાદ હું અમદાવાદનું મકાન મારા પુત્રને જ વેચવા માગું છું પરંતુ બેન્ક લોન મળવામાં મુશ્કેલી છે તો હું મિત્ર પાસેથી લોન લઉં તો તેના ઉપર કર કપાતનો લાભ મળે.


જવાબ-
કલમ 24 હેઠળ એવી કોઇ શરત નથી કે નાણાંકીય સંસ્થા પાસેથી જ લોન લેવામાં આવે છે. તેથી આપના મિત્ર પાસેથી લોન લઇને આપનો પુત્ર મકાન ખરીદી શકે છે. આ પ્રકારની લોન ઉપર વ્યાજ અને મુદ્દલની ચૂકવણી ઉપર કર કપાત મળશે. તેથી આપના આયોજનમાં આપ આગળ વધી શકો છો.


સવાલ-
હું કોર્પોરેશનમાં નોકરી કરું છું 2012માં ટેક્સ ન ભર્યાની ડિમાન્ડ નોટિસ આવી છે જ્યારે TDS થયું છે તો તેમાં મારે શું કરવું?


જવાબ-
આવકવેરા કાયદાની કલમ 205 અનુસાર TDSની કપાત થઇ હોય છે. પરંતુ TDSની કપાત થયા બાદ ટેક્સ જમા થયો નથી કે ખોટી રીતે જમા થયો છે. જો તમે આવકવેરા વિભાગને દર્શાવી શકો કે TDSની ખરેખર કપાત થઇ છે. તો જ્યા સુધી તેનો ઉકેલ ન આવે ત્યાં સુધી કોઇપણ રિકવરી ન થાય તેવી જોગવાઇ છે. આપ કલમ 205નો ઉલ્લેખ કરીને ફોર્મ 16ની વિગતો આપી શકો છો.


સવાલ-
1 લાખ NPS અને 1 લાખ PPFમાં રોકાણ કરું તો રૂપિયા 2 લાખની કપાત મળે?


જવાબ-
ચોક્કસ તમે આ પ્રકારે કરવેરા આયોજન કરી શકો છો. માત્ર NPSમાં 2 લાખનું રોકાણ કરો તો પણ તે માન્ય રહેશે. જો 50 હજાર PPFમાં અને 1.5 લાખ NPSમાં રોકાણ કરો તો તે પણ માન્ય રહેશે.


સવાલ-
મારી પાસે કેલિકો મિલ શેર 1980થી ધારણ કરું છું અને કંપની ડિલિસ્ટ થઇ છે હવે તે કેસનો નિકાલ આવી રહ્યો છે તો તેમાં જે રકમ મળે છે તેને કેવી રીતે ગણવાની રહેશે


જવાબ-
લિક્વિડેટરના ઠરાવ પ્રમાણે તેમાં ચૂકવણી કરવામાં આવશે. રિડમ્પ્શન તરીકે ગણતાં હોય તો તેને લોંગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ગણવામાં આવશે. જો રિઝર્વમાંથી વહેંચણી કરે તો તેને ડિવિડન્ડ તરીકે ગણવામાં આવશે. જ્યારે કંપની દ્વારા આપને ચૂકવણી કયા પ્રકારે થાય છે તેના આધારે કરવેરાની ગણતરી કરાશે. તેથી તમારી દીકરીઓની આવક ઉપર પણ તમારે કોઇ રિટર્ન ભરવાનું રહેતું નથી.


સવાલ-
મારી 35 એકર જમીન છે મારે ખેતીની આવક જ છે તો તેના ઉપર ટેક્સ ભરવાનો રહે?


જવાબ-
જો ફક્ત ખેતીની આવક હોય તો તેના ઉપર કોઇ ટેક્સ ભરવાનો રહેશે નહીં


સાવલ-
મારો પુત્ર અને દીકરી ઓસ્ટ્રેલિયા સ્થાયી છે અને તેમના સ્થળાંતર પહેલાંના પીપીએફ એકાઉન્ટ છે અને મારી દીકરીનું સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકું કે નહીં?


જવાબ-
તમારા જૂના ખાતા મેચ્યોર ન થાય ત્યાં સુધી ચાલુ રાખી શકશો. નોન રેસિડેન્ટના કેસમાં નવું PPFનું ખાતુ ખોલાવી શકાતું નથી. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ PPFની સમાન જ નિયમ છે. ભારતમાં પાછા સ્થાયી થવા આવે ત્યારે તે ભારતના રહીશ થશે તેથી PPF ખાતુ ખોલાવી શકાશે. જો ભારતના રેસિડેન્ટ છો તો તમે સુકન્યા સમૃદ્ધિ યોજના અને PPF બંને ખાતા ખોલી શકો છો.