ટેક્સ પ્લાનિંગ: દર્શકોનાં સવાલ- મૂકેશભાઇની સલાહ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 17:25  |  સ્ત્રોત : CNBC-Bajar

RNORની સમજણ આપવા વિનંતી તેમજ કોઇ NRI અથવા RNOR સ્ટેટ્સ ધરાવતાં હોય તો એ બંને કિસ્સામાં ગ્લોબલ ઇન્કમ ટેક્સની શું જોગવાઇ રહેશે.


આવકવેરા કાયદા હેઠળ રહીશ તેમજ સામાન્ય રહીશ. બિન સામાન્ય રહીશ અને બિન રહીશ આ ત્રણ સ્ટેટ્સ ગણવામાં આવે છે. જો તમે રહીશ અને સામાન્ય રહીશ છો તો તમારી દુનિયાભરની આવક ભારતમાં કરપાત્ર છે. RNORના કિસ્સામાં રહીશ છો કે સામાન્ય રહીશ છો તો જ કરપાત્રતાં અમલી થશે. તમારા સંબંધિત આકારણી વર્ષ અગાઉના 10 વર્ષથી 9 વર્ષ સુધી બિનરહીશ છે.


તમારા સંબંધિત આકારણી વર્ષ અગાઉના 7 નાણાંકીય વર્ષમાંથી કુલ ભારતમાં 729 દિવસથી ઓછો સમય રહ્યા હોવ છે. જો આ બેમાંથી કોઇ એકપણ શર્ત પૂરી કરતાં હોવ તો તમે RNOR ગણાવ છે. RNORના સ્ટેટ્સમાં ભારત બહારની આવક તો જ ભારતમાં કરપાત્ર બને જેનું ઘંધાનું સંચાલન ભારતમાંથી થયું હોય છે. પરદેશમાં ઉદ્દભવતી ડિવિડન્ડ કે વ્યાજ જેવી આવક ભારતમાં કરપાત્ર રહેશે નહીં.


સવાલ-
મારી દિકરીના લગ્ન 2014માં થયા છે અને મારા જમાઇ લંડનમાં બે વર્ષ પહેલાં સિટિઝનશિપ મળી છે તો મારી દિકરી સ્પાઉસ વિઝા ઉપર ત્યાં છે તો તેને 50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે આવકવેરાની શું જોગવાઇ રહે?


જવાબ-


ભારતના કોઇપણ રહીશને લિબ્રલાઇઝ્ડ રેમિટેન્સ સ્કીમ અનુસાર 2.5 લાખ ડૉલર વાર્ષિક વિદેશમાં મોકલી શકે છે. પરિણામે 2.5 લાખ ડૉલરના સમકક્ષ લંડનમાં યુરો કે પાઉન્ડ મોકલી શકશો. યુકેમાં બક્ષિસ સ્વીકારવા ઉપર ટેક્સ નથી તેથી આપની દિકરીને કોઇ ટેક્સ લાગશે નહીં. ભારતમાં બક્ષિસ આપવા પર કોઇ ટેક્સ નથી તેથી આપને પણ કોઇ ટેક્સ લાગશે નહીં.


સવાલ-
હું મેડિકલ પ્રેક્ટિશનર તરીકે 44એડીએ હેઠળ 3 વર્ષથી રિટર્ન ફાઇલ કરું છું આ વર્ષે બીજી બિઝનેસ ઇન્કમ પણ ઉમેરાશે જે 50 લાખ કરતાં વધુ હશે તો ઓડિટ ફરજિયાત થશે?


જવાબ-


44એડીએની જોગવાઇ અનુસાર કુલ ગ્રોસ રિસિટ્સ 50 લાખની મર્યાદામાં હોવી જોઇએ. પ્રોફેશ્નલ આવક 50 લાખ રૂપિયાથી આવક ઓછી છે પરંતુ તેમાં બીજી બિઝનેસ ઇન્કમ ઉમેરાય છે. જ્યારે આવકવેરા વિભાગ તરફથી એવો પ્રશ્ન આવી શકે કે તેમની ગ્રોસ રિસિટ્સ 50 લાખથી વધી જાય છે. પરિણામે આપને સલાહ રહેશે કે આપ ઓડિટ સાથેનું જ રિટર્ન ભરો એ સલાહભર્યું રહેશે.


સવાલ-
હું ભારતીય રહીશ છું પરંતુ હું ભારતની બહાર 150 દિવસથી વધુ ટ્રાવેલ કરું છું તો મને ઇન્કમટેક્સ ભરવાની જરૂર રહે?


જવાબ-


રહીશ માટેની શર્ત માટે 182 દિવસ બેન્ચમાર્ક છે. જો ભારતમાં 182 દિવસથી વધુ રહ્યા હોવ તો જ તમે રહીશ ગણાવ છે. બીજો નિયમ એ છે કે પરદેશમાં ફેમાના નિયમના આધારે સ્થાયી થયા હોવ છે. તેમજ અગાઉના 4 વર્ષમાં 365 દિવસથી વધુ તમે ભારતમાં રહ્યા હોવ તો પણ તમે રહીશ ગણાવ છે. તેથી આપને બિનરહીશ હોવાનો લાભ મળી શકશે નહીં.


સવાલ-
મારો પુત્ર યુએસમાં છે તેની એનઆરઆઇ થયા પહેલાંની વ્યાજની આવક 25 હજાર રૂપિયા છે જે કરમુક્તિ મર્યાદા અંદર તો તેના પીપીએફની આવક કરપાત્ર રહેશે કે નહીં?


જવાબ-


ભારતમાં વ્યાજની કરપાત્ર આવક માત્ર 25 હજાર રૂપિયા છે જ્યારે પીપીએફનું વ્યાજ તેમને કરમુક્ત છે. પરંતુ આપના પુત્રને યુએસના રહીશ છે તો તેમને પીપીએફના વ્યાજ ઉપર યુએસમાં કરમુક્ત નથી. પરિણામે તેમણે પીપીએફના વ્યાજની આવક અને અન્ય વ્યાજની આવક પણ તેમણે અમેરિકામાં દર્શાવવી પડશે.


સવાલ-
મારા ફોઇ યુએસએમાં રહે છે તો તેમના તરફથી બક્ષિસ મળે તો તેના ઉપર કોઇ કરવેરાની જોગવાઇ ખરી?


જવાબ-


તમારા સગાં ફોઇ નિયત સગાંઓની યાદીમાં સમાવિષ્ટ છે. તેથી નિયત સગાંઓ તરફથી મળતી બક્ષિસ કોઇપણ મર્યાદા વગર ભારતમાં કરમુક્ત છે. પરિણામે આપને બક્ષિસની રકમ કોઇપણ મર્યાદામાં કરમુક્ત રહેશે. પરંતુ અમેરિકામાં આ અંગેની મર્યાદા 14 હજાર ડૉલર છે તેથી તેમને ત્યાં ધ્યાન રાખવાનું રહેશે. પરિણામે બક્ષિસની રકમનો નિર્ણય તેમને અમેરિકાના ટેક્સના નિયમને ધ્યાનમાં રાખીને કરવો જોઇએ.


સવાલ-
જો પિતા ડ્યુઅલ રેસિડેન્ડસી ધરાવતાં હોય પરંતુ પુત્ર યુએસએનો રહીશ હોય તો તે ભારતમાં મિલક્ત ખરીદી શકશે?


જવાબ-


કોઇપણ એનઆરઆઇ ભારતીય મૂળના હોય તે પીઆઇઓ ગણાય છે. પરિણામે આપના કેસમાં આપનો પુત્ર પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજીન ગણાય છે. તેથી આપનો પુત્ર ખેતીની જમીન સિવાય કોઇપણ સ્થાવર કે જંગમ મિલકતની ખરીદી કરી શકે છે. પરંતુ ખેતીની જમીન જો ભારતીય પાસપોર્ટ હોય તેમછતાં એનઆરઆઇ હશે તો ખરીદી શકશે નહીં.