ટેક્સ પ્લાનિંગ: દર્શકોનાં સવાલ-મૂકેશભાઈની સલાહ

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 19:34  |  સ્ત્રોત : CNBC-Bajar

બક્ષિસ કે વસિયત હેઠળ મિલકત મળી હોય તો તેની કોઇ ખરીદકિંમત હોય નહીં તો સંપૂર્ણ રકમ કરપાત્ર મૂડીનફો ગણાય આ જ મુદ્દે આપણા એક દર્શકનો પ્રશ્ન છે તે પણ સાથે જોઇ લઇએ.

સવાલ: મારા માતાના વડીલોપાર્જિત જમીન હતી તે એન.એ કરાવી છે તો તેના ઉપર કેપિટલ ગેઇન કેવી રીતે ગણાશે અને તેની વેલ્યુએશન કેવી રીતે થશે?

જવાબ:  ધવલભાઈને સલાહ છે કે ખેતીની જમીન બિનખેતી કરીને વેચી છે. પરિણામે ખેતીની જમીન વેચીને ખેતીની જમીન ખરીદી થકી કર કપાતનો લાભ નહીં મળે. તમને વારસામાં મળેલી ખેતીની જમીનની ખરીદકિંમત નથી. પરંતુ તેની ખરીદકિંમત તમારા માતાની ધારણ કરવાની કિંમત હતી તે જ ગણાશે. 1 એપ્રિલ 2001 પહેલાંની મિલક્ત હોય તો તેમાં તત્કાલીન વાસ્તિવક બજાર મૂલ્ય માન્ય ગણાશે. અર્થાત 1 એપ્રિલ 2001નું બજાર મૂલ્ય તમારી ખરીદ કિંમત ગણાશે. તેથી ઇન્ડેક્સેશનની ગણતરી માટે તમારે એપ્રિલ 2001ની તારીખ ધ્યાનમાં લેવાની રહેશે.

સવાલ: મેં ગાંધીનગરમાં 14 લાખમાં ફ્લેટ બુક કરાવ્યો અને 2013માં દસ્તાવેજ અને પઝેશન મળ્યું છે તો તે આ મિલક્ત 2019માં વેચી તો તેમાં ઇન્ડેક્સેશનની ગણતરી કરવી અને ટેક્સ કેટલાં સમયમાં જમા કરાવવો પડશે?

જવાબ: ભગવાન ચૌધરીને સલાહ છે કે તમે જે વેચાણ કરો છો તે રહેણાંક મકાનનું છે. તમે 2009માં બુકિંગ કરાવ્યુ પણ દસ્તાવેજ અને પઝેશન 2013માં મળ્યું છે. પરિણામે જ્યારે પઝેશન અને દસ્તાવેજ મેળવ્યો ત્યારથી તેના માલિક ગણાવ. તેથી ઇન્ડેક્સેશન ગણતરી માટે 2013નું વર્ષ લક્ષમાં રાખવાનું રહેશે. જૂન 2019માં મિલકતનું વેચાણ કર્યુ છે તે તમારે 15 સપ્ટેમ્બર 15 ડિસેમ્બર અને 15 માર્ચ 2020 સુધીમાં ટેક્સની ભરપાઇ કરવી જોઇએ. જો સંપૂર્ણ કરમુક્તિનો લાભ લેવો હોય તો કેપિટલ ગેઇન બોન્ડમાં રોકાણ કરી શકો છો. કલમ 54ઇસી હેઠળ આપને સંપૂર્ણ કરમુક્તિનો લાભ મળી શકે છે.

સવાલ: ખેતીની જમીનનું વેચાણ કર્યુ છે તો તેના ઉપર ટેક્સેશનની ગણતરી કેવી રીતે કરવી?

જવાબ: આનંદ કુમારને સલાહ છે કે ગામની વસ્તી 10 હજારથી ઓછી હોય. જમીનના 2 કિલોમીટરની અંદર 10 હજારથી 1 લાખની વસ્તી ન હોય તો આપને ગ્રામ્ય વિસ્તારની જમીન તરીકેનો લાભ મળશે. જમીનના 6 કિલોમીટરની અંદર 1 લાખથી 10 લાખ સુધીની વસ્તીનું ગામ કે શહેર  ન હોય તો જમીનના 8 કિલોમીટરની અંદર 10 લાખથી વધુ વસ્તીનું ગામ કે શહેર ન હોય. આ મર્યાદાઓને ધ્યાનમાં રાખવાની છે. પણ તમારા કિસ્સામાં શહેરની નજીકની જમીન છે. શહેરી વિસ્તારની ખેતીની જમીનના સંદર્ભમાં જે મૂડીનફો થયો છે. આ મૂડીનફો તમે અન્ય ખેતીની જમીનની ખરીદી માટે વાપરશો તો તેના ઉપર કોઇ ટેક્સ લાગશે નહીં.
 
સવાલ: જો કોઇ પ્રાઇવેટ પાર્ટીને લોન આપી હોય તો તેના ઉપર ટીડીએસ ફરજિયાત ગણાય?

જવાબ: તુષારભાઇને સલાહ છે કે પ્રાઇવેટ પાર્ટીને લોન આપી છે પરંતુ તે તેના ઉપર આપને વ્યાજ ચૂકવે છે. પરંતુ તમારે અન્ય કોઇ કરપાત્ર આવક નથી. તેથી ફોર્મ 15જી અંતર્ગત ટીડીએસની કપાતમાંથી મુક્તિ મેળવી શકશો. જો કોઇ સિનિયર સિટીઝનના નામે હોય તો 15એચનું ફોર્મ રજૂ કરવાનું રહેશે.

સવાલ: કો.ઓ.ક્રેડીટ & થિફટ સોસાયટી લી.એ પાન નં. ફેબ્રુઆરી-૨૦૧૯ પહેલા લીધેલ છે અને દર વર્ષે ફકત ધિરાણના વ્યાજની આવકમાંથી ₹-૧૫૦૦૦/- ની અંદર ચોખ્ખો નફો કરે છે તો શું રીટર્ન ભરવુ જરૂરી છે? કોઈ ટેક્ષ કપાત થયેલ નથી.બીજી કોઈ આવક નથી. અને સોસાયટી માટે નફાની આવક ઉપર ટેક્ષ કપાતના લાભની મર્યાદા કેટલી છે?

જવાબ: નરોત્તમભાઇ સલાહ છે કે કો.ઓ. ક્રેડિટ સોસાયટીને કોઇ પ્રાથમિક કરમુક્તિ મર્યાદા રાખવામાં આવી નથી. પરંતુ આવકવેરા કાયદાની કલમ 80પી હેઠળ વિશેષ કપાતનો લાભ આપવામાં આવ્યો છે. કન્ઝ્યુમર ક્રેડિટ સોસાયટીને 1 લાખ રૂપિયા સુધીનો લાભ મળે છે. આપના કેસમાં 50 હજારની અંદરની રકમ ઉપર કરમુક્તિ મળી શકે છે. પરિણામે આપની ક્રેડિટ સોસાયટી આવક 15 હજાર રૂપિયા જ છે તો આપને કર ભરવાની જરૂર રહેશે નહીં.