ટેક્સ પ્લાનિંગ: નોટબંધી બાદ અર્થતંત્રમાં ફાયદા

ના રોજ પ્રકાશિત Fri, 10, 2017 પર 17:45  |  સ્ત્રોત : CNBC-Bajar

નોટબંધી બાદના એક વર્ષનું સરવૈયું શું કાઢશો. નોટબંધીને સર્વાંગ રીતે જોવાની જરૂરીયાત છે. નોટબંધીનો સંપૂર્ણપણે ઉદ્દેશ્ય સિદ્ધ ન થયો હોય પરંતુ અસફળ નથી રહી છે. નોટબંધી બાદ ફેક કરન્સી સિસ્ટમમાંથી દૂર થઇ છે. આતંકવાદ ઉપર બ્લેક મનીનો ઉપયોગ થતો હતો તે અટક્યો છે. રૂપિયા 77.70 લાખ કરોડ રૂપિયાની કરન્સી સર્ક્યુલેશનમાં હતી. જેમાંથી 86 ટકા 500 અને 1000ની નોટ હતી. 15.44 લાખ કરોડની 500 અને 1000ની નોટ હતી.


એક અંદાજ હતો કે આમાંથી બ્લેકમની બેન્કમાં જમા થશે નહીં. પરંતુ 99 ટકા રકમ યેનકેન પ્રકારણે બેન્કમાં જમા થઇ ગયા છે. બેન્કમાં રૂપિયા જમા થવાથી રકમ બ્લેકમાંથી વ્હાઇટ નથી થતી છે. સરકારનું ઓપરેશન ક્લીન મની હેઠળ સરકાર ગેરકાયદે રકમોને પકડી રહી છે. શેલ કંપનીઓના ઓપરેશન્સ ચાલી રહ્યા છે. નોટબંધીના સંદર્ભમાં દેશના અર્થતંત્રના ફાયદા શું જુવો છો. વલ્ગર રીતે નાણાંનો રોકડમાં ઉપયોગ થતો હતો તેને અસર જરૂર પહોંચી છે.


બેન્કમાં જે રકમ જમા થયા તે વર્ષો સુધી ક્યારેય સિસ્ટમમાં આવ્યા જ નહોતા. આવી રકમ પેરેલલ ઇકોનોમીમાં જ ફરી રહ્યા હતા. બેન્કમાં આ રકમ આવતાં મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટમાં આવવા લાગ્યા છે. ડિરેક્ટ ટેક્સ કલેક્શનના આંકડા અર્થતંત્રના ફાયદા દર્શાવી રહ્યા છે. નોટબંધીના કેટલાંક હળવા પાસાઓ શું રહ્યા છે. નોટબંધી બાદ ભારતમાં ઘરે ઘરે સ્વીસ બેન્ક એકાઉન્ટ છે. નોટબંધી બાદ ગૃહિણીઓ પાસેથી ડિસ્ક્લોઝર આવવાના શરૂ થયા હતા.


અર્થતંત્ર માટે રચનાત્મક પગલું રહ્યું છે. સરકારે 2.5 લાખ રૂપિયા સુધીના નાણાં જમા કરાવનારને કોઇ મુશ્કેલી નથી થઇ. સાપ્તાહિક 24 હજાર રૂપિયા જ મળતાં હતા ત્યારે સમજાયું કે 24 હજાર રૂપિયામાં પણ નિર્વાહ સરળ છે. નોટબંધી બાદ આવકવેરામાં જે સુધારા આવ્યા તે શું રહ્યા છે. સૌપ્રથમ સરકારનું ફોકસ લેસ કેશ ઇકોનોમી ઉપર રહ્યું છે. સરકારે આવકવેરા કાયદાની કલમ 40એ પેટાકલમ 3માં સુધારા કર્યા છે. જે મુજબ મહેસૂલી ખર્ચ ધંધામાં એક દિવસમાં 20 હજારની મર્યાદા હતી.


આ મર્યાદા ઘટાડીને 10 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે. મૂડીરૂપી ખર્ચમાં ઘસારાનો લાભ મળે છે તેમાં પણ નિયંત્રણ લાવ્યા છે. 25 હજારનો ફોન રોકડેથી ધંધા માટે ખરીદ્યો છે તો તેના ઉપર ઘસારો બાદ નહીં મળે છે. 10 હજારથી વધુની રકમની રોકડે ખરીદી થશે તો તે ધંધાકીય ખર્ચમાં બાદ નહીં મળે છે. થોડાં દિવસ પહેલાં જ સીબીડીટીનો મહત્ત્વનો પરિપત્ર આવ્યો છે તે શું છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને એક મૂંઝવણ હતી. ખેડૂત પાસેથી ખરીદી કરનાર વેપારીઓને 10 હજારથી વધુની રકમમાં રોકડ ખરીદી કરતાં નહોતા.


તેથી સીબીડીટીએ આ અંગેની મહત્ત્વની સ્પષ્ટતાં કરી છે. ખેતપેદાશોના વેચાણના સંદર્ભમાં ખરીદી કરનારને 10 હજારનું નિયંત્રણ લાગુ પડશે. તેમના માટેની મર્યાદા 2 લાખ રૂપિયાની રહેશે. 2 લાખ રૂપિયા સુધીની ખેતપેદાશો માટેની રોકડ ચૂકવણી કે સ્વીકારવા ઉપર નિયંત્રણ રહેશે નહીં. 2 લાખથી વધારે રોકડ સ્વીકારવા સંબંધી જે વિશેષ જોગવાઇ કરવામાં આવી તે અંગે સમજ આપશો. રોકડ વપરાશના કારણે જ બ્લેકમની જનરેટ થઇ રહ્યા હતા. આવકવેરા કાયદાની કલમ 269ST અનુસાર 2 લાખથી વધુની રકમ સ્વીકારનારને 100 ટકાનો દંડ થશે. પ્રોપર્ટીના સંદર્ભમાં કલમ 269SS અનુસાર માત્ર 20 હજાર રૂપિયાની લિમિટ લાગુ પડે છે.


ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે રાજકીય પક્ષો દ્વારા ઇલેકશન ફંડ રોકડમાં લેવાતાં હતા તે શું છે. રોકડના વ્યવહારો અહીંયા ખૂબ પ્રચલિત હતા. 13A હેઠળ રાજકીય પક્ષોને તેમની આવકની કરમુક્તિનો લાભ મળે છે. તેમાં અગાઉ મર્યાદા હતી 20 હજારથી વધુ રકમ રોકડમાં સ્વીકારી હશે તો કરમુક્તિનો લાભ મળશે. આ મર્યાદાને ઘટાડીને 2 હજાર રૂપિયા કરવામાં આવી છે. ધર્માદા સંસ્થાઓને અપાતાં દાનના સંદર્ભમાં 80Gનો લાભ મળે છે તેમાં પણ સુધારો થયો છે. 2 હજારથી વધુ રકમ રોકડમાં દાનમાં આપશે તો દાતાને કલમ 80G કપાતનો લાભ મળશે નહીં.