ટેક્સ પ્લાનિંગ: પગારદાર અને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ

ના રોજ પ્રકાશિત Sat, 24, 2018 પર 16:43  |  સ્ત્રોત : CNBC-Bajar

2004માં સ્ટાન્ડર્ડ ડિડક્શન બંધ કરવામાં આવ્યું હતું. 2018માં સ્ટાન્ડર્ડ ડિડક્શન ફરી ચાલુ કરવામાં આવ્યું. તમારો પગાર ગમે તેટલો હોય તમને ₹40,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે.

પગારદાર અને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ. ₹40,000 સાથે 2 મહત્વની કરમુક્તિનો લાભ ઝૂંટવી લેવાયો છે. ગત નાણાંકિય વર્ષ સુધી ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને મેડિકલ રિએમ્બર્સમેન્ટ કરમુક્ત ગણાતા હતાં. ચાલુ નાણાંકિય વર્ષથી 19,200નું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ તેમજ ₹15,000નું મેડિકલ રિએમ્બર્સ હવે કરમુક્ત ગણાશે નહિં. ₹34,200ની કપાત ઝૂંટવીને સામે નેટ ₹5800 સુધીનો ફાયદો કરદાતાઓને હવે મળશે. દિવ્યાંગોને વાર્ષિક ₹38,400ની ટ્રાન્સપોર્ટ એલાઉન્સની કપાત ચાલુ રાખવામાં આવી છે.

પગારદાર કરદાતાઓને મળતા ભથ્થા અને સવલતો
કલમ 10 (13A) હેઠળ HRAનું સ્પેશ્યલ એલાઉન્સ મળે છે. 10 (5A) હેઠળ લીવ ટ્રાવેલ એલાઉન્સ અને એથી વિષેશ 10(14) હેઠળ નિર્દિષ્ઠ ભથ્થાઓને કરમુક્તિનો લાભ આપવામાં આવ્યો છે. 10(14) હેઠળ કન્વેયન્સ એલાઉન્સ મળે છે જેની કોઈ નાણાંકિય મર્યાદા નથી. યુનિફોર્મ એલાઉન્સ પણ કરદાતાઓને કરમુક્ત મળે છે જેની કોઈ નાણાંકિય મર્યાદા નથી. બાળક દિઠ, મહિના દિઠ `100નું ચિલ્ડ્રન્સ એજ્યુકેશન એલાઉન્સ પણ આ કલમ હેઠળ કરમુક્ત ગણાય છે. તમારા માલિક તરફથી મળતી ફોન કે સેલફોનની સુવિધા તેમજ ડેટાપ્લાનની ચૂકવણીનો લાભ પણ ચાલુ રહે છે. ફૂડ કુપન્સની સુવિધા તેમજ ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ પણ કરમુક્ત છે. માલિક તરફથી મળતા નિયત હોસ્પિટલ ખર્ચનું રિએમ્બેર્સમેન્ટ કલમ 17 હેઠળ નિર્દિષ્ઠ તબીબી સુવિધામાં ગણના પામે છે અને સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવે છે.

સવાલ: શું હું એનપીએસમાં રોકાણ કરી શકું? હું હાઈ ટેક્સ બ્રેકેટમાં આવું છું.

જવાબ: અમિતભાઈને સલાહ છે કે આવકવેરાના કાયદાની કલમ 80Cમાં ₹1.5 લાખના નિયત રોકાણમાં NPSનો સમાવેશ થાય છે, જો તે કલમ ઉપરાંત તમે એનપીએસમાં રોકાણ કરો તો ₹50,000નો વધારાનો લાભ તમને કલમ 80CCD હેઠળ મળી શકે. આમ ટેક્સની બચતના 30% જેટલું રિટર્ન પહેલા વર્ષમાં તમને મળી શકે. એનપીએસમાં રોકાણ કરો તો જ્યાં સુધી નાણાં ન ઉપાડો અને તેમા જ નાણાં વધે તો કોઈ ટેક્સની લાયેબલિટી નથી, અને જો આપ ધંધાદારી કે વ્યવસાઈ હો તો પણ ₹2 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.

સવાલ: મારા પુત્રો અમેરિકા રહે છે તે એનઆરઆઈ છે, તેના દ્વારા મોકલેલા નાણાંનું કેવી રીતે રોકાણ કરી શકાય?

જવાબ: સુનિલભાઈને સલાહ છે કે તમારા બાળકો તમને બક્ષિસ, લોન કે કોઈ નામ વગર નાણાં મોકલી શકે છે. જો તમારી કરપાત્ર આવક મોટી ન હોય તો તમારા કેસમાં રોકાણ કરી શકો છો. ₹6.5 લાખની આવકમાં ₹3 લાખ ઉપર કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી ₹1.5 લાખની કલમ 80Cની કપાત મળી શકે. ત્યારબાદ બચેલી રકમ પર 5%નો ટેક્સ ભરવાનો રહે. તમારા પુત્રોએ અમેરિકાના કાયદા હેઠળ આ રકમ બતાવવી રહે. જો તમારા પુત્રો આ આવક તેમની બતાવે તો અમેરિકાના કાયદા હેઠળ આ રકમ બતાવવી રહે.

સવાલ: મારો દિકરો હાલમાં ઓસ્ટ્રેલિયા ગયો છે, તો શું તેના અહિંના નાણાં અમે ઉપયોગમાં લઈ શકીએ?

જવાબ: પિયુશભાઈને સલાહ છે કે તમારો પુત્ર તમને આ નાણાં ગીફ્ટ તરીકે આપી શકે. તમારા પુત્રવધુ પણ તમને આ નાણાં ગીફ્ટ તરીકે આપી શકે છે. તમારા દિકરાનું ભારતનું ખાતુ જ તેનું NRO એકાઉન્ટ બની શકે છે.

સવાલ: મારી દિકરી યુએસએ ની રહેવાસી છે, અને જો તેના માટે ભારતમાં ઘર લેવા માટે શું જોગવાઈ અમલમાં આવી શકે?

જવાબ: વિષ્ણુભાઈને સલાહ છે કે ફેમાની જોગવાઈ પ્રમાણે તમારી દિકરી ભારતમાં રોકાણ કરી શકે છે. જો તમે તમારી દિકરીને ભારતમાં ઘર આપવા માંગતા હો તો પણ તે શક્ય છે.