ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે બક્ષિસ સંબંધિત આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 08, 2017 પર 17:56  |  સ્ત્રોત : CNBC-Bajar

બક્ષિસ સંબંધિત વાત કરવાના છીએ જેમાં તાજેતરમાં કેટલાંક સુધારા થયા છે. જેમાં પ્રથમ બક્ષિસને આવક ગણવાની જોગવાઇનો શું હેતુ છે. બક્ષિસવેરો 1998 બાદ નાબુદ કરાયો ત્યારબાદ બક્ષિસ ટેક્સ હેવન બની ચૂક્યું હતું. 2004થી સરકારે બક્ષિસવેરો નહીં પરંતુ નિયત પ્રકારની બક્ષિસને આવક તરીકે ગણવાની જોગવાઇ બનાવી છે.


બક્ષિસને અન્ય સ્ત્રોતની આવક ગણીને તેને 56(2) કલમ હેઠળ દાખલ કરવામાં આવી છે. જેમાં કોઇ વ્યક્તિ કે એચયુએફ દ્વારા બક્ષિસ સ્વીકારવામાં આવી તેની મર્યાદા નિયત કરવામાં આવી છે. નિયત મર્યાદાથી વધુ રકમની બક્ષિસને આવક તરીકે ગણવાની જોગવાઇ લાવવામાં આવી છે. કેટલી રકમની બક્ષિસને આવક ગણવામાં આવે છે.


25 હજાર રૂપિયા કે તેથી વધુ રકમ એક કે અન્ય વ્યક્તિઓ તરફથી મળે તેને આવક ગણાતી હતી. જ્યારે હાલની પ્રવર્તમાન જોગવાઇમાં 50 હજાર રૂપિયા નિયત મર્યાદા છે. આ 50 હજારની મર્યાદા સંપૂર્ણ નાણાંકીય વર્ષ દરમિયાન માટેની નિયત છે. અર્થાત એક કે વધુ વ્યક્તિઓ પાસેથી પણ સંપૂર્ણ વર્ષ દરમિયાન કુલ 50 હજાર રૂપિયા સુધીની મર્યાદામાં જ કરમુક્તિ મળશે.


બક્ષિસ માત્ર રોકડમાં હોય તો જ કરપાત્ર બને કે વસ્તુ સંબંધિત બક્ષિસ પણ કરપાત્ર છે. 2004થી બક્ષિસ મર્યાદા નિયત થઇ ત્યારે તો ફ્કત રોકડ સ્વરૂપી જ મર્યાદા હતી. પરંતુ વર્ષ 2009ના નાણાંકીય ધારા હેઠળ નિયત પ્રકારની વસ્તુઓને સંબંધિત બક્ષિસને પણ આવરી લેવામાં આવી છે.


જે મુજબ સ્થાવર મિલકત સહિત જંગમ મિલકતમાં શેર્સ, સિક્યોરિટીઝ, જવેરાત, કિંમતી વર્કસ ઓફ આર્ટ, પેઇન્ટિંગ અને બુલિયનને નિયત વસ્તુઓને બક્ષિસમાં સમાવિષ્ટ છે. 5 કે 10 લાખ રૂપિયા રોકડમાં બક્ષિસ મળે તો તે કરપાત્ર છે પરંતુ 20 લાખની કાર ગિફ્ટ કરે તો તેના ઉપર કરપાત્રતા નથી. 56(2)(vii) હેઠળ કોઇ વ્યક્તિ કે એચયુએફ દ્વારા જ બક્ષિસ સ્વીકારે તેને જ કરપાત્રતા હતી.


2017-18થી એમાં સુધારો કરવામાં આવ્યો છે કે કોઇપણ શખ્સને કોઇપણ શખ્સ પાસેથી રોકડ કે નિયત વસ્તુ સ્વરૂપી બક્ષિસ મળી હોય તો તેના ઉપર કરપાત્રતા રહેશે. આવકવેરા કાયદાની કલમ 56(2) પેટાકલમ (x) હેઠળ 50 હજારથી વધુ રકમ કે નિયત વસ્તુઓ મળશે તો તે કરપાત્ર રહેશે. બક્ષિસ કરપાત્રતાં સંબંધિત કેટલાંક અપવાદ છે તે કયા છે.


નિયત સગાંઓની યાદીમાં લોહીના સંબંધી અથવા નજીકના સગા દ્વારા આપવામાં બક્ષિસ કરમુક્ત છે. આ નિયત સગાઓની યાદી આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવી છે તેના અંગેની વિગતો ચકાસી લેવી જરૂરી છે. આ ઉપરાંત વીલ હેઠળ મળતી બક્ષિસ એ તમારા સગા નહીં હોય તો પણ તેના ઉપર કરપાત્રતા રહેશે નહીં.


આ ઉપરાંત લગ્નપ્રસંગે વસ્તુ સ્વરૂપી કે રોકડ સ્વરૂપે આપવામાં આવેલી બક્ષિસ 50 હજારથી વધુ રકમની હોય તો તેના ઉપર પણ કોઇપણ નાણાંકીય મર્યાદા વગર કરમુક્ત છે. કોઇ કારણસર પુનઃલગ્ન થતાં હોય તો પણ લગ્ન નિમિત્તની બક્ષિસ કરમુક્ત રહેશે. ધર્માદા ટ્રસ્ટ દ્વારા કોઇ રકમ નાણાંકીય સહાય તરીકે આપવામાં આવે છે તેને કરમુક્તિનો લાભ મળી રહેશે.


જ્યારે અમુક સંબંધો વચ્ચેની બક્ષિસ હોય તેવી બક્ષિસના સંદર્ભમાં આવકવેરાના કાયદાને ધ્યાનમાં રાખતાં શું ધ્યાનમાં રાખવુ જોઇએ છે. પતિ-પત્ની એકબીજાને બક્ષિસ આપે તેના ઉપર કોઇ કરવેરાની જોગવાઇ નથી. આવકવેરા કાયદા હેઠળ ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇ અનુસાર અન્ય વ્યક્તિની આવક તમારી આવકમાં ઉમેરાય શકે છે.


પતિ-પત્ની તેમજ પુત્રવધૂને આપવામાં આવતી બક્ષિસ આવકવેરો બચાવવાની ગણતરી હોઇ શકે છે તેથી ક્લબિંગની જોગવાઇ કરવામાં આવી છે. જો વ્યક્તિ કે સભ્યો દ્વારા HUFને આપવામાં આવતી બક્ષિસને ક્લબિંગ પ્રોવિઝન હેઠળ આવરી લીધી છે. જે મુજબ બક્ષિસ ઉપર કરપાત્રતાં નથી પરંતુ બક્ષિસ આપ્યા બાદ તેના થકી ઉભી થતી આવક ક્લબિંગ ઓફ ઇન્કમના આધારે કરપાત્ર રહેશે.


2017ના નાણાંકીય ધારા હેઠળ મહત્ત્વનો સુધારો પણ આવ્યો તે શું છે. જે સગાંની યાદીમાં આવે છે તેમનું કોઇ ટ્રસ્ટ ઉભું કરવામાં આવે તો તેના ઉપર વિવાદ સર્જાતા હતા. વિવાદ એ હતો કે આવા ટ્રસ્ટને અપાતી બક્ષિસ કરપાત્ર ગણાતી હતી. વર્ષ 2017-18ના નાણાંકીય વર્ષથી આ પ્રકારના ટ્રસ્ટને બક્ષિસ આપવામાં આવશે તે કરમુક્ત રહેશે.


ખાસ કરીને સ્થાવર મિલકતના જે વ્યવહારો થાય તેના સંદર્ભમાં માની લેવામાં આવતી બક્ષિસની જોગવાઇ છે તો એ શું છે. કોઇપણ સ્થાવર મિલક્તનું જંત્રી મૂલ્યથી ઓછી કિંમતે વેચાણ વ્યવહાર થાય તો તેના તફાવતની રકમને માની લેવામાં આવતાં કેપિટલ ગેઇન તરીકે ગણવામાં આવે છે. કલમ 50સી હેઠળ વેચનારે કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે છે.


જંત્રી મૂલ્યથી નીચેની કિંમતે ખરીદનારને 56(2) તફાવતની રકમ આવક તરીકે ગણવામાં આવશે. બક્ષિસના અપવાદના સંદર્ભમાં નિયત સગાઓને આપવામાં આવતી બક્ષિસના સંદર્ભમાં કોનો સમાવેશ છે અને કોનો સમાવેશ નથી. 56(2) હેઠળ સગાઓની નિયત યાદી આપવામાં આવી છે. સીધા લોહીના સગાઓનો સમાવેશ થાય છે જેમ કે માતા-પિતા તરફથી કે પુત્ર કે પુત્રી તરફથી માતા-પિતાને આપવામાં આવતી બક્ષિસ છે.


જ્યારે લગ્નસાથીના સંદર્ભમાં બંને પક્ષના ઘરના લોહીના સગાઓના સભ્યોનો તેમાં સમાવેશ થાય છે. લોહીના સગાંઓના કિસ્સામાં કેટલાંક રિવર્સ ગિફ્ટ કરપાત્ર છે જેમ કે કાકા-કાકી તરફથી ભત્રીજા કે ભત્રીજીને ગિફ્ટ આપવામાં આવે તે કરમુક્ત છે પરંતુ ભત્રીજા-ભત્રીજી તરફથી મળતી ભેટ કાકા-કાકી માટે કરપાત્ર છે.