ટેક્સ પ્લાનિંગ: ઓનલાઇન પેમેન્ટ પર કેશબેન્ક

ઓનલાઇન પેમેન્ટ પર મળતા કેશબેક પરના કરવેરાની જોગવાઇ શું રહે છે.
ના રોજ પ્રકાશિત Fri, 18, 2018 પર 17:37  |  સ્ત્રોત : CNBC-Bajar

ઓનલાઇન પેમેન્ટ પર મળતા કેશબેક પરના કરવેરાની જોગવાઇ શું રહે છે. હજુ સુધી તો આ સંદર્ભમાં આવકવેરા વિવભાગની આ કેશબેક પર નજર પડી નથી. ઓનલાઇન પ્લેટફોર્મનો હેતુ ગ્રાહકના વ્યવહાર ઉપર કેશબેક આપીને ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપે છે. આ પ્રકારનો કેશબેક કે ડિસ્કાઉન્ટ આપે છે તેને કંપનીઓ ખર્ચ તરીકે મજરે મેળવે છે. વ્યક્તિગત રીતે જ્યારે આ પ્રકારનો કેશબેક મળે છે તે કરમુક્ત છે. પરંતુ આ પ્રકારના ધંધાકીય વ્યવહાર ઉપર ગણતરી અલગ છે.


ધંધાકીય વ્યવહારમાં ટિકિટ બુકિંગ કરાવો કે કોઇ ખરીદી કરો છો તો તેમાં તમને કેશબેક મળે છે. હવે ધંધાકીય વ્યવહારમાં જે-તે કેશબેક કે ડિસ્કાઉન્ટ ગણ્યા બાદ જ કિંમત નક્કી કરીને ખર્ચ તરીકે બાદ મેળવવાનો રહે છે. ધંધાકીય વ્યવહારમાં આ પ્રકારના ડિસ્કાઉન્ટ મળે છે તેમાં રેવન્યુ ખર્ચ તરીકે ડિસ્કાઉન્ટ બાદની રકમ જ દર્શાવવાની રહે છે. જ્યારે રિવોર્ડ પોઇન્ટ્સના બદલામાં કેશ કે કાઇન્ડ ફોર્મેટમાં કોઇ વસ્તુ આપવામાં આવે છે.


ત્યારે આવી વસ્તુઓ કલમ 56(2) હેઠળ બક્ષિસ તરીકે ગણવામાં આવે છે. વર્ષ દરમિયાન આ પ્રકારની બક્ષિસ 50 હજાર રૂપિયાની મર્યાદામાં હોય ત્યાં સુધી કરમુક્ત રહેશે. ટીવી શો કે ગેમ શોમાં પ્રાઇસ મની મળે છે તેની કરપાત્રતા શું છે. આવકવેરાની કલમ 115BB હેઠળ લોટરી, ઘોડદોડ, ગેમ-શોમાં મળેલી રકમ કે વસ્તુ કરપાત્ર ગણાય છે.


પ્રાઇઝ મની પર ફ્લેટ ટેક્સ રેટ ચૂકવવાનો રહે છે. પ્રાઇઝ મની જીતનાર વ્યક્તિની કોઇ આવક ન હોય તો પણ 31.20%નો ટેક્સ ચૂકવવાનો રહે છે. જો પ્રાઇઝ વસ્તુના સંદર્ભમાં છે તો તેના ઉપર કારના મૂલ્યના 30% જમા કરાવ્યા બાદ જ તમને મળશે. તમને પ્રાઇઝ કેશ કે કાઇન્ડ ફોર્મેટ મળશે તેના ઉપર TDS કરીને જ આપવાનો નિયમ છે.


સવાલ-


પ્રધાનમંત્રી વય વંદના યોજના અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ બેમાંથી કઇ યોજના રોકાણ અને કરવેરા આયોજનની દ્રષ્ટ્રીએ વધારે સારી રહેશે?


જવાબ-


પ્રથમ પસંદગી આપવી જોઇએ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમને પ્રાધાન્ય આપવું જોઇએ. આ સ્કીમમાં આપ અને આપના લગ્નસાથી સાથે મળીને રૂપિયા 30 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. આ રકમ ઉપર ત્રિમાસિક ધોરણે 8.3%નું વ્યાજ મળે છે. આ રોકાણ કલમ 80C હેઠળ બાદ મળે છે. આ વર્ષથી કલમ 80TTB આવી છે તે મુજબ આ રોકાણ ઉપર જે વ્યાજ મળે છે તે રૂપિયા 50 હજારની મર્યાદામાં કરમુક્ત છે. જ્યારે પ્રધાનમંત્રી વયવંદના યોજનામાં રૂપિયા 15 લાખની મર્યાદામાં 8% ના દરે થતી રકમનું પેન્શન 10 વર્ષ સુધી મળશે. જે મુજબ માસિક રૂપિયા 15 લાખના રોકાણ ઉપર માસિક રૂપિયા 10 હજારનું પેન્શન મળશે. પરંતુ પ્રધાનમંત્રી વયવંદના યોજનામાં રોકાણ ઉપર કરકપાતનો કોઇ લાભ મળશે નહીં.


સવાલ-


હું સરકારી કર્મચારી છું, હું સરકારી ક્વાર્ટરમાં રહું છું તો મને HRA નથી મળતું પરંતુ ફોર્મ 16માં મને પર્ક વિઝિટના રૂપિયા 44 હજાર કેમ ઉમેરે છે તે યોગ્ય છે?


જવાબ-


આવકવેરા કાયદાની જોગવાઇ અનુસાર તેનું પાલન કરે છે. સરકારી કે ખાનગી માલિક તરફથી ભાડામુક્ત રહેઠાંણ આપે છે તેને કરપાત્ર સવલત ગણવાની જોગવાઇ છે. ભાડાંની રકમ નિર્ધારિત કરવાની ફોર્મ્યુલા વસ્તીના આધારે કરવામાં આવે છે. જો રૂપિયા 10 લાખથી ઓછી શહેરની વસ્તી હોય તો 7.5% છે. રૂપિયા 10થી 25 લાખ સુધીની વસ્તી ધરાવતાં હોય તેમાં 10% છે. રૂપિયા 25 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરમાં 15% સુધી છે. તમારા બેઝિક અને ભથ્થાના આધારે ટકાવારી પ્રમાણે ગણતરી કરવામાં આવે છે.


સવાલ-


બેલેન્સ ફંડમાં રોકાણ કર્યુ હોય તો તેમાં કરવેરા આયોજન કેવી રીતે કરવાનું રહે?


જવાબ-


મ્યુચ્યુઅલ ફંડમાં કરપાત્રતાના નિયમો અલગ અલગ છે. 65% કે તેથી વધુ રોકાણ જો ઇક્વિટીમાં થાય તો તે ઇક્વિટી ઓરિયેન્ટ ફંડ ગણાય છે. 31 માર્ચ 2018 સુધી ઇક્વિટી ઓરિયેન્ટ ફંડનો લાંબાગાળાનો મૂડીનફો કરમુક્ત હતો. હવે નવી જોગવાઇ પ્રમાણે 10%નો કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો રહે છે. ડેટ ફંડમાં જો 3 વર્ષ પહેલાં નફો લેવામાં આવે છે તે તમારી આવકમાં ઉમેરીને તમારા ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ ભરવાનો રહેશે. 3 વર્ષની પાકતી મુદ્દતે ઇન્ડેક્સેશનની ગણતરી કર્યા બાદ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો રહેશે.


સવાલ-


મારા સસરા મારા પત્નીને ભેટ આપે અને તેમાંથી જે રકમ ઉદ્દભવશે તે ક્લબિંગ ઓફ ઇન્કમ હેઠળ મારી આવકમાં ઉમેરાશે?


જવાબ-


તમારા સસરા એમની દિકરીને ગમે તેટલી રકમ ભેટમાં આપી શકે છે. આમાં આપના પત્ની ઉપર કોઇ ટેક્સની જોગવાઇ નથી. આ ઉપરાંત સસરા જમાઇને ભેટ આપે તેના ઉપર પણ કોઇ ટેક્સ નથી. પરંતુ પુત્રવધૂને ભેટ આપવામાં આવે છે તેના ઉપર ક્લબિંગ ઓફ ઇન્કમની જોગવાઇ છે.


સવાલ-


મારા પુત્રનું PPF એકાઉન્ટ ખોલાવ્યુ છે અને હાલ તે ભણવા માટે વિદેશ ગયો છે તો મારે PPF એકાઉન્ટ ચાલુ રાખી શકાશે?


જવાબ-


કોઇપણ વ્યક્તિ NRI બને તેનું PPF ખાતું પાકતી મુદ્દત સુધી ચાલુ રાખી શકશે. આ PPFનું ખાતુ પાકતી મુદ્દત બાદ રિન્યુ કરાવી શકાતાં નથી. તેથી આપના પુત્રનું PPFનું ખાતુ પાકતી મુદ્દત સુધી ચાલુ રાખી શકાશે.


સવાલ-


મારો પુત્ર અમેરિકાથી મારા પત્નીના જોઇન્ટ એકાઉન્ટમાં રકમ મોકલે તો તે મારા પત્ની માટે તે રકમ કરપાત્ર રહેશે?


જવાબ-


આ પ્રકારની રકમ કોઇપણ પ્રકારનો ટેક્સ ભરવાનો થતો નથી. આ પ્રકારના રેમિટન્સ ઉપર આપના પુત્ર કે પુત્રીને પણ કોઇ ટેક્સ લાગશે નહીં.