ટેક્સ પ્લાનિંગ: સીઆઈઆઈ અંગે જાણકારી

ના રોજ પ્રકાશિત Sat, 18, 2016 પર 16:11  |  સ્ત્રોત : CNBC-Bajar

કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સની જાહેરાત કરવામાં આવી છે. 2016-17માં સીઆઇઆઇ શું છે અને તેનું મહત્ત્વ શું છે. 1981ના વર્ષને બેઝ યર ગણીને તત્કાલીન નાણામંત્રી મનમોહનસિંહે દાખલ કરી હતી. ધારો કે આપે 30-35 વર્ષ પહેલાં કોઇ મિલ્કત ખરીદી છે તે સમયે રૂપિયાનું મૂલ્ય અને આજે તે રૂપિયાનું મૂલ્ય ઘણું બદલાયું છે.


મોંઘવારી વધવાની સાથે રૂપિયાનું અવમૂલ્યન પણ થતું રહ્યું છે. જ્યારે કોઇપણ લાંબાગાળાની મૂડીરૂપી મિલક્ત માટે પહેલી એપ્રિલ 1981નું વર્ષ બેઝ યર ગણીને આ જોગવાઇને અમલી કરવામાં આવી છે. રૂપિયાનું મૂલ્ય ઘટતું રહ્યું છે તેની સામે ઇન્ફ્લેશન વધતું રહે છે તેથી અમુક વર્ષો પછી જે મિલકત આપ વેચો છો તેની કિંમત ઘણી વધી જાય છે.


પહેલી એપ્રિલ 1981ને બેઝ યર ગણીને કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સને 100ના ભાવાંકથી શરૂ કરવામાં આવ્યો હતો. જો કોઇ મિલ્કત વર્ષ 1981થી વધારે જૂની હોય તો 1981ના વર્ષનું બજારમૂલ્ય લઇને ગણતરી કરવાનું રહેશે. વર્ષ 2015-16માં કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ 1081 હતો. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષ 2016-17 માટે 4.07 ટકાનો વધારો થયો છે ત્યારબાદ 1125 ભાવાંક છે.

સવાલ: મારા ફાધરનું 2015-16માં અવસાન થયું અને મારા ફાધરે આ ઘર 2001માં 50 લાખમાં ખરીદ્યું છે જો અત્યારે હું વેચું છું તો તેની કિંમત 1.20 કરોડ મળે છે તો તેના પર ટૂંકાગાળનો મૂડીનફો અમલી બનશે કે નહીં  અને તેના સિવાય કોઇ કરવેરાની જોગવાઇ બને?

જવાબ: જામનાગરના સુરૂપા સંધવીને સલાહ છે કે વસિયત, વારસા કે બક્ષિસ દ્વારા કોઇ મિલકત મળી હોય તેના અંગે આવકવેરા કાયદાની કલમ 49 હેઠળ જોગવાઇ કરવામાં આવી છે. લાંબા ગાળા કે ટૂંકાગાળા ગાળાના મૂડી નફા માટે કલમ 2(42A) અંતર્ગત એવી જોગવાઇ છે. જે મુજબ કલમ 49 હેઠળના એક્વિઝિશન હોય ત્યારે તે હસ્તાંરણ થયા પહેલાના માલિકનો સમય પણ તમારો મિલકત ઘારણ કર્યાનો સમય ગણાશે.


કલમ 49 હેઠળ મિલકત મળી હોય તો તેવા કિસ્સામાં પણ હસ્તાંરણ થયા પહેલાના માલિકે જે કિંમતે ખરીદી કરી હોય તે જ તમારી કોસ્ટ ઓફ એક્વિઝિશન ગણાશે. જે 50 લાખની કોસ્ટ ઓફ એક્વિઝિશન એ જ આપની કોસ્ટ ગણાશે તેના ઉપર સીઆઇઆઇ મુજબ ગણતરી કરો તો તેની ઇન્ડેક્સ કોસ્ટ 1.38 કરોડ રૂપિયા થાય. તેથી આ મુજબ તમારી આવક લાંબાગાળા કે ટૂંકાગાળાના મૂડીનફાની આવક થતી નથી.

સવાલ: નવેમ્બર 2010માં નોકરી શરૂ કરી અને એપ્રિલ 2015માં રાજીનામું આપ્યું અને વિદેશ સ્થાયી થયો છું. એપ્રિલ 2016માં 331992 પીએફ મળ્યું છે તેના ઉપર ટીડીએસ કરવામાં આવ્યો છે તો તેના ઉપર ટીડીએસ થઇ શકે છે?

જવાબ: દિકેશ શાહને સલાહ છે કે કર્મચારી મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો કે પીએફની રકમ મળે છે સંપૂર્ણ કરમુક્ત છે. પરંતુ જો કોઇપણ કર્મચારી તેનું પીએફનું ખાતું ખૂલ્યા પહેલાંના પાંચ વર્ષ પહેલાં ઉપાડ કરે છે તો તે કરદાતાની કરપાત્ર આવક ગણવામાં આવે છે. તેથી જ્યારે નોકરી બદલો ત્યારે તમે નવું ખાતું ખોલવાને બદલે જૂના પીએફ ખાતાને જ નવી જોબમાં ટ્રાન્સફર કરવું સલાહભર્યું રહેશે.


દિકેશભાઇ તમારી જોબ છોડ્યાના પાંચ વર્ષ પૂર્ણ થયા નથી તેથી આપના માલિક દ્વારા પીએફ ઉપર ટીડીએસ કરવામાં આવ્યું છે. તમારી અન્ય કોઇ આવક નથી તેથી આપ સામાન્ય 10 ટકાના ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ ભરશો તો આપને ટીડીએસનું રિફંડ મળી રહેશે.

સવાલ: મારે 8 હજાર રૂપિયાનું ભાડું મારા માતાને આપવું છે અને તે મારે એચઆરએ તરીકે ક્લેઇમ કરવું છે અને મારા માતા આ રકમ તેની આવક તરીકે દર્શાવશે તો તેના ઉપર જો કરવેરો ભરવાનો આવશે તો ચૂકવી શકશે તો આ સંદર્ભે કરવેરા આયોજન કેવી રીતે થઇ શકે?

જવાબ: મંથન શાહને સલાહ છે કે તમે જે કુટુંબના સભ્યને ભાડું ચૂકવો છો તેના રિટર્નમાં ભાડાની આવક દર્શાવો છો તો તમે એચઆરએ ક્લેઇમ કરી શકો છો. આપના જેવા અન્ય કિસ્સામાં જ્યાં માતા-પિતા સિનિયર સિટીઝન હોય તો તેમની કર મર્યાદા પર વધારે હોવાથી તેમને ભાડું ચૂકવીને એચઆરએનો લાભ લઇ શકો છો.


તમે જેમને ભાડું ચૂકવતાં હોય તો તેમને પાન નંબર અને એડ્રેસ તમારા માલિકને આપવાનો રહેશે જેથી તમારું ટીડીએસ ન કરે. આવકવેરા કાયદાની કલમ 10(13A) હેઠળ એચઆરએ તરીકેની મુક્તિ મળી રહેશે.

સવાલ: એફડીના વ્યાજમાંથી મુક્તિ મેળવવા કયુ ફોર્મ ભરવું પડે, મારા પિતાને ખેતીની આવક છે.

જવાબ: જો આપના પિતા 60 વર્ષથી ઉપરના હોય તો તેમને સિનિયર સિટીઝન હોય તો 15 એચ ફોર્મ ભરી શકે. જો તેમની ઉંમર 60 વર્ષથી ઓછી હોય તો તેમને 15જીનું ફોર્મ ભરવાનું રહેશે. તેમાં આપની વ્યાજની આવક કે અન્ય આવક રૂપિયા અઢી લાખથી ઓછી હોય તો તેનું ડેક્લેરેશન આપીને 15જી ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે ફોર્મ નંબર 15એચમાં જો આવક રૂપિયા અઢી લાખથી વધુ હશે તો તેમાં અન્ય કર કપાતનો લાભ તેઓ લઇ શકે છે.

સવાલ: એચયુએફની રચના કરવી છે તો તેના ઉપર શું કાર્યવાહી કરવાની રહેશે?

જવાબ: કોઇપણ વ્યક્તિના લગ્ન થાય ત્યારથી જ તેનું કુંટુંબ જીવન અસ્તિત્વમાં આવી જાય છે. તેની સાથે જ એચયુએફની રચના  થઇ જાય છે. એચયુએફનું બેન્ક એકાઉન્ટ ખોલાવતાં સમયે આપની અને પરિવારના સભ્યોની વિગત આપવાની રહે છે. એચયુએફનું પાન નંબર લેવા માટે આપના લગ્નની તારીખ એચયુએફ અસ્તિત્વમાં આવ્યાની તારીખ રહે છે. કર્તા તરીકે આપનું રેસિડેન્ટ પ્રુફ આપો છે એ આપના એચયુએફનું એડ્રેસ રહેશે. આ પ્રકારે બેન્ક એકાઉન્ટ અને પાન નંબર મેળવ્યા બાદ તેમાં આપ કોર્પસ ઉભું કરી શકો છો.