ટેક્સ પ્લાનિંગ: એડવાન્સ ટેક્સ અંગે વિસ્તૃત માહિતી

ના રોજ પ્રકાશિત Fri, 01, 2017 પર 17:43  |  સ્ત્રોત : CNBC-Bajar

જેમ જેમ કમાણી થાય તેમ તેમ તમારે ટેક્સ ભરવાનો તેના ઉપરથી એડવાન્સ ટેક્સનો કન્સેપ્ટ આવ્યો છે. મુખ્યત્ત્વે ટેક્સ ભરવાના 3 સોર્સ છે ટીડીએસ જેમાં ચૂકવણી કરનાર ચૂકવણી કરતાં સમયે જ નિયત કરવેરો કાપી લે છે. આ ઉપરાંતના અન્ય પ્રકાર એડવાન્સ ટેક્સ અને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ છે.


એડવાન્સ ટેક્સ ભરવાની નિયત મર્યાદા 10 હજાર રૂપિયા છે. અર્થાત વર્ષ દરમિયાનની અંદાજીત આવક ઉપર જે આવકવેરો ભરવાનો થતો હોય અને તેના ઉપર ટીડીએસની કપાત થવાની હોય તે પછીની આવકવેરાની રકમ 10 હજારથી વધુ હોય તો એડવાન્સ ટેક્સ ભરવાની જવાબદારી ઉભી થાય છે.


એડવાન્સ ટેક્સની મહત્ત્વની કલમ 207 અને કલમ 208માં વિસ્તૃત જોગવાઇ કરવામાં આવી છે. આવકારપાત્ર રાહત વરિષ્ઠ વયના નાગરિકોને આપવામાં આવી છે. એડવાન્સ ટેક્સ ભરવામાંથી સિનિયર સિટિઝન હોવ અને તમારી ધંધા કે વ્યવસાયની કોઇ આવક ન હોય તો તેમને મુક્તિ આપવામાં આવી છે. સિનિયર સિટિઝનને મૂડીનફો, વ્યાજ, ભાડું કે પેન્શનની આવક હોય તો તેમને એડવાન્સ ટેક્સ ભરવાનો રહેતો નથી.


સિનિયર સિટિઝનને જે ટેક્સ ભરવાનો થાય તેમને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભરવાનો રહે છે. વર્ષ 2016-17થી અંદાજપત્રીય સુધારો કરવામાં આવ્યો છે કે અંદાજીત આવક ભરતાં કરદાતાઓએ 15મી માર્ચના છેલ્લાં એક હપ્તામાં જ સંપૂર્ણ વર્ષનો એડવાન્સ ટેક્સ ભરવાનો રહેશે. ગત વર્ષથી ચાર હપ્તા અને પ્રમાણમાં દરેક માટે નિયત કરવામાં આવ્યા છે. એપ્રિલથી માર્ચ સુધીના નાણાંકીય વર્ષ માટેની તારીખ નિયત કરવામાં આવી છે.


જેમાં 15મી જૂન, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15મી માર્ચ હપ્તાની નિયત તારીખો છે. પ્રથમ હપ્તામાં 15 ટકાનો ટેક્સ ભરવાનો રહેશે જ્યારે બીજા હપ્તામાં 30 ટકા ટેક્સ ભરવાનો રહે છે. જ્યારે ત્રીજા હપ્તામાં બીજા 30 ટકા અને ચોથા હપ્તામાં 25 ટકા ટેક્સ ભરવાનું નિયત કરવામાં આવ્યું છે. એડવાન્સ ટેક્સનું ચલણ ભરીને બેન્કમાં પેમેન્ટ કરવાની સુવિધા છે તે ટેક્સ ઓડિટને પાત્ર ન હોય તેવા વ્યક્તિના કેસમાં લાગુ પડે છે.


કલમ 44AB અંતર્ગત જેમને ટેક્સ ઓડિટ લાગુ પડે છે તેમના માટે ચલણ દ્વારા ચૂકવણી કરવાની માન્યતા ન થઈ છે. ફરજિયાત ટેક્સ ઓડિટ છે તેવા કરદાતા, કંપની, ટ્રસ્ટ અને ભાગીદારી પેઢીમાં ઓનલાઇન ઇ-પેમેન્ટ કરવાનું રહે છે. વ્યક્તિ કે એચયુએફ ઇ-પેમેન્ટ પણ કરી શકે પરંતુ તેમના માટે આ ફરજિયાત નથી. કલમ 24 હેઠળ વ્યાજની ચૂકવણી કરતાં હોવ તો તેની વિગતો ટીડીએસ કાપનાર અધિકારીઓને આપવાની રહે અન્યથા તમારો ટીડીએસ થાય છે.


કલમ 80સી હેઠળના રોકાણો અને કપાતોની વિગતો ટીડીએસ કાપનાર અધિકારીને આપવી જોઇએ. સેક્શન 192 હેઠળ એવી સુવિધા આપવામાં આવી છે કે પગાર સિવાયની આવક છે તેના ઉપર ટીડીએસ કાપવાની પરવાનગી અધિકૃત અધિકારીને આપો તો તે ટીડીએસ કાપી શકે છે. કંપની પાસે ટેકસની પ્રોસેસ કરવા માટેના વિભાગ અને કર્મચારીઓ હોય છે તેથી પગારદાર વર્ગને એડવાન્સ ટેકસની ચૂકવણીમાંથી મુક્તિ મળે શકે છે.


પગારદાર વર્ગ તેના ટીડીએસ કાપનાર અધિકારીને જાણ કરે છે તો એડવાન્સ ટેક્સ ટીડીએસના 10 હજારનું માર્જિન રાખો તો એડવાન્સ ટેક્સ ભરવાની સ્થિતિ નહી આવે છે. એડવાન્સ ટેક્સ ભરવાની નિયમિત નોટિસ વર્ષો પહેલાં કરદાતાંઓને રેગ્યુલર મોકલવામાં આવતી હતી.


જે કેસમાં એડવાન્સ ટેક્સ પ્રમાણસર ભરાતો હોય ત્યાં આકારણી નોટિસ મોકલાતી નથી. કરદાતાની ગત વર્ષની સરખામણી ટેક્સ ભરવાની માત્રામાં નોંધનીય ઘટાડો થયો હોય કે એડવાન્સ ટેક્સ વધારે ભરવાનો રહેતો હોય તો આકારણી અધિકારી જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં નોટિસ મોકલતાં હોય છે.


એડવાન્સ ટેક્સની વિગતો લેવા માટે આકારણી અધિકારી પત્ર કે નોટિસ મોકલતાં હોય છે. આમાં ગભરાવાની જરૂરી નથી તમારો પ્રતિભાવ ફોર્મ 28Aમાં તમારી વિગતો ભરીને મોકલી શકો છો. આ પ્રકારનો પ્રતિભાવ આપવો જરૂરી છે, કારણ કે ઘણી વખત ઓછો ટેક્સ ભરાયો હોય કે ટેક્સની ભરપાઇ અંગેની માહિતી લેવા માટે આકારણી અધિકારી નોટિસ મોકલતાં હોય છે. એડવાન્સ ટેક્સના સંદર્ભમાં ધ્યાનમાં રાખવાની એ છે કે એડવાન્સ ટેક્સની જવાબદારી માટે 234Bની જોગવાઇ અનુસાર 10 ટકાનું માર્જીન બંને તરફ રાખવામાં આવે છે.


દંડનીય વ્યાજની જોગવાઇ હોય છે જેની ગણતરી માટે 1 એપ્રિલથી ગણતરી કરવામાં આવે છે. એડવાન્સ ટેક્સ વધારે ભરાયો હોય તે 10 ટકાની મર્યાદામાં હશે તો તેના ઉપર વ્યાજ ચૂકવાશે નહીં. જ્યારે એડવાન્સ ટેક્સ ભરવામાં 10 ટકાની મર્યાદામાં ઘટ રહી હશે તો તેના ઉપર પણ દંડનીય વ્યાજ વસુલાશે નહીં. સરકારે જે નિયત પ્રમાણ નક્કી કર્યા છે તે માત્રમાં ટેક્સ ભરવાનો છે. જો વચગાળાના હપ્તા ભરવાનું ચૂકી ગયા છો કે શોર્ટફોલ રહ્યો છે તો તે તમારી જવાબદારી મુલ્તવી રહી છે.


તેથી તેના માટે 234C હેઠળ 3 મહિનાનું 3 ટકા લેખે વ્યાજ અમલી બને છે. 15મી સપ્ટેમ્બર નિયત તારીખ છે. એડવાન્સ ટેક્સની છે તેમાં 16મી સપ્ટેમ્બરે પણ ટેક્સ ભરાશે તો પણ તેના ઉપર 3 મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે. અપવાદ એ છે કે કોઇ અણધાર્યો મૂડીનફો થયો હોય કે નવો ધંધો શરૂ કર્યો હોય તેવા કિસ્સામાં રાહત રહેશે.


તમારું જે રિટર્ન જે ભરો છો તે સીપીસી પ્રોસેસ થાય છે તેથી જો એડવાન્સ ટેક્સની ભરપાઇ ચૂક થઇ હોય તો તેવા કિસ્સામાં તેમને દંડનીય વ્યાજ ચૂકવવું પડી શકે છે. એડવાન્સ ટેક્સ સમયસર ચૂકવવાની તકેદારી રાખો અન્યથા સીપીસી અંતર્ગત ગમે ત્યારે નોટિસ આવી શકે છે.