ટેક્સ પ્લાનિંગ: ટીડીએસના વિગતોની ચર્ચા

સરકારના આવકવેરા કલેકશનનું સૌથી મોટું સધન ટીડીએસ છે. સરકારને વ્યક્તિગત આવકવેરાની લગભગ 60% આવક ટીડીએસ માંથી આવે છે.
ના રોજ પ્રકાશિત Fri, 07, 2016 પર 17:53  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારના આવકવેરા કલેકશનનું સૌથી મોટું સધન ટીડીએસ છે. સરકારને વ્યક્તિગત આવકવેરાની લગભગ 60% આવક ટીડીએસ માંથી આવે છે. ગત વર્ષ દરનિતયાન સરકારને લગભગ રૂપિયા 2.5 લાખ કરોડની કમાણી થઇ છે. ટીડીએસની ફિલોસોફી જેમ જેમ કમાઓ એમ ટેક્સ ભરો જેવી છે. પગાર, વ્યાજ, ભાડું, કોન્ટ્રેકટ રિસિપ્ટ કમિશન વ્યાવસાયિક ફિ ભરતા હોય છે. ચૂકવાની માટે નિયત મર્યાદા છે, અનાથી વધુ ચૂકવણી પર નિયત દરે ટીડીએસ લાગે છે.


સૌથી વ્યાપક ટીડીએસની જોગવાઇ વ્યાજની ચૂકવણી હેઠળ છે. વ્યાજની યૂકવણી માટે કલમ 193 અને 194-A લાગુ પડે છે. કલમ 193 હેઠળની જોગવાઇમાં બોન્ડ્સ પરના વ્યાજની ચૂકવણી હોય છે. 10 હજારથી વધુ ગોય તો 10%ના દરે કપાત થાય છે. પબ્લિક કંપનીના ડિૂબેન્ચર માટે 5 હજાર રૂપિયાની મર્યાદા છે. કલમ 194-A હેઠળની બેન્ક દ્વારા વાર્ષિક 10 હજારથી વધુ વ્યાજની ચૂકવણી હોય છે. કરય તો 10% દરે ટીડીએસ કપાય છે.


બેન્ક સિવાયની ડિરપોઝીટ પરની મર્યાદા રૂપિયા 5000 છે. 5 કે 10 હજારની નર્યાદાથી વઘુ વ્યાજ મળતું હોય તો પાન કાર્ડ ખબુ જરૂરી છે. પાન ન હોય એવા કિસ્સામાં 20%ના દરે ટીડીએસની કપાત કરવામાં આવે છે. ટીડીએસ માટે બે પ્રકારના ટેક્સ ક્રેડિટ સર્ટિફિકેટ છે. પગારદારને ફોર્મ- 16 આપવામાં આવે છે, એમાં પગારની ચૂકવણી અને એના પરના ટીડીએસની માહિતીનો સમાવેશ થાય છે. પગાર સિવાયની અન્ય ચૂકવણી માટે 16-A સર્ટિફિકેટ છે.