ટેક્સ પ્લાનિંગ: નાની બચત યોજનાનાં નવા નિયમો અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 20, 2019 પર 17:50  |  સ્ત્રોત : CNBC-Bajar

નાની બચત યોજનામાં પીપીએફથી માંડીને સુકન્યા સમૃદ્ધિ યોજના છે. કિસાન વિકાસ પત્ર, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે. પોસ્ટની અલગ અલગ બચત યોજનાઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બચત યોજના માટેના નિયમો અને ફોર્મ રદ્દ કરીને 2019ના નવા નિયમ અને ફોર્મ રજૂ કર્યા છે. બચત યોજનાના નવા નિયમો જૂના નિયમોના પેચ વર્કને દૂર કરવાનો આશય રહ્યો છે. પીપીએફના નિયમો વર્ષ 1968માં ઘડાયા હતા તેમાં કેટલાંક ફેરફાર થયા હતા. સરકારનો આમાં ઉદ્દેશ્ય નાની બચત યોજનાની પારદર્શકતાં માટે આ પ્રયાસ કર્યો છે.

પીપીએફના જૂના ખાતાંઓ માટે પણ નવા નિયમો લાગુ પડશે. પીપીએફ 2019માં માત્ર વ્યક્તિ જ રોકાણ કરી શકશે. એક વ્યક્તિ પોતાનું એક જ ખાતુ ખોલી શકશે વધારાનું ખાતું માન્ય ગણાશે નહીં. વ્યક્તિ પોતાના સગીર બાળક કે ગાર્ડિયન હોય તો તેમાં પણ એક ખાતું વધારાનું ખોલાવી શકશે. હવે જો બે બાળક હોય તો એક ખાતુ માતા ખોલાવે અને એક પિતા ખોલાવીને આયોજન કરી શકશે.


જો કે વ્યક્તિ પોતાનું અને સગીરના ખાતામાં મળીને 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકશે. ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા ભરી શકાશે. કોઇ વર્ષ દરમિયાન પીપીએફની રકમ ચૂકવણી કરવામાં નથી આવી તો તેના માટેની પણ સ્પષ્ટતાં કરવામાં આવી છે. પીપીએફ ખાતાના રિવાઇવલ માટે 50 રૂપિયાની ફી ભરીને ફરી ચાલુ કરી શકાશે.


પીપીએફના ખાતામાંથી ઉપાડ કે લોન લેવાની પ્રવર્તમાન જોગવાઇ ચાલુ રાખવામાં આવી છે. 15 વર્ષ પછી 5-5 વર્ષની સાયકલમાં ચાલુ રાખી શકો છો. પીપીએફના ખાતાની રકમ કોઇપણ દિવાની દાવામાં એટેચ થઇ શકશે નહીં. પીપીએફ 2019માં એનઆરઆઇ માટેની કોઇ નવી જોગવાઇઓ આવી નથી
 
સવાલ: મારી ટેક્સેબલ ઇન્કમ 4.90 લાખ છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન 20 હજાર રૂપિયા છે તો તેમાં કરવેરાની ગણતરી કેવી રીતે કરવી?


જવાબ: કિરણ પરિખને સલાહ છે કે તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન તમારી કુલ આવકનો જ ભાગ ગણાય. 1 વર્ષથી વધુના ઇક્વિટી કે ઇક્વિટી ઓરિયેન્ટ મ્યુચ્યુઅલ ફંડનો કેપિટલ ગેઇનની ગણતરીમાં આવે છે. તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1 લાખ રૂપિયા કરતાં ઓછો હોય તો તેના ઉપર ટેક્સ લાગશે. લોંગ ટર્મ ગેઇન 1 લાખ રૂપિયાની મુક્તિનો લાભ લઇ શકો છો. તેથી તમારી કુલ આવકમાં તે રકમ ઉમેરાશે પરંતુ એક લાખ રૂપિયા સુધી તેના ઉપર ટેક્સ નહીં લાગે.
 
સવાલ: શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ શૂન્ય ટેક્સની જવાબદારી હોય તો તેના પર કેપિટલ ગેઇન ભરવાનો રહે?


જવાબ: હસમુખ પટેલને સલાહ છે કે આવકવેરા કાયદાની દ્રષ્ટ્રીએ તમે અને તમારી પત્ની અલગ-અલગ વ્યક્તિ છો. તમારા પત્નીની આવકમુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયા છે. તેથી શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન 2.5 લાખ રૂપિયાથી વધુ થશે તો જ ટેક્સ ભરવાનો થશે.

સવાલ: ડિસ્ક્રીશનરી ટ્રસ્ટ વીલથી થઇ શકે કે ગિફ્ટ થકી પણ કરી શકાય અને વ્યક્તિ પુખ્ત વયની થાય ત્યારે માન્ય આવે કે તેમાં ઉંમરની મર્યાદા રાખી શકે?


જવાબ: જે. એસ. શાહને સલાહ છે કે ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ ગિફ્ટ થકી પણ ઉભું કરી શકાય છે. ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ વીલ થકી પણ બનાવી શકાય છે. આ પ્રકારના ટ્રસ્ટને 2.5 લાખ રૂપિયાની કરમુક્તિ મર્યાદાનો લાભ મળે છે. ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ સામાન્ય બનાવ્યું હોય તો તેમાં ફ્લેટ રેટ ઓફ ટેક્સ લાગુ પડે છે. જો કે આમાં અપવાદ છે કે બક્ષિસથી ટ્રસ્ટ બનાવ્યુ હોય તો તેના લાભાર્થીની કરપાત્ર આવક હોવી જોઇએ નહીં. તેમજ આ લાભાર્થી અન્ય કોઇ ટ્રસ્ટમાં લાભાર્થી હોવા જોઇએ નહીં. સગીરવયના લાભાર્થી પુખ્ત થાય ત્યારે અન્ય કોઇ આવક થાય તો ટ્રસ્ટને ઓર્ડિનરી ટેક્સનો લાભ નહીં મળે.