ટેક્સ પ્લાનિંગ: જીવન વીમા પોલિસી પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 05, 2016 પર 18:38  |  સ્ત્રોત : CNBC-Bajar

જીવનવીમા પોલિસી કરવેરા આયોજન માટે એક ઘણું મહત્ત્વનું સાધન છે. જીવનવીમા પોલિસીનું પ્રિમિયમ પ્રતિવર્ષ ચૂકવો છો તેના ઉપર નિયત શરતોને આધીન આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ કર કપાતનો લાભ મળે છે. જીવનવીમા પોલિસી ઉપર બોનસ સહિતના અન્ય વળતર પોલિસી પાકતા સમયે મળે છે તેના સંદર્ભે આવકવેરા કાયદાની કલમ 10(10D) હેઠળ સંપૂર્ણ કરમુક્ત ગણવાની જોગવાઇ છે.


વ્યક્તિ ફક્ત પોતાના જ નહીં પરંતુ તેના લગ્નસાથી અને બાળકો માટેના પ્રિમિયમ ભરવા ઉપર કપાતનો લાભ મળી શકે છે. બાળકોના પ્રિમિયમ ભરવા ઉપર ઉંમરની કોઇ મર્યાદા નથી, 80 વર્ષના પિતા 30 વર્ષના પુત્રનું પ્રિમિયમ ભરીને કર કપાતનો લાભ લઇ શકે છે. એચયુએફના કિસ્સામાં જે એચયુએફ પોતાના કોઇપણ સભ્યના કેસમાં પ્રિમિયમની ચૂકવણી કરતું હોય તો તે બાદ મળી શકે છે. સિંગલ પ્રિમિયમ જે બે કે પાંચ વર્ષના ગાળાની પોલિસી લીધી હોય તો ચેતજો. આવકવેરા કાયદા અનુસાર 2012 પહેલાંની જોગવાઇ એવી હતી કે પોલિસીના પ્રિમિયમની સમઅસ્યોર્ડની વાર્ષિક ચૂકવણી 20 ટકાથી વધુ ન હોવી જોઇએ.


એપ્રિલ 2012 બાદ આ જોગવાઇમાં 20 ટકાની જોગવાઇ ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે. 2012 બાદ 10 વર્ષથી વધુના સમયગાળા માટેની પોલિસી નહીં લીધી હોય તો કલમ 80સીની કપાતનો લાભ લઇ શકશો નહીં. તમારા પરિવારમાં ક્રોસ પેમેન્ટ કરી શકો છો અને વર્ષોવર્ષ તેમાં ફેરફાર કરી શકો છો. ગત વર્ષે પતિ માટે પત્ની પ્રિમિયમ ભરે છે અને પછીના વર્ષે પત્ની માટે પતિ પ્રિમિયમ ભરે છે તો તે પ્રકારે પણ કરવેરા આયોજન શક્ય છે. પહેલાં એવું હતુ કે કલમ 80સીનો લાભ લેવા માટે તમારી પોતાની આવકમાંથી જ ચૂકવણી કરો તો જ માન્ય હતું પરંતુ હવે બક્ષિસથી માંડીને અન્ય કોઇપણ પ્રકારની આવકમાંથી પ્રિમિયમ ભરવામાં આવે તો પણ કપાતનો લાભ મળી શકે છે.


આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ જે પોલિસીના ઓછામાં ઓછા બે પ્રિમિયમની ચૂકવણી નહીં થઇ હોય અને તે પહેલાં પોલિસી બદલવામાં આવે છે તો તેના ઉપરનો કપાતનો લાભ પરત ખેંચી લેવામાં આવશે. આવકવેરા કાયદાની કલમ 10(10D) હેઠળ કોઇપણ ઇન્સ્યોરન્સ પોલિસીની પાકતી રકમ મળે તેના ઉપર તકેદારી રાખવી પડશે. કોઇ પોલિસી ધારકને અવસાન થાય અને તેના સંદર્ભમાં જો વારસદારને રકમ મળે છે તો તે સંપૂર્ણ કરમુક્ત રહેશે. તમારું પ્રિમિયમ સમઅસ્યોર્ડના 10 ટકાથી વધુની સેગમેન્ટમાં આવશે તો તેના ઉપર પાકતી મુદ્દતે મળતી રકમ ઉપર કરપાત્ર રહેશે. કી-મેન ઇન્સ્યોરન્સને લગતી જોગવાઇઓ છે તેમાં પણ કરમુક્તિની લાભ આપવામાં આવ્યો નથી.


પોલિસીની પાકતી રકમ ઉપર ટીડીએસ થાય છે તો તે અંગેની જોગવાઇ શું છે. ટીડીએસની જોગવાઇ વર્ષ 2012થી જ દાખલ કરવામાં આવી છે. કલમ 10(10D) હેઠળ કરમુક્તિ મળવાને પાત્ર ન હોય તેવા કિસ્સામાં આ રકમને કરદાતા તેને કરપાત્ર રકમ તરીકે ગણાવતાં ન હતા. તેથી ટીડીએસમાં 194 ડીએ હેઠળ એવી જોગવાઇ કરવામાં આવી કે કલમ 10(10D) હેઠળ કરમુક્ત ન હોય તેવી જીવનવીમા પોલિસીની પાકતી રકમ એક લાખ રૂપિયાથી વધુ હોય તો તે સંપૂર્ણ રકમના 2 ટકા લેખે ટીડીએસની કપાત થશે. 1 જૂન 2016થી 2 ટકાનો ટીડીએસનો દર એક ટકા કર્યો છે. 1 લાખથી ઓછી રકમની પોલિસી હશે તો ટીડીએસ તેના ઉપર કરવામાં આવશે નહીં. વિધવા, સિનિયર સિટીઝનના કિસ્સામાં વ્યાજની આવકનું ફોર્મ 15જી કે 15એચ ફોર્મ રજૂ કરો છો તો તે જ પ્રકારે અન્ય કોઇ આવક નથી તો પોલિસીની રકમ અંગે પણ આ ફોર્મ તમે રજૂ કરી શકશો.


બિઝનેસ અને કોર્પોરેટમાં કરવેરા આયોજનનું એક મહત્ત્વનું સાધન કી મેન ઇન્સ્યોરન્સ છે. બિઝનેસમાં કોઇ મહત્ત્વના માણસ માટે કંપની, પેઢી કે કોર્પોરેટ દ્વારા કી મેન ઇન્સ્યોરન્સ લે છે. કી મેન ઇન્સ્યોરન્સનું પ્રિમિયમ કોઇપણ મર્યાદા વગર ધંધાકીય ખર્ચ તરીકે બાદ મળે છે.


કોઇ પોલિસી લીધા બાદ નોમિનેશન કે અસાઇમેન્ટ ન કર્યુ હોય તો મુશ્કેલી વધી શકે છે. નોમિનેશન કે અસાઇમેન્ટ ન કર્યું હોય તો વ્યક્તિના અવસાન બાદ નોમિની કે અસાઇમેન્ટ ન હોય તો પાકતી રકમ આપવામાં કાર્યવાહી લંબાઇ શકે છે. નોમિની રૂપિયાનો માલિક નથી બનતો પરંતુ એ રૂપિયા મેળવનાર બને છે અને ત્યારબાદ વીલને આધારિત તે રકમને ચૂકવણી તેને કરવાની રહે છે. અસાઇમેન્ટ એ ગિફ્ટ જેવું છે જેમાં કોઇપણ કરદાતા તેના કોઇપણ તેના અવસાન બાદ પાકતી રકમ આપવા માગે તેને અસાઇન કરી શકે છે.


યુનિટ લિન્ક ઇન્સ્યોરન્સ પોલિસી જીવનવીમા કરતાં વધુ પસંદીદા આયોજન બન્યું છે. તેમાં બેવડું આયોજન થાય છે, જેમાં ઇક્વિટી કે અન્ય ફંડના યુનિટમાં રોકાણ થાય છે અને ઇન્સ્યોરન્સનો પણ લાભ મળે છે. સામાન્ય પોલિસી બે વર્ષ સુધી સરેન્ડર ન કરી શકો તે નિયમ છે જ્યારે આ સંદર્ભે 5 વર્ષ સુધીમાં સરેન્ડર કરો તો કરકપાતનો લાભ નહીં મળે. કલમ 10(10D) અનુસાર સમઅસ્યોર્ડ કરતાં વધારે પ્રિમિયમ ભરો તો પણ કર કપાતનો લાભ નહીં મળે. 5થી 10 વર્ષના સમયગાળામાં ઉપાડ કરો તો મળવાપાત્ર રકમ મૂડીનફા તરીકે ગણવામાં આવશે.