ટેક્સ પ્લાનિંગ: મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 23, 2016 પર 18:05  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના- ટેક્સેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રિજિમ તરીકે જાણીતી યોજના ટૂંકમાં ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ-2 પણ કહેવાય છે. કરદાતાં તેની બિનહિસાબી આવક કે મિલકત સ્વૈચ્છિક જાહેર કરવા માટે વર્ષ 2016માં સપ્ટેમ્બર 2016 સુધી કાર્યરત રહી હતી. આઇડીએસ-1 સપ્ટેમ્બર 2016ના રોજ પૂર્ણ થઇ છે. જેમાં 45 ટકા ટેક્સ પેનલ્ટી સાથે વસુલ કરવામાં આવ્યો હતો. નોટબંધી બાદ જેમણે બેન્કમાં બિનહિસાબી નાણાં જમા કરાવ્યા છે અથવા તો જેમની પાસે હજુ પણ કેશ ઓન હેન્ડ છે તેમને એક છેલ્લી તક આપવામાં આવી છે જે આઇડીએસ-2 તરીકે જોવામાં આવે છે. આ યોજનાને ફરક એવો છે કે પેનલ્ટી અને સરચાર્જ સાથે 49.9% સુધીનો ટેક્સ ભરવાનો થાય છે. આ ઉપરાંત જે આવક જાહેર કરવામાં આવે છે તેમાંની 25% રકમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નિયત સમય માટે વગર વ્યાજે ડિપોઝીટ કરવાના રહેશે.


આ બંને યોજનામાં ટેક્સ રેટનો ફરક છે. બીજો ફરક એ છે કે વર્ષ 2016માં બેન્ક ખાતામાં કોઇપણ મોટી રકમ જમા કરાવી છે તેમજ નોટબંધી બાદ બિનહિસાબી જૂની નોટોને જમા કરાવવા માટે ઉપયોગી છે. ત્રીજો મુદ્દો એ રહે છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ટેક્સેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રિજિમમાં જાહેર કરેલી આવકની 25% રકમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 4 વર્ષ માટે વગર વ્યાજે ડિપોઝીટ કરવાના રહેશે.


16મી ડિસેમ્બર 2016ના રોજ વિશેષ વાત ઉભરીને આવી છે કે કેશ અને ડિપોઝીટના સંદર્ભ વિગતો આપવાની રહેશે. 8મી નવેમ્બર 2016 બાદ કેટલાંય કરદાતાઓએ રૂપિયા 2.5 લાખ કરતાં વધુ રકમ એક જ ખાતાઓમાં ભરી છે. આવા કરદાતાને ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે રૂપિયા 2.5 લાખથી વધુ રકમ જમા કરાવી છે અને આ રકમનો તમે ખુલાસો આપી શકો તેમ નથી તો તેના ઉપર ચોક્કસ તપાસ આવવાની સંભાવના છે. રૂપિયા 2.5 લાખથી વધુ જમા કરાવેલી રકમ ઉપર કોઇ ખુલાસો નથી અથવા તો રોકડ રકમ હજુ પણ આપની પાસે છે તો આપે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ટેક્સેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રિજિમનો લાભ લેવાની જરૂર છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના- ટેક્સેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રિજિમ યોજનાનો લાભ લેવા માટે 31 માર્ચ 2016 સુધીનો સમય આપવામાં આવ્યો છે.


પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના- ટેક્સેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રિજિમ યોજનામાં 25% રકમ 4 વર્ષ માટે ડિપોઝીટ કરવાની રહેશે તેના ઉપર કોઇ વ્યાજ પણ નહીં મળે અને તેના ઉપર લોન પણ મળી શકશે નહીં. નવા ટેક્સેશન કાયદાના અમલમાં આવ્યા પહેલાં બેન્કમાં કોઇપણ મોટી રકમની ડિપોઝીટ કરવામાં આવે અને તેના ઉપર કોઇ ખુલાસો ન આપી શકો તો તેના ઉપર 30% ટેક્સ અને સરચાર્જ જ આપવાનો રહેતો હતો. પરંતુ વર્ષ 2016માં ટેક્સેશનના નવા કાયદા અનુસાર ખુલાસોન આપી શકાય તેવી તેવી રકમ કરદાતા આવકવેરા રિટર્નમાં દર્શાવે તો તેના ઉપર આપેતો 77.25% અને જો આવકવેરા અધિકારી પકડે તો 83.25%નો ટેક્સ ભરવો પડશે.


પરંતુ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના- ટેક્સેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રિજિમ યોજનામાં જો હાલના તબક્કે ખુલાસો આપવામાં આવશે તો 77.25 કે 83.25%ના ટેક્સને બદલે 49.9% ટેક્સ અને 25% રકમ 4 વર્ષના લોક-ઇનમાં મૂકવાની રહેશે. આ ઉપરાંત સેલ્સટેક્સ, એક્સાઇઝ ડ્યુટી જેવા આડકતરા વેરાની કાર્યવાહી સામે અભયવચન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના- ટેક્સેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રિજિમ યોજનામાં આવક જાહેર કરતાં મળી શકશે. જ્યારે 77 કે 83.25%ના ટેક્સ રિજિમમાં કરદાતાં પકડાશે તો તેના ઉપર ફોજદારી કાર્યવાહી અને આડકતરા વેરાની કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકશે. તાજેતરના કિસ્સાઓને જોતાં આવકવેરા વિભાગે જાહેર કર્યું છે કે ટેક્સ ડિક્લેરેશન ત્યારે જ ભરી શકાશે જ્યારે તમે પૂરો ટેક્સ ચૂકવી દીધો હોય છે.


લેસ-કેશ ટ્રાન્ઝેકશન માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા હોય તો તેના માટે નાના વેપારીઓને ચિંતા હોય કે ગત વર્ષના વકરા અને ચાલુ વર્ષના વકરા વચ્ચેના તફાવત અંગેનો ડર છે. તેથી સરકારે સ્પષ્ટતાં કરી છે કે ગત વર્ષ અને ચાલુ વર્ષના તફાવતને મજરે લેવામાં આવશે નહીં. જે કરદાતાં રિવાઇઝ રિટર્ન ભરવાનું આયોજન કરતાં હોય તેવા રિવાઇઝ રિટર્ન સામે આવકવેરા વિભાગ કડક નજર રાખશે અને જો કોઇ ગેરરીતિ દેખાશે તો કડક કાર્યવાહી કરાશે.


અંદાજિત આવક યોજના ધંધાદારી આવકના સંદર્ભમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા 8%ના જૂના દરના બદલે 6%ના દરે આવક બતાવીને વેરો ભરવાની જવાબદારી રહે તે લાભ જાહેર કરવામાં આવ્યો છે.


રૂપિયા 2.5 અઢી લાખ સુધીની તમારી બચત તમારા ખાતામાં જમા કરી શકો છો. તમે રૂપિયા 2 લાખ જમા કરાવ્યા હોય તેના ઉપર કોઇ આવકવેરો ભરવાની જવાબદારી ઉભી થાય નહીં પરંતુ તેના ઉપર વ્યાજ મળે તો તેવા વ્યાજ ઉપર ટેક્સ ભરવાનો રહેશે.


ખેડૂતો માટે જે જાહેરાત સરકારે કરી છે તે મુજબ ખેડૂતોની પ્રમાણિક આવકને કોઇ ડિસ્ટર્બ કરીશું નહીં. પૂરતાં પ્રમાણમાં જમીન, વરસાદની અને પાકની સ્થિતિને જોતાં તેમની આવક પ્રમાણિક હોય તો તેના ઉપર કરવેરાની જવાબદારી ઉભી થશે નહીં. 8મી નવેમ્બરથી 30મી ડિસેમ્બર 2016ના સમયગાળામાં જો રૂપિયા 2.5 લાખથી વધુ રકમ એક અથવા વધુ ખાતામાં થઇને જમા કર્યા હોય તો તેવા શખ્સે ફરજિયાતપણે આવકવેરા રિટર્ન ભરવાનું રહે તેવી જાહેરાત થવાની શક્યતાં છે. આવા સંજોગોમાં જો રિટર્ન ભરવામાં ચૂક થાય અથવા રિટર્નમાં ખોટી માહિતી દર્શાવવામાં આવે તો તે સંબંધી આવકવેરા વિભાગ કાર્યવાહી કરી શકે છે.