ટેક્સ પ્લાનિંગ: મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 30, 2016 પર 17:31  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણામંત્રીએ ઓકટોબર 2015માં ઇશ્વર કમિટીની રચના કરી હતી. અમારી કમિટીને 3 મહિનાનો સમય આપીને નાણામંત્રીએ પ્રથમ તબક્કામાં એવી દરખાસ્ત આપીએ કે આવકવેરા કાયદાની પેચીદી જોગવાઇમાં સરળીકરણનું કામ સોપવામાં આવ્યું હતું. કરવેરાનો વહીવટ કે શાસન કરદાતા ફ્રેન્ડલી બનાવવા માટે અર્થાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટેના સૂચનો આપવા કહ્યું હતું. કાયદાકીય અવઢવ કે ગૂંચવણ ન ઉપસ્થિત થાય તેના માટેનો મેન્ડેટ આપીને એક વર્ષ માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. ટી ફોર ટ્રાન્સપરન્સી, એ ફોર એકાઉન્ટેબિલીટી પર ભાર મૂકતી અનેકવિધ દરખાસ્ત અમે મૂકી હતી. ઉદાહરણ તરીકે તમારો કેસ સ્ક્રૂટીની માટે પસંદ થાય ત્યારે અધિકારી જાત-જાતના પ્રશ્નો પૂછતાં હતા. અમે આમાં સુધારો લાવવા લિમિટેડ સ્ક્રૂટીની માટેની રજૂઆત કરી હતી તેને સરકારે કાયદામાં સમાવિષ્ટ કર્યો છે.


આજે પ્રથમવાર અમારી કમિટીની દરખાસ્તને માન્ય રાખીને આવકવેરાનું રિફંડ તમને 3 મહિનામાં અપાવું જોઇએ અને જો સમયસર ન આપવામાં આવે તો 6ના બદલે 9 ટકા વ્યાજ આવકવેરા વિભાગે ચૂકવવું પડશે. આનાથી આવકવેરા અધિકારી જવાબદાર બન્યા છે કારણ કે 6ના બદલે 9 ટકાનું વ્યાજ આપવા ઉપર અધિકારીએ જવાબ આપવો પડશે. જ્યારે તમે ટ્રિબ્યુનલમાં જીત્યા હોય ત્યારે કરદાતાંની સામે હાઇકોર્ટમાં જવું કે નહીં તેનો નિર્ણય કરવા માટે 3 કમિશનર સાથે મળીને ગુણવત્તાના ધોરણે નિર્ણય લઇ શકે તેના કોલેજિયમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 2016ના વર્ષની શરૂઆતમાં પારદર્શકતા અને જવાબદારીના સંદર્ભમાં આવકવેરા વિભાગ અને કરદાતા માટે સાનુકૃળ માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.


2016નું અંદાજપત્ર હાઉસિંગ સેક્ટરનું અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીનું એફોર્ડેબલ હાઉસિંગનું સ્વપ્ન હતું તેના માટે આવકવેરા કાયદાની કલમ 80 આઈડી હેઠળ ડેવલપર્સ અને બિલ્ડર માટેની યોજનાને પુનઃજીવીત કરવામાં આવી છે. નિયત માત્રા અને જોગવાઇ અનુસાર લોઅર ક્લાસની જરૂરીયાતને ધ્યાનમાં રાખતાં 30 કે 60 મીટરના મકાન બનાવો તો તેમાંથી ઉદ્દભવતો નફો આવકવેરા કાયદા હેઠળ બાદ આપવામાં આવશે. પ્રથમ વખત મકાન ખરીદનારને 35 લાખ રૂપિયાની લોન હોય અને મકાનની કિંમત 50 લાખની અંદર હોય તો તેમાં વધારાના 50 હજાર રૂપિયાની આવકવેરા કપાતનો લાભ મળશે.


કલમ 24 હેઠળ 2 લાખ રૂપિયા અને વધારાના 50 હજાર રૂપિયા કલમ 80ઈ હેઠળ કપાતનો લાભ મળશે. આવકવેરા કાયદાની કલમ 80જીજીમાં વાર્ષિક 24 હજાર રૂપિયાની મહત્તમ કપાતનો લાભ મળતો હતો તેના સ્થાને મહત્તમ કપાત 60 હજાર રૂપિયા ભાડાની ચૂકવણી ઉપર આપી છે. હાઉસિંગ લોન લીધા બાદ 3 વર્ષના સમયગાળામાં ઘરનું બાંધકામ પૂર્ણ કરવું પડે તો જ તેને આવકવેરા કપાતનો લાભ મળી શકે આ મર્યાદામાં બદલાવ કરીને 3 વર્ષના બદલે સમયગાળો 5 વર્ષ સુધીનો લંબાવવામાં આવ્યો છે.


નાણામંત્રીએ મહત્ત્વની જાહેરાત કરી કે કોર્પોરેટ ટેક્સને 30 ટકાથી ઘટાડીને 25 ટકા સુધીનો ટેક્સ લાવવા માટેની રજૂઆત કરી હતી. નવી કંપનીઓ માટે સીધી જાહેરાત કરી કે તેમના માટે ટેક્સ રેટ 25 ટકા રહેશે. આ ઉપરાંત અન્ય કર માળખામાં કપાત કરવાનું સરકાર આયોજન કરી રહી છે જેને સનસેટ ક્લોઝ તરીકે ઓળખવામાં આવે છે. જો કે સરચાર્જ અને સેસ દૂર થાય તો જ 25 ટકાનો ટેક્સ રેટ શક્ય બની શકે તેમ છે. ઇન્કમ ડેક્લેરેશન સ્કીમ જૂનમાં શરૂઆત થઇ અને સપ્ટેમ્બર 2016 સુધીમાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે.


આઇડીએસમાં 45 ટકાનો ટેક્સ રેટ વસુલવામાં આવ્યો હતો પરંતુ તેમાં પણ સરકારે રાહત આપી ત્રણ હપ્તામાં કરવેરો ભરવાની યોજના મૂકી હતી. નવેમ્બર, માર્ચ અને સપ્ટેમ્બર એમ ત્રણ હપ્તામાં રકમ ચૂકવવામાં આવે છે તો વાસ્તવિક રેટ ઓફ ટેક્સ 41 ટકાની આસપાસ આવે છે. આ યોજના અંતર્ગત સરકારને 65 હજાર કરોડ રૂપિયા મળવાનો અંદાજ હતો અને તે મુજબ જ આઇડીએસ અંતર્ગત ડિસ્ક્લોઝર આવ્યા હતા.


1991-92માં ઉદારીકરણ કર્યા બાદનો ટેક્સેશન ક્ષેત્રે સૌથી મોટો સુધારો જીએસટી છે. ભારતમાં આડકતરા વેરા 25થી વધુ છે અને તેનું ભારણ 50 ટકા સુધીનું છે. પરિણામે ઇનડાયરેક્ટ ટેક્સની ચોરી કરવાની પ્રેક્ટીસ થાય છે અને તેની અસર સીધા કરવેરાની વસુલાત ઉપર પણ થાય છે. જીએસટીનું સંવિધાન સંશોધન બિલ ઓગષ્ટ 2016માં સરકારે પસાર કરાવ્યું છે. જીએસટી આવવાનું નક્કી થઇ ગયું છે એપ્રિલ 2017માં અમલી બને કે નહીં પરંતુ સપ્ટેમ્બર 2017 સુધીમાં મોડામાં મોડું આવવાની અપેક્ષા છે. જીએસટી આવવાની સાથે રેવન્યુથી લઇને કરવેરા માળખામાં મોટો સુધારો આવશે.


ડિસ્પ્યુટ રેઝોલ્યુશન સ્કીમ લૉ પ્રોફાઇલ રહી છે. ડીઆરએસની સ્કીમ 30મી ડિસેમ્બર 2016 સુધી જ અમલી હતી. અપીલ અને વિવાદોને લઇને કરદાતાંને ભારણ થાય એવા કેસમાં ફક્ત ટેક્સ કે વ્યાજ ભરો અથવા નક્કી કરાયેલી ટોકન પેનલ્ટી ભરીને વિવાદને પૂર્ણ કરવાના મુદ્દાને સમાવિષ્ટ કર્યા હતા. ડીઆરએસનો ઉદ્દેશ્ય વિવાદમાં રહેલા કેસનો નિકાલ લાવવાનો હતો.


ડિમોનેટાઇઝેશનના સંદર્ભમાં નવો ટેક્સેશન અમેડમેન્ટ એક્ટ પણ પસાર કરવામાં આવ્યો હતો. ડિમોનેટાઇઝેશન બાદ બેન્કમાં જે રીતે કેશ રકમ જમા થવા લાગી તેમાં મિસચીફ ન થાય તેને રોકવા માટે નવો સુધારો લાવવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ 15 લાખ કરોડ રૂપિયાનું 500-1000ની નોટ ચલણમાં હતુ. આ બધી રકમ બેન્કમાં જમા થઇ છે તો કાળુનાણું કયાં ગયું તો અહીંયા ખાસ સમજવું કે બેન્કમાં રકમ જમા થઇ છે એટલે તે વ્હાઇટ નથી. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં સરકારની બાજ નજર રહેશે. એક તરફ ટેક્સેશન અમેડમેન્ટ એક્ટના 83.25 ટકા અને પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજનાના દંડા કરચોરોને પડવાની શક્યતાં વધુ છે.


બજેટ 2017 ભારતીય બજેટના ઇતિહાસમાં પ્રથમ વખત 1લી ફેબ્રુઆરીથી રજૂ કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય છે કે બજેટના સુધારા એપ્રિલથી જ લાગુ થઇ શકે તેના માટે તારીખ 28ના બદલે પ્રથમ ફેબ્રુઆરી કરવામાં આવી છે. દરેકના મનમાં એવી આશા છે કે પગારદાર વર્ગ કે સામાન્ય કરદાતા સહિત ઉદ્યોગકારોને પણ ટેક્સેશન રાહત મળવાની અપેક્ષા છે. મૂડીનફાના સંદર્ભમાં સિરીઝ ઓફ ચેન્જિંસની અપેક્ષા છે. પ્રોપર્ટીના સંદર્ભમાં ઇન્ડેકસેશનની તારીક 1981થી આગળ લાવીને 2003 કરવામાં આવે તેવી શક્યતાં છે. અમારી ઇશ્વર કમિટીની ભલામણોને આધારે પણ સુધારા કરવામાં આવે તેવી અપેક્ષા રહેશે.