ટેક્સ પ્લાનિંગ: કરવેરા આયોજનનાં ગુરૂમંત્ર

ના રોજ પ્રકાશિત Fri, 29, 2019 પર 17:21  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ ઉપર નિશ્ચિત વળતર મેળવવા માટે અનેક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન હોય છે જેમ કે બેન્ક ડિપોઝિટનું વ્યાજ, મ્યુચ્યુઅલ ફંડ પરનું વળતર વગેરે કયા રોકાણની પસંદગી કરો છો તેના ઉપર ઘણો મોટો આધાર રહે છે કારણ કે તેના આધારે તમારી આવકવેરાની જવાબદારી નક્કી થતી હોય છે. આજે આપણે આ મહત્ત્વના વિષય ઉપર ચર્ચા કરીશું. આગળ ટેક્સ વિષસ જાણકારી લઇએ ટેક્સ પ્લાનિંગના મુકેશ પટેલ પાસેથી.


નિશ્ચિત વળતર માટેના રોકાણની પસંદગી વખતે કયા માપદંડને ધ્યાનમાં રાખવો?


રોકાણ કર્યા બાદ આવકવેરાની જવાબદારી શું થશે એ જાણવું જરૂરી છે. રોકાણના રિટર્ન ઉપર અસરકારક કરમુક્ત રિટર્ન શું મળે છે તે સમજવું જોઇએ. 7 ટકાના ટેક્સ ફ્રી બોન્ડ અને 9 ટકા પ્રાઇવેટ ડિપોઝીટ્સ પર વ્યાજ આપું છે. પરંતુ તેમાં 9 ટકાના વ્યાજ ઉપર કરવેરાની જવાબદારી ઉપસ્થિત થશે. જ્યારે 7 ટકાના ટેક્સ ફ્રી બોન્ડમાં તમારે કોઇ કરવેરાની જવાબદારી નથી. ડિપોઝિટ કે મ્યુચ્યુઅલ ફંડ ઉપર અલગ અલગ ફંડ ઉપર રોકાણનું રિટર્ન અલગ છે. મ્યુચ્યુઅલ ફંડમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ બાદ થયા બાદ મળે છે. ગ્રોથ ફંડમાં કરવેરાનું માળખું અલગ થશે.


આ સંદર્ભમાં દર્શકોને ઉપયોગી કરવેરા આયોજનનો ગુરૂમંત્ર આપશો?


પ્રથમ ધ્યાનમાં રાખો કે તમે કયા ટેક્સ સ્લેબ છો. કરપાત્ર આવક 5 લાખ રૂપિયાની અંદર છે તો તેમાં રિટર્ન આપતાં રોકાણમાં જવું જોઇએ. જેટલું વધારે રિટર્ન હશે તેમાં જોખમ પણ વધારે રહેશે. જો સિક્યોર રિટર્નમાં જશો તો તેમાં રિટર્ન મર્યાદિત થશે. બેન્ક ડિપોઝિટ્સમાં 7 ટકાનું વ્યાજ મળે છે. ગ્રોથ મ્યુચ્યુઅલ ફંડમાં આર્બિટ્રાજ કે લિક્વિડ ફંડમાં જાવ તો તેમાં ડિપોઝિટ કરતાં વધુ રિટર્ન મળશે.


લિક્વિડ રિટર્નમાં તમારે ઉપાડ કરવો જરૂરી નથી તો તેવા ગ્રોથ ફંડમાં રોકાણ કરો છે. જેમાં લિક્વિડ કે આર્બિટ્રાજ ફંડમાં રોકાણ કરવું જોઇએ. કારણ કે તેમાં વાર્ષિક ધોરણે તેમાંથી તમારે ઉપાડ કરવાનો નથી. આમાં જ્યાં સુધી તમે ઉપાડ નથી કરતાં ટેક્સ ભરવાનો રહેતો નથી. લિક્વિડ ફંડને પણ 3 વર્ષના ગ્રોથ સુધી હોલ્ડ કરી શકો છો તો તેના ઉપર ઇન્ડેક્સેશનનો લાભ મળી શકે છે.


જે 30 ટકાના સ્લેબમાં છે તેઓ ગ્રોથ ઇન્સ્ટ્રુમેન્ટનો અભ્યાસ કરીને પસંદગી કરો છે. આર્બિટ્રાજ ફંડમાં શોર્ટ ટર્મમાં 15 ટકા અને લોંગ ટર્મમાં 10 ટકાનો ફ્લેટ રેટ ઓફ ટેક્સ છે. આ ઉપરાંત તમને આમાં ઇન્ડેક્સેશનનો પણ લાભ મળવાનો છે. જો કુલ મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાંથી 50 ટકા યુનિટનો જો ઉપાડ કરો છો તો તેના ઉપર 50 ટકા ટેક્સ રકમ પર જ ભરવાનો રહેશે. રોકાણના વળતર સમાન હોય પરંતુ ટેક્સ પ્લાનિંગ થકી તેમાંથી વધુમાં વધુ રિટર્ન મળી શકશે.


સવાલ-


મારા પિતાના અવસાન બાદ તેમના એચયુએફમાં ઘરના સ્ત્રી મેમ્બર એચયુએફના કર્તા બની શકે?


જવાબ-


કાયદા અનુસાર એચયુએફમાં કુંટુંબમાં સૌથી મોટી ઉંમરની પુરુષ વ્યક્તિને કર્તા ગણવામાં આવે છે. તમારા પિતાના અવસાન બાદ એચયુએફ ચાલુ રહે છે પરંતુ તેમાં કર્તા તમે રહેશો.


સવાલ-


એચયુએફને સભ્ય સિવાયના કોઇ મેમ્બર તરફથી ગિફ્ટ મળે તો એ સ્વીકારી શકાય અને સભ્ય સિવાયના વ્યક્તિને ગિફ્ટ આપી શકે?


જવાબ-


કોઇપણ એચયુએફના સભ્ય ન હોય તેવા વ્યક્તિ પાસેથી ગિફ્ટ લઇ શકાશે. ગિફ્ટ 50 હજાર રૂપિયાથી વધુની રકમ કરપાત્ર આવક ગણાશે. પરંતુ જો ગિફ્ટની રકમ કુલ કરપાત્ર આવક કરતાં ઓછી હશે તો તેના ઉપર કરમુક્ત રહેશે. બક્ષિસ રોકડમાં લેવા માટેની કોઇ મર્યાદા નથી. પરંતુ મોટી રકમની બક્ષિસ ચેક કે બેન્ક ટ્રાન્ઝેક્શનમાં લેવું યોગ્ય રહેશે. કારણ કે જો મોટી રકમ રોકડમાં બક્ષિસમાં સ્વીકારશો તો તેના ઉપર મુશ્કેલી થઇ શકે છે.


સવાલ-


હું હમણાં નિવૃત્ત મળ્યું છે તો મને રજા પગાર મળે છે તેના ઉપર કોઇ કરપાત્રતા ખરી?


જવાબ-


લીવ એન્કેશમેન્ટ મળવાપાત્ર છે તેમાં 3 લાખ રૂપિયા સુધી કરમુક્તિ રહે છે. તમારા છેલ્લા મહિનાનો પગાર અને છેલ્લાં 10 મહિનાની સરેરાશની ગણતરી થાય છે. આ ઉપરાંત વધુમાં વધુ 6 મહિના સુધીનું લીવ એન્કેશમેન્ટ હોય છે. 3 લાખ રૂપિયા સુધીની રકમ હક્કરજા તરીકે મળે તે કરમુક્ત રહેશે. 3 લાખથી વધુની જો રકમ હોય તો તે આપની પગાર આવક તરીકે ગણાશે.


સવાલ-


મારી કમર્શિયલ પ્રોપર્ટી રેન્ટ આપી હતી તેમાં ભાડું પણ રોકડમાં સ્વીકાર્યુ છે અને હાલ એસેસમેન્ટ અધિકારી તરફથી ભાડા કરારની વિગત માંગી છે તો તેમાં શું આયોજન કરવાનું રહેશે?


જવાબ-


આવકવેરા કાયદા અનુસાર તમારી મિલક્ત ભાડે આપવા માટે ભાડા કરાર કે ચિઠ્ઠી હોવી જરૂરી નથી. તમારા કેસમાં તમારા આકારણી અધિકારી ભાડાની જ આવક છે તેનું કન્ફર્મેશન માંગી શકે છે. કારણ કે તે આવક સામે સ્ટાન્ડર્ડ ડિડ્કશન પણ લો છો. તેમજ વાસ્તવમાં એ ભાડાની આવક છે તેના માટેની વિગતો માંગી શકે છે. તેથી તમારા ભાડુઆતનું પાન નંબર તમને ભાડુ આપ્યું છે તેની વિગત આપવાની રહેશે. 50 હજાર રૂપિયાથી વધુ ભાડું હોય તો તેના ઉપર ટીડીએસની જવાબદારી રહેશે. સ્ક્રૂટીનીમાં કન્ફર્મેશન તેમજ ભાડુઆતનો પાન નંબર આપશો તો કોઇ મુશ્કેલી નહીં થાય.