ટેક્સ પ્લાનિંગ: કેવી રીતે કરી શકાય બક્ષિશનું આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 02, 2019 પર 17:28  |  સ્ત્રોત : CNBC-Bajar

બક્ષિશ લેવી કોને ન ગમે, પણ તેના પર ટેક્સ ભરવાનો આવે તો તે બક્ષિશ આકરી લાગે, ત્યારે આજે નિયતસગા પાસેથી મળેલી બક્ષિશના સંદર્ભમાં વિશેષ જોગવાઈ છે. તો આજે આપણે વાત કરીશું, સગા-વાહ્લાને આપેલી કે તેમની પાસેથી મેળવેલી બક્ષિશ અંગે. અને આગળ જાણકારી લઇશું કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ પાસેથી.


સગા-વાહ્લાના સંદર્ભમાં બક્ષિસની શું જોગવાઈઓ છે?


સામાન્ય પરિભાષામાં તો બીજી કે ત્રીજી પેઢીમાં આવતા હોય તે પણ સગા કહેવાય પરંતુ કરવેરાની ભાષામાં સગાની પરિભાષા ખુબજ નિશ્ચિત લોકો સુધી સિમિત છે. આવકવેરાના કાયદા હેઠળ નિયત સગા પાસેથી જે બક્ષિસ મળી હોય તો જ તે બક્ષિસ પર કરમુક્તિની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિને તેના કાકા-મામા કે ફૂઆ તરફથી બક્ષિસ મળે તો તે કરમુક્ત છે પરંતુ જો તમે તમારા કાકા-મામા કે ફૂઆને બક્ષિસ આપો તો તેમને તે કરમુક્ત ન પડે, તેમણે આવકવેરો ભરવાનો થાય છે.


જો તમે તમારા પિતરાઈ ભાઈ કે બહેનને બક્ષિસ આપો તો તે પણ કરમુક્ત નથી. જે નિયત સગાની પરિભાષામાં ન આવતા હોય તેવા કેસમાં 50,000 કરતા વધારે રકમની બક્ષિસ જો લેવામાં આવે તો તે કરપાત્ર બને છે. આપણને જે બક્ષિસ મળતી હોય તે રકમના સંદર્ભમાં ઉદભવતી આવક ઉપર પણ અમુક સંજોગોમાં ટેક્સ લાગી શકે છે. ક્લબિંગ ઓફ ઈન્કમની જોગવાઈ બક્ષિસના સંદર્ભમાં ઉદભવતી આવક પર લાગુ પડે છે.


સવાલ-


હું કે મારા પત્ની અમારી દિકરીને શૅરની ગીફ્ટ આપવા માંગતા હોય તો તેના પર ટેક્સ લાગે કે કેમ?


જવાબ-


કોઈપણ માતા કે પિતા પોતાના સંતાનોને રોકડ કે બક્ષિશ સ્વરૂપે જે કંઈ આપે તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. જો તમે તમારી દિકરીને શૅર ગીફ્ટ કરો અને તે જો 5 દિવસમાં પણ તે શૅર વેંચે તો તેને લાંબાગાળા મૂડીનફો ગણી શકાય, કારણકે બક્ષિસ આપનાર દ્વારા મિલકત ધારણ કર્યાનો સમય પણ તેમા ઉમેરવામાં આવે છે.


સવાલ-


હું મારા પુત્રવધૂ ને રૂપિયા 5.5 લાખ બક્ષિશ આપું તો તેણી ને આ ને આવક માટે ઈન્કમ ટેક્સ લાગુ પડે? હું પોતે જમીનદાર છું અને એક ખેતર વેંચવું છે અને તેના 25 લાખ મળી શકે અને સામે અન્ય જમીન લેવી છે તે પણ તે જ કિંમતની છે, તો આ સંદર્ભમાં મને કોઈ ટેક્સ લાગે?


જવાબ-


તમારા પુત્રવધૂને આપ કાર આપો તો કોઈ ચિંતા કરવાની જરૂરત નથી, કારણકે તેમાંથી કોઈ આવક ઉદભવશે નહિં. તમે એક ખેતીની જમીન વેંચો છો અને અન્ય ખરીદો છો તેમાં કલમ 54 Bની જોગવાઈ પ્રમાણે તે વેચાણમાંથી ઉદ્ભવતો મૂડીનફો જો અન્ય ખેતીની જમીન લેવા ઉપયોગમાં લો તો તમને કોઈ ટેક્સ લાગશે નહિં.


સવાલ-


અમુક વિશેષ અવસર ઉપર મળેલી બક્ષિસની જોગવાઈ છે, તો તે અવસર ક્યા છે?


જવાબ-


તમારા લગ્ન પ્રસંગે મળેલી બક્ષિશ કરમુક્ત છે. તમને વસિયત હેઠળ કોઈપણ રકમ કોઈપણ વ્યક્તિ પાસેથી મળે તો તેમા કોઈ ટેક્સ નથી. ઘણી વખત કોઈ ટ્રસ્ટ કે ફાઉન્ડેશન તરફથી સ્કોલરશિપ કે રકમ મળે તો તેના પર પણ કોઈ કર લાગતો નથી.


સવાલ-


મને મારી પૌત્રીના નામે 3 લાખની FD ગીફ્ટ સ્વરૂપે રાખવા છે તો તેનું વ્યાજ કોનામાં ગણાશે? તેમજ નોન રિલેટિવ પાસેથી હું પૌત્રીના નામે કેટલી ગીફ્ટ લઈ શકું?


જવાબ-


તમારી પૌત્રી તમારા સીધા રિલેટિવની યાદીમાં આવે છે, માટે તમે તેને ગમે તેટલી રકમની બક્ષિસ આપો તો તેમાંથી ઉપજતી રકમ તેની સીધી આવક ગણાય છે. 50,000ની અંદર મળેલી નોન-રિલેટિવ પાસેથી મળેલી રકમ કરમુકત છે. વર્ષ 2019-20 મુજબ જો તમારી પૌત્રીને જેની કોઈ અન્ય આવક નથી તેને વિવિધ બક્ષિસ એકઠી કરી 5 લાખ સુધીની રકમ સુધી કોઈ ટેક્સ ન લાગી શકે તે આવકવેરા રિબેટનો લાભ મેળવીને આયોજન થઈ શકે છે.


સવાલ-


હું સિનિયર સિટીઝન છું, મારી ટોટલ આવક 3.35 લાખ છે, ડિડક્શન 2.71 લાખ છે, તો કેપિટલ લોસ કેરિફોરવર્ડ થાય કે નહિં?


જવાબ-


સમયસર તમે આવકવેરા રિટર્ન ભરશો તો તમને જે લોસ થયો છે તે કેરી ફોરવર્ડ થઈ શકશે. આ લોસ તમે વધારેમાં વધારે 8 વર્ષ સુધી કેરિા ફોરવર્ડ કરી શકો છો.


સવાલ-


મારા નામે મારા માતાની એક પ્રોપર્ટી છે, જો તે તેમના પુત્રવધુને તે મકાન ગીફ્ટ સ્વરૂપે આપે તો તેના પર તેમને કોઈ ટેક્સ લાગી શકે?


જવાબ-


બક્ષિસમાં જો તમારા માતા તેમના પુત્રવધુને ભેટ આપે તો તેમને કોઈ ટેક્સ લાગે નહિં. જો તમારા પત્ની તે ઘર વેંચે અને તેમા મૂડીનફો થાય તો તે રકમ તમારા માતાને ક્લબિંગની જોગવાઈ હેઠળ લાગુ પડશે.


સવાલ-


મારા પિતા પેરેલાઈઝ્ડ છે તેમને 80% કરતા વધારે ડિસએબિલિટી છે અને તેનું સર્ટિફિકેટ પણ છે, તો મને કલમ 80DDમાં કેટલી રાહત મળી શકે?


જવાબ-


તમારા પિતાના સંદર્ભમાં તમને ખર્ચ પેટે જે કપાત બાદ મળે છે તે 1 લાખ 25 હજાર છે. તમે તમારા પિતા માટે કંઈ પણ ખર્ચ કરો તો તમને પુરા ડિડક્શનનો લાભ મળી શકશે.