ટેક્સ પ્લાનિંગ: બજેટ બાદ કેવું કરવું આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 03, 2017 પર 17:32  |  સ્ત્રોત : CNBC-Bajar

12875 રૂપિયાની આવકવેરા રાહત એજ્યુકેશન સેસ સહિતની અસરકારક રાહત આપી છે જે કોઇ નાણામંત્રી એક સાથે એક અંદાજપત્રમાં આપી નથી. 1997માં તત્કાલીન નાણામંત્રી ચિદ્દમ્બરમે ટેક્સ રેટને સેટ કર્યુ હતું તેમાં બજેટ 2017માં 5 ટકાનો ટેક્સ રેટ લાવીને એક નવો સ્લેબ અરુણ જેટલીએ મૂક્યો છે. કેટલાક વર્ષોથી નાણામંત્રીએ લિમિટમાં બદલાવ કરવાને બદલે આવકવેરા કાયદાની કલમ 87Aમાં રિબેટનો આધાર લીધો છે. પ્રવર્તમાન જોગવાઇ પ્રમાણે 5 લાખ સુધીની કરપાત્ર આવક ઉપર 2015-16 માટે 2500 રૂપિયા અને 2016-17 માટે 5 હજાર રૂપિયા સુધીની રિબેટ છે.


નાણામંત્રી ટેક્સ બેઝને ઘટાડવા માંગતા નથી. કારણ કે 3 કરોડ ટેક્સ ભરતાં કરદાતામાંથી 1 કરોડ તો કોઇ ટેક્સ ભરતાં નથી બાકીના બે કરોડમાં પણ મેજોરિટી કરદાતાં 2.5થી 5 લાખની છે. માત્ર 76 લાખ ટેક્સ ભરનાર કરદાતા 5 લાખથી ઉપરની આવક દર્શાવે છે. તેમાંથી 56 લાખ તો પગારદાર વર્ગ છે અન્ય વ્યવસાયિકોની સંખ્યા 20 લાખની જ છે જે આશ્ચર્યજનક છે. પરિણામે નાણામંત્રીએ આ અંદાજપત્રમાં આવકવેરા દરની મર્યાદામાં ફેરફાર કર્યો નથી.


1,72,000 કરદાતાઓ 50 લાખથી વધુ આવક દર્શાવે છે. આ 1,72,000 કરદાતાઓને રાહત આપવાને બદલે વધારાનો સરચાર્જ થોપી દીધો છે. સિનિયર સિટીઝન માટે 3 લાખ રૂપિયાની લિમિટ ટેક્સ માટે નક્કી કરી છે. આવકવેરા રિબેટમાં ફેરફાર કર્યો છે તેમાં સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુ કરપાત્ર આવક ન હોય તો જ રિબેટ મળી શકશે. 2017-18માટે પ્રવર્તમાન 5000ના રીબેટને ઘટાડીને 2500 કરાયો છે. સિનિયર સિટીઝનને 3 લાખ રૂપિયાની લિમિટ સ્પેશ્યલ લિમિટ છે તેમાં કોઇ વિશેષ રાહત મળતી નથી. 80 વર્ષથી વધુની વય ધરાવતાં સુપર સિનિયર સિટીઝન ઉપર 5 લાખ રૂપિયા સુધીની રકમ ઉપર કોઇ ટેક્સ નહોતો. હવે તેમને 5 લાખ રૂપિયાથી વધુની આવક ઉપર સીધો 20 ટકા ટેક્સ લાગે તે વ્યાજબી નથી. સુપર સિનિયર સિટીઝનને સોશ્યલ સિક્યોરિટી તો આપતાં નથી તો તેમને વિશેષ રાહત આપવાની જરૂર હતી.


નાના અને મધ્યમ કદના ઉદ્યોગો-એમએસએમઈ માટે છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે નોંઘનીય રાહત આપી છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે 5.15 ટકાની રાહત આપવામાં આવી છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગો જેમનું વાર્ષિક 50 કરોડ રૂપિયાથી ઓછા ટર્નઓવર કરતી કંપનીઓને એસએમઇ યુનિટનો લાભ મળશે અને તેના ઉપર 25 ટકા ટેક્સ રેટ લાગુ પડશે. એમએસએમઇ કંપની હોય તેને જ આ લાભ આપવાનો આવ્યો છે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં એમએસએમઇ ભાગીદારી પેઢી અને એલએલપી વધારે છે. નાના અને મધ્યમ કદના અનેક એકમ ભાગીદારી પેઢી કે એલએલપીને 5 ટકાના લાભથી વંચિત રાખ્યા છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની કંપનીઓને જ 5 ટકાના દર ઘટાડાનો લાભ મળશે.


10 લાખથી વધુ ડિવિડન્ડ મેળવતાં વ્યક્તિ, એચયુએફ અને ભાગીદારી પેઢીના સંદર્ભમાં વધારાનો 10 ટકાનો ટેક્સ વસુલવાનો નિયમ ગત વર્ષના અંદાજપત્રમાં લાવ્યા હતા. કંપનીઓને આમાંથી બાકાત રાખવામાં આવી છે કારણ કે તેમને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ લાગે છે. હવે આગામી વર્ષથી ટ્રસ્ટ કે એઓપીને પણ 10 લાખ રૂપિયાથી વધુ ડિવિડન્ડ મળ્યુ હોય તો તેમને ટેક્સ લાગશે. આવકવેરા કાયદાની કલમ 194I હેઠળ ભાડાની ચૂકવણીના સંદર્ભમાં ટીડીએસની કપાત કરવાની જવાબદારી છે. જે કોઇ વ્યક્તિ કે એચયુએફ જેમના કેસમાં ઓડિટ ન હોય તેમને આ જોગવાઇમાંથી મુક્તિ આપવામાં આવી છે.


આ વખતે ટીડીએસનો વ્યાપ ભાડાની આવકના સંદર્ભમાં ફેરફાર કર્યો છે. આવકવેરા કાયદાની કલમ 194I હેઠળ જે વ્યક્તિ કે એચયુએફને મુક્તિ આપવામાં આવી હતી તેઓનાં કેશમાં મહિને 50,000થી વધુ ભાડુ ચુકવાતુ હોયતો તેમણે 5ટકાનાં દરે ટીડીએસ કરવાનો રહેશે. જો કે આ ટીડીએસની કપાત દર મહિને કરવાની જરૂર નથી પરંતુ વર્ષના અંતે ભાડા કરાર પૂર્ણ થતાં સમયે પણ તેની 5 ટકાના દરે કપાત કરીને ચૂકવણી કરવાની રહેશે. આ માટે વ્યક્તિ કે એચયુએફ જેમના કેસમાં ઓડિટ નથી તેમને ટીએએન નંબર લેવાની જરૂર નહીં રહે છે.


પેની સ્ટોક્સ કે શેલ સ્ટોક્સના વ્યવહારો થકી બ્લેકમનીને વ્હાઇટ કરવાની કામગીરી સપ્ટેમ્બર 2016માં સામે આવી હતી. તેથી આવા વ્યવહારો ઉપર અંકુશ મૂકવા એવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી કે 2004 પછી જે શેર ધારણ કરવામાં આવ્યા હોય અને તેના સંદર્ભમાં એસટીટીની ચૂકવણી થઇ નથી તેના ઉપર આવકવેરા કાયદાની કલમ 10(38) હેઠળ કરમુક્તિ મળશે નહીં. જે-તે વ્યક્તિને કંપની તરફથી કે બોનસ અથવા તો બક્ષિસ સ્વરૂપે રકમ મળી હોય તો તેના ઉપર એસટીટી ચૂકવાયો હોતો નથી તો તેમાં શું? તો એના ઉપર પણ જોગવાઇ કરી છે.


આ જોગવાઇ અનુસાર સરકાર દ્વારા નોટિફાઇ કરાયેલા વ્યવહારોને આ કલમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આઇપીઓ, એફપીઓ, વારસાઇમાં, બક્ષિસ તરીકે મળેલા શેર્સ ઉપર એસટીટી ભરવામાં નહીં આવ્યો હોય તેમ છતાં તેના ઉપર લાંબાગાળાનો મૂડીનફો કરમુક્ત રહેશે. 1981ના ઇન્ડેક્સેશન વર્ષના લીધે હાલના તબક્કે જે કેપિટલ ગેઇનની ગણતરી થાય છે તે ઘણી વધારે રહે છે તેથી કેપિટલ ગેઇન ટેક્સથી બચવા માટેના પ્રયાસો વધુ થાય છે.


તેથી અમારી ઇશ્વર કમિટીની પણ ભલામણ હતી કે ઇન્ડેક્સેશન માટે બેઝ યરને બદલીને 2001 કે 2003 કરવામાં આવે છે. સરકારે 1-4-2001નો માપદંડ હવે ઇન્ડેક્સેશન માટે નક્કી કર્યું છે. નવા ઇન્ડેક્સેશનના બેઝ યરને ધ્યાનમાં રાખીને હાલ જો કોઇ મિલક્ત વેચવાનું આયોજન કરતાં હોય તો માર્ચ 2016 બાદ વેચવામાં આવશે કેપિટલ ગેઇન સંદર્ભે મોટો ફર્ક પડશે.