ટેક્સ પ્લાનિંગ: ઇન્કમટેક્સ અને GSTનું આયોજન એક સાથે - 2

ના રોજ પ્રકાશિત Fri, 01, 2019 પર 17:24  |  સ્ત્રોત : CNBC-Bajar

જીએસટીની એક્ઝમ્પ્ટ સર્વિસીઝ કયા છે. હેલ્થ સર્વિસીઝ જીએસટી માંથી મુક્ત છે. સર્વિસ ટેક્સમાં વકીલોને છૂટ હતી જીએસટીમાં પણ આવી છૂટ છે. વકીલની સેવા લેવા બદલ ગ્રાહકે ટેક્સ ભરવો પડે વકીલોને તેમાંથી મુક્તિ છે. સપ્લાયની વ્યાખ્યા કલમ 7માં આપવામાં આવી છે. શિડયુલ્ડ 1 કેટલાંક જૂજ વ્યવહારને જ જીએસટી માંથી મુક્ત રાખવામાં આવ્યા છે.


ઇન્વોઇસ વેલ્યુ ઉપર જીએસટી ભરવાનો જ રહેશે. જો ફ્રીમાં કોઇ વસ્તુ કે સેવા આપી હોય તેવામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ નહીં મળે. ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લીધો હોય તો ઘસારાનો લાભ મળી શકે નહીં. ઘસારાનો લાભ લો અથવા તો ટેક્સ ક્રેડિટનો લાભ લો. જીએસટીની જવાબદારી ક્યારે ઉભી થાય છે. જ્યારે પણ સપ્લાય કરવામાં આવે ત્યારે વેરાની જવાબદારી ઉભી થાય છે.


તમારા ગોડાઉન કે દુકાન માંથી માલ નીકળે તેની સાથે ઇન્વોઇસ બનવું જોઇએ. ઇન્વોઇસ બની ગઇ પરંતુ ખરીદનારે બિલની ચૂકવણી ન કરે તેવા સંજોગોમાં શું રહે. ઇન્કમટેક્સમાં ઘાલખાદ્ય ખર્ચ તરીકે બાદ મળે પણ અહીંય કોઇ એવા સેટઓફ જોગવાઇ નથી. પગારદાર તરીકે કામ કરવું કે કન્સલટન્ટ તરીકે કામ કરવું વધારે સારું રહે છે. કન્સલટન્ટને ગ્રોસ રિસિટ્સ રૂપિયા 20 લાખ રૂપિયાથી ઓછી છે તો કરવેરા આયોજન શેમાં કરવું સારું છે.


ઇન્કમટેક્સમાં 50 ટકા સુધીનો ખર્ચ પણ માન્ય રાખે છે. જ્યારે જીએસટીમાં કંમ્પોઝિટ સ્કીમનો લાભ લઇને 6 ટકાનો ટેક્સ ભરવાનો રહે છે. જો તમને 50 લાખની મર્યાદામાં વાર્ષિક વળતર મળતુ હોય છે. જો તેમાં પગારદારના બદલે વ્યવસાયિક તરીકેનો અભિગમ રાખવો સારો રહે છે. શિડ્યુલ 3 મુજબ જમીન અને પૂર્ણઃત બિલ્ડિંગ ઉપર લાયેબિલિટી રહેશે નહીં.


મકાન બાંધકામ સમયે જે એગ્રીમેન્ટ થાય તેના ઉપર વેરો લાગે છે. જો BU પરમિશન મળી ગયા બાદ કરાર થાય છે તો તેના ઉપર જીએસટી અમલી નથી. નવું ઘર ખરીદવું છે તેમાં રેડી પઝેશનમાં જીએસટી ભરવાનો નથી. સ્થાવર મિલકતમાં ઘર બંધાય ચૂક્યું છે તો તેના ઉપર કોઇ જીએસટી ભરવાનો નથી.