ટેક્સ પ્લાનિંગ: ઇન્કમટેક્સ અને GSTનું આયોજન એક સાથે

ના રોજ પ્રકાશિત Fri, 25, 2019 પર 17:36  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇન્કમટેક્સ અને GSTનું પ્લાનિંગ એકસાથે કરવાનું આયોજન દિવાળી સ્પેશ્યલમાં છે. ઇન્કમટેક્સમાં જેમ બેઝિક મર્યાદા મળે છે તેવી ખાસ મર્યાદા GSTમાં ખરી છે. ગુડ્ઝ અને સર્વિસની સપ્લાય ઉપર લાગતો ટેક્સ એટલે GST છે. GSTનો વ્યાપ ખૂબ જ વિસ્તૃત છે. શિડ્યુલ 3ના કેટલાંક ગુડ્ઝને બાદ કરતાં તમામ ગુડ્ઝ માટે ટેક્સ છે. GST રજીસ્ટ્રેશનના ગુડ્ઝ માટે 40 લાખની વાર્ષિક ટર્નઓવરની મર્યાદા છે.


આમાં પણ કેટલાંક અપવાદ છે જેમ કે આંતરરાજ્ય વેપાર કરતા હોય છે. 3 ઉત્પાદન માટે 40 લાખની મર્યાદા ઘટાડીને રૂપિયા 20 લાખ કરવામાં આવી છે. 20 લાખની મર્યાદા આઇસક્રીમ, બરફ અને પાનમસાલા-તંબાકુના ઉત્પાદો માટે છે. સેવાઓ માટે GSTની મેર્યાદા 20 લાાખ રુપિયા છે. ઇન્કમટેક્સના રિટર્ન ભર્યાના અન્ય પણ ઘણા બેનેફિટ થતાં હોય છે.


તો GST રજિસ્ટ્રેશન કર્યાના શું બેનેફિટ થતાં હોય છે. જ્યાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની નથી ત્યાં GST રજિસ્ટ્રેશન ફરજિયાત નથી. માલ કે સેવા પ્રાપ્ત કર્યા બાદ જે ટેક્સ ચૂકવ્યો છે તે માલના વેચાણ ઉપર ગ્રાહક પાસેથી પણ ટેક્સ વસૂલવાનો રહે છે. GSTમાં જે વેલ્યુ એડિશન થાય તેના ઉપર ટેક્સ ભરવાનો રહે છે. તમે GST ભર્યો હોય અને GST રજિસ્ટ્રેશન કરાવ્યુ હોય તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે. GSTN મેળવવા માટે વેબસાઇટ ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે.


તમારા ધંધાની વિગત કયા રાજ્ય અને શહેરમાં ધંધો કરવાનો છે તેની વિગત આપવાની રહે છે. આ ઉપરાંત તમારી પેઢીનું પાનકાર્ડની વિગત આપવાની રહેશે. GSTN 13 આંકડાનો હોય છે જેમાં પ્રથમ બે આંકડા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. બાકીના 10 ડિજિટ વેપારીનો પેન નંબર હોય છે. તમારું રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસ આપવાનું રહેશે.


તમે જે ધંધો કરવાના છો તે સ્થળનું એડ્રેસ આપવાનું રહે અને તેના પુરાવાને અપલોડ કરવાના રહે છે. એપ્લિકેશન કર્યા બાદ જો સમગ્ર વિગત યોગ્ય રહેશે તો ઓફિસર 3 દિવસમાં તમારો નંબર ઇશ્યુ કરશે. જો એપ્લિકેશનમાં ખામી હશે તો 3 દિવસમાં ઓફિસર ખામીની વિગત તમને આપશે. સ્ટેટ GST વિભાગ જરૂર પડ્યે સ્પોટ વેરીફિકેશન કરવાની જરૂર પડે તો કરે છે.


ઇનપુટ ટેક્સ ક્રેડિટ આ કાયદાનું સૌથી મહત્ત્વનું પાસું છે. ટેક્સ ઇન્વોઇસમાં જે ટેક્સ હશે તેના ઉપર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે. ઇન્કમ ટેક્સમાં અંદાજિત આવકની એક જોગવાઇ આવે છે. GSTમાં પણ આ પ્રકારની એક જોગવાઇ કરવામાં આવી છે. જેમાં માલના ટર્નઓવર રૂપિયા 1.5 કરોડ સુધી હોય તો તેમાં 1 ટકા ટેક્સ ભરવાની જોગવાઇ છે.


આમાં તેઓ ટેક્સ ઇન્વોઇસ ન આપી શકે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે. આ યોજનાનો લાભ લઇને ધંધા માટેના સ્ટ્રેટેજીક આયોજન કરી શકો છો. ઉત્પાદક માટે 2 ટકા ટર્નઓવર ઉપર ટેક્સના ભરવાના રહે છે. હોટેલિયર્સ માટે 5 ટકા ટેક્સ ભરવાની કંમ્પોઝિટ સ્કીમ આપવામાં આવી છે.


સર્વિસિઝના સેક્ટરમાં 6 ટકા ટેક્સ ભરવાની કંમ્પોઝિટ સ્કીમ માટે રહેશે. કંમ્પોઝિટ સ્કીમમાં ત્રિમાસિક ધોરણે રિટર્ન ભરવાનું રહે છે. માસિક ધોરણે રિટર્ન ભરવાનું છે તેમણે બીજા મહિનાની 11 તારીખ સુધીમાં રિટર્ન ભરવું પડે છે. રિટર્ન ભરવાની પ્રોસેસ ઓનલાઇન જ છે.