ટેક્સ પ્લાનિંગ: ઇન્ટરેસ્ટ ફ્રી લોન અને કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 17:23  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેક્સ પ્લાનિંગનો પાયાનો નિયમ તમારી આવક તમારા કુંટુંબના સભ્યોમાં કાયદાકીય રીતે વહેંચો. ઘરના એક વ્યક્તિની આવક રૂપિયા 30 લાખ છે તેના ઉપર તેમને ટેક્સ ભરવાનો રહે છે. હવે તેમના ઘરમાં તેમના પત્ની અને HUF છે પરંતુ તેની કોઇ આવક નથી. રૂપિયા 30 લાખની આવક ઉપર 30 ટકાના દરે ટેક્સ ભરવાનો આવે છે. 30 લાખનો ટેક્સ ભરવાને બદલે 30 લાખને 10-10 લાખમાં પત્ની અને HUFને વહેંચવા જોઇએ.


આ સ્થિતિમાં તમારા આવકવેરાના દરમાં મોટો ફર્ક પડી જશે. વ્યક્તિના કેસમાં કુલ કરપાત્ર આવક 5 લાખથી ઓછી હોય તો ભરવાપાત્ર વેરો શૂન્ય છે. આ 5 લાખમાં તમને મળતી અન્ય કપાતોને ઉમેરો તો આવક વધી જશે. વ્યાજમુક્ત લોન આપતાં સમયે જે રકમ આપો છો તે પોતાની મૂડીમાંથી આપવી જરૂરી છે.


ક્લબિંગના નિયમ ત્યારે લાગુ પડશે જ્યારે HUF કે લગ્નસાથીને બક્ષિસ આપો છે. બક્ષિસમાંથી જે આવક ઉદ્દભવે તે તમારી આવકમાં ઉમેરાય છે. પતિ-પત્નીના જોઇન્ટ એકાઉન્ટમાં અપાતી લોન વ્યાજમુક્ત લોન તરીકે ગણી શકાય નહીં. લગ્નસાથીએ તેમના ખાતામાંથી જેમને વ્યાજમુક્ત લોન આપે છે,


તેમના ખાતામાં ચેક થકી આપવાની રહેશે. આ લોનના વ્યવહારને પતિ અને પત્નીને બંનેએ વ્યાજમુક્ત લોન તરીકે દર્શાવવાની રહેશે. લોનના વ્યવહાર તરીકે દર્શાવ્યા બાદ લગ્નસાથીને ક્લબિંગ પ્રોવિઝનમાં લાગુ પડશે નહીં.


સવાલ-


મારા HUFને હુ ચેક થકી રકમ આપી શકુ? અને HUFના PAN કાર્ડમાં ડેટ ઓફ ઇનકોર્પોરેશનમાં કઇ તારીખ આપવાની રહે?


જવાબ-


તમે HUFને આપેલી લોન થકી રોકાણ કરી શકો¤WA3 3900 તેમાંથી ઉદ્દભવતી આવક HUFની આવક ગણાશે. HUFનું PANકાર્ડ હોવું જરૂરી છે. HUFના કિસ્સામાં ઇનકોર્પોરેશનની તારીખ તમારી લગ્ન તારીખ જ ગણાશે.


સવાલ-


હું અને મારા પત્ની સિનિયર સિટીઝન છે મારા પુત્રી કેનેડા સ્થાયી થયા છે તો હવે એમના ખાતામાં અમુક રકમ છે તે મને ગિફ્ટ આપી શકે અને હું પણ એ રકમ ગિફ્ટ તરીકે આપી શકું?


જવાબ-


તમારા કેસમાં આપે નક્કી કરવાનું છે કે આપને શું કરવું છે. NRI સંતાન તેના માતા-પિતાને બક્ષિસમાં આપે તો તેના ઉપર કોઇ મર્યાદા નથી. એ જ રીતે માતા-પિતા તરીકે તમે પણ કોઇપણ રકમ સંતાનને બક્ષિસ રૂપે આપી શકો છો. રિઝર્વ બેન્કની LRC યોજના મુજબ ભારતના રહીશ 2.5 લાખ ડૉલર વાર્ષિક રીતે મોકલી શકે છે.


સવાલ-


હું 58 વર્ષે સરકારી કર્મચારી તરીકે નિવૃત્ત થઇ છું મારા પતિ 2007માં નિવૃત્ત થયા છે હાલ તેમની ઉંમર 59 છે તો હાલ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રકમ મૂકી શકાય?


જવાબ-


સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમનો લાભ આપના પતિને હાલ નહીં મળી શકે. કારણ કે નિવૃત્તિ સમયે તેમની ઉંમર 55 વર્ષ કરતાં ઓછી હતી. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના નિયમ મુજબ 60 વર્ષ બાદ હવે રોકાણ કરી શકાશે. તેથી આપના પતિના 60 વર્ષ પૂર્ણ થયા બાદ આપ રોકાણ કરી શકશો. આ રોકાણ કરવામાં આવેલી રકમ કલમ 80C હેઠળ કરકપાત માટે પણ લાભ લઇ શકશો. આ યોજનામાં આપને 50 હજાર સુધીનું વ્યાજ આપને કરમુક્ત રહેશ.


સવાલ-


હું સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં છું તો મને મારા પિતાની મિલક્ત વારસામાં મળી રહી છે તેના ઉપર કરવેરાની જોગવાઇ શું રહેશ?


જવાબ-


વારસામાં મળેલી કોઇપણ સ્થાવર કે જંગમ મિલક્ત સંપૂર્ણપણે કરમુક્ત છે. વારસામાં કોઇપણ વ્યક્તિને કોઇપણ રકમ કે મિલક્ત મળે છે તે કરમુક્ત છે. આવકવેરા કાયદાની કલમ 56 હેઠળ વારસા મળે રકમ કરમુક્ત રહેશે. વારસામાં મળેલી રકમ કે મિલક્ત સગા પાસેથી ન મળે તો પણ તે કરમુક્ત છે. વારસામાં મળેલી રકમ વિદેશમાં લઇ જવી પણ કરમુક્ત રહેશે.