ટેક્સ પ્લાનિંગ: સિનિયર સિટીઝન માટે રોકાણ

ના રોજ પ્રકાશિત Wed, 16, 2017 પર 11:28  |  સ્ત્રોત : CNBC-Bajar

સિનિયર સિટિઝન અને સુપર સિનિયર સિટીઝન સ્થિર અને સુરક્ષિત આવકની તપાસમાં હોય છે તેમના માટે કઇ રોકાણ યોજનાઓ છે. સિનિયર સિટિઝન માટે સુરક્ષિત રોકાણ એમનો સૌથી મુખ્ય આશય હોય છે. સુરક્ષિત રોકાણની સાથે નિયમિત અને સ્થિર રીતે મહત્તમ રિટર્ન મળી રહે તે પણ જરૂરી છે. આ ઉપરાંત મોંઘવારી દરને મહાત્ત કરે તેવા પ્રકારની આવક મહત્ત્વની છે. સિનિયર સિટિઝન માટે બે મહ્ત્ત્વના રોકાણ ધ્યાનમાં આવે તે છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને બીજી પ્રધાનમંત્રી વયવંદના યોજના.


સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમની લાક્ષણિકતો શું રહેશે. આ યોજના વર્ષો પૂર્વ શરૂ થઇ હતી તેમાં વ્યાજદર 9 ટકાથી પણ વધુ હતો. પરંતુ હાલમાં પણ 8.3 ટકાનો વ્યાજદર છે તે પણ આકર્ષક છે. સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ 5 વર્ષ માટેની બચત યોજના છે જેને 5 પૂર્ણ થયા બાદ વધુ 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિકમાં વ્યાજદર 8.4 ટકા હતો જે બીજા ત્રિમાસિકમાં 8.3 ટકા છે. આ યોજનામાં વ્યાજદર બદલાતાં રહે છે. આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ આ યોજનાનું રોકાણ 1.5 લાખની મર્યાદામાં સંપૂર્ણ મજરે મળે છે.


આ યોજનામાં કોઇપણ એક સિનિયર સિટિઝન મહત્તમ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ ઉપરાંત સુપર સિનિયર સિટીઝન માટે પણ આ જ યોજના અમલી છે. એક વખત જો શક્ય હોય તો પ્રથમ પાંચ વર્ષ માટે વાર્ષિક 1.5 લાખ રૂપિયાનું રોકાણ આ યોજનામાં કરવું જોઇએ. 5 વર્ષ સુધીમાં 7.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોય તો પછીના વર્ષમાં 1.5 લાખ રૂપિયા જે રિટર્ન તરીકે મળે છે તેને જ રી-ઇન્વેસ્ટ કરવાનું આયોજન કરી શકો છો.


પેન્શન અને અન્ય આવકો સામે કલમ 80સી હેઠળનો લાભ આ યોજનામાં રોકાણ કરીને મેળવી શકો છો. આ ઉપરાંત સિનિયર સિટીઝન તરીકે પતિ-પત્ની બંને મળીને 15-15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. અર્થાત પતિ-પત્ની બંનેના મળીને 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.

પ્રધાનમંત્રી વયવંદના યોજના વિશે વાત કરી આ યોજના શું છે. આ યોજના મે-2017ના પ્રથમ સપ્તાહમાં જ શરૂ કરવામાં આવી છે. આ રોકાણ યોજના એક વર્ષના સમયગાળામાં રોકાણ કરવા માટે ઉપલબ્ધ છે અર્થાત 3જીમે 2018 સુધી રોકાણ કરવાની તક છે. કોઇ એક સિનિયર સિટિઝન આ યોજનામાં મહત્તમ 7.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે.


આ યોજનામાં રોકાણ બાદ 8 ટકાના દર મહિને 5 હજાર રૂપિયાનું પેન્શન મળશે. આ રકમ 10 વર્ષ સુધી માસિક 5 હજાર રૂપિયા મળતાં રહેશે. આમાં માસિક, ત્રિમાસિક, 6 માસિક અને વાર્ષિક રિટર્ન મેળવવાની પણ જોગવાઇ છે. જેમાં વાર્ષિક વ્યાજદર 8.3 ટકા વ્યાજનો અસરકારક દર રહેશે. જો કે આ યોજનામાં કલમ 80સીનો લાભ મળી શકતો નથી.

સિનિયર સિટીઝન પાસે નાણા રોકાણ કરવાના વધારે હોય તો એમના માટે ક્યા રોકાણ કરી શકાશે. વધારે રોકાણ કરવું હોય તો સિનિયર સિટિઝન સિવાય સામાન્ય નાગરિક, ચેરિટેબલ ટ્રસ્ટ કે મંડળો પાસે પણ નાણાં કયા મૂકવા એ પ્રશ્ન છે. બેન્ક પણ ઉંચા વ્યાજદર આપવા કોઇ તૈયાર થતાં નથી. ભારત સરકારના 8 ટકાના વ્યાજદર ચૂકવતાં સેવિંગ્સ બોન્ડ છે. દર 6 મહિને તેનું વ્યાજ આપના ખાતામાં જમા થાય છે. આ બોન્ડ યોજનામાં 6 વર્ષ સુધીના સમયગાળાના લોક-ઇનમાં રોકાણ કરવાનું રહે છે.
 
ઇક્વિટી માર્કેટમાં રસ ધરાવતાં અને ટેક્સ સેવિંગમાં પણ રસ હોય તો તેમના માટે ઇક્વિટી લિન્ક સેવિંગ સ્કીમ સમજાવશો. ખાસ કરીને યંગસ્ટર કે મિડલ એજ્ડ છે તેમના માટે આ યોજના ઘણી મહત્ત્વની છે. ઇક્વિટી માર્કેટમાં રોકાણ માટે લોકો પ્રેરાય તેના માટે ઇક્વિટી લિન્ક સેવિંગ સ્કીમ (ELSS) જાહેર કરવામાં આવી છે. દેશના મોટાંભાગના મ્યુચ્યુઅલ ફંડ ઇએલએસએસમાં રોકાણ કરવાની સવલત આપે છે.


કલમ 80સી હેઠળના રોકાણમાં જગ્યા હોય તો ઇએલએસએસનો લાભ લઇ શકો છો. એચયુએફ અને પરિવારના અન્ય સભ્યોના નામે પણ રોકાણ કરીને ટેકસ બેનિફિટ લઇ શકો છો. ઇએલએસએસમાં 3 વર્ષનો લોક-ઇન પિરિયડ હોય છે, 3 વર્ષ બાદ ચાલુ રહેવા માટેનો પિરિયડ તમારે નક્કી કરવાનો રહે છે. 3 વર્ષ બાદ જે લાભ મળે છે તેના ઉપર કોઇ ટેક્સ વસુલાતની જોગવાઇ નથી. કારણ કે ઇક્વિટીના લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે એસટીટી પેઇડ હોય છે તેના ઉપર કોઇ ટેક્સ લાગતો નથી. ઇએલએસએસની વાત કરીએ ત્યારે પ્રશ્ન એ છે કે રોકાણ ક્યારે કરી શકાય.


ઇએલએસએસમાં રોકાણ કરવા માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન(સિપ) બેસ્ટ ઓપ્શન છે. આ સિપ હેઠળ ઇએલએસએસ મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં રોકાણ કરવું આકર્ષક રહેશે. જો 1.5 લાખ રૂપિયા એક સાથે રોકાણ કરી શકો છો તેમ છતાં સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન લેવો વધારે આકર્ષક છે. સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનમાં 1.5 લાખ રૂપિયા મૂક્યા બાદ દર મહિના સિપ થકી રોકાણ ઇએલએસએસમાં થાય. જ્યારે તમે એવરેજ અને કંપાઉન્ડિંગ રિટર્નના લૉને ફોલો કરો ત્યારે વેલ્થ ક્રિએશન થાય છે.


ઇએલએસએસમાં વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય છે તો તેમાં પસંદગી કેવી રીતે કરી શકાશે. મ્યુચ્યુઅલ ફંડની પસંદગી અભ્યાસ કરીને લેવી જોઇએ. આમાં યુનિટ્સમાં રોકાણ થાય છે જેમાં જેમ તમારો એનએવી વધતી જાય તેમ તમારા યુનિટ્સ વધતાં જાય છે. ગ્રોથની અને ડિવિડન્ડ બેમાંથી કોણ સારું એવા પ્રકારની ચર્ચા થતી હોય છે. ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ મ્યુચ્યુઅલ ફંડ ચૂકવે ત્યારબાદ ડિવિડન્ડ રોકાણકારને મળે છે. જ્યારે ગ્રોથમાં ટેક્સ બેનિફિટ મળી શકે છે કારણ કે તેમાં 3 વર્ષ કે 1 વર્ષ બાદ ઇક્વિટી ઉપર ટેક્સ નથી​.