ટેક્સ પ્લાનિંગ: આઈટી એક્ટ VS ફોરેન એક્સચેન્જ મેનેજ એક્ટ

ભારતીય નાગરિકતા ધરાવતા કે ભારતીય પાસપોર્ટ ધરાવતાં લોકોનો સમાવેશ છે.
ના રોજ પ્રકાશિત Fri, 10, 2020 પર 17:22  |  સ્ત્રોત : CNBC-Bajar

130 દેશોમાં વસતાં 30 કરોડથી વધુ ભારતીયોની વાત કરવાની છે, નોન રેસિડેન્ટ ઇન્ડિયનનો કન્સેપ્ટ શું છે. ભારતીય નાગરિકતા ધરાવતા કે ભારતીય પાસપોર્ટ ધરાવતાં લોકોનો સમાવેશ છે. સાથોસાથ જે ભારતીય મૂળના લોકો છે જે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન તરીકે ઓળખાય છે. પીઆઇઓ અર્થાંત જેઓ ભારતના નાગરિક નથી પરંતુ તેમના પિતા કે દાદા ભારતના રહીશ હતા. ઓસીઆઇ શું છે. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા જે ભારતીય પાસપોર્ટ નથી ધરાવતાં પરંતુ પીઆઇઓ છે.


તેમને ઘણાં સમયથી માંગ હતી કે તેમને ડ્યુઅલ સિટિઝનશિપ આપવામાં આવે છે. પરંતુ તે કાયદાકીય રીતે શક્ય નહોતું તેથી તેમને ઓસીઆઇ કાર્ડ આપવામાં આવે છે. આ ઓસીઆઇ કાર્ડ મેળવવાની પ્રોસેસની વિગતો ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. આ કાર્ડ હોવાથી ભારતમાં આવવા માટે વિઝા લેવાની પ્રક્રિયામાંથી મળી મુક્તિ મળી શકે છે.


ઇન્કમ ટેક્સ એક્ટ અને ફોરેન એક્સેચેન્જ મેનેજમેન્ટ એક્ટ છે આ બંનેમાં તફાવત શું છે જો ભારતીય રહીશ છો તો ભારત બહારની આવક પણ કરવેરા માટે ધ્યાનમાં લેવાય છે. જો તમે બિનરહીશ છો તો ભારત બહારની આવક કરપાત્ર રહેતી નથી ફક્ત ભારતની આવક જ કરપાત્ર રહે છે. ઇન્કમટેક્સ એક્ટ મુજબ નાણાંકીય વર્ષ દરમિયાન 6 મહિનાથી વધુ સમય રહ્યા છો તો તમે ભારતના રહીશ ગણાવ છો. ફેમા અનુસાર ભારતમાં રહેવાનો આશય શું છે તેના આધારે રહીશ કે બિનરહીશ સ્ટેટ્સ નક્કી થાય છે.


કોઇ માણસ ઇન્કમટેક્સ એક્ટ અનુસાર ભારતનો રહીશ હોય છે. પરંતુ તે યુએસ કે યુકે સિટિઝન હોય અને તે પરત ફરવાનો હોય તો ફેમા હેઠળ તે બિનરહીશ છે. તેથી આવા કિસ્સામાં વ્યક્તિ તેના બેન્ક એકાઉન્ટ્સ- રોકાણ બિનરહીશ તરીકે યથાવત્ રહેશે. ભારતમાં એક સાથે કે અલગ અલગ રીતે 180 દિવસથી વધારે રોકાવ તો ઇન્કમટેક્સ એક્ટ મુજબ ભારતના રહીશ ગણાવ છે. તેથી ભારતની આવક અને ભારત બહારની આવક પણ ભારતમાં કરપાત્ર થશે.


ઘણાં બધા વિદ્યાર્થીઓનું સ્ટેટ્સ ભારત બહાર ભણવા જાય તો તે શું ગણાય? ફેમાના નિયમ અનુસાર કોઇપણ વિદ્યાર્થીને NRI સ્ટેટ્સ આપવામાં આવ્યું છે. તે NRIની જેમ NRO કે NRE એકાઉન્ટ પણ ખોલી શકે છે. તેમજ ફેમા નિયમ મુજબ રોકાણ પણ કરી શકે છે. NRE NRO અને એફસીએનઆર ખાતાઓનો તફાવત શું છે. NRE એકાઉન્ટમાં તમે વિદેશથી કોઇપણ રકમ લાવવા માટે ખોલવામાં આવે છે. આ એકાઉન્ટમાં જોઇન્ટ એકાઉન્ટ ખોલવા માટે રહીશ વ્યક્તિને છૂટ નથી હોતી.


પરંતુ પાવર ઓફ એટર્ની દ્વારા રહીશને આપી શકાય છે અને તે એકાઉન્ટનું ટેન્યોર 1 વર્ષનું રહે છે. NRI એકાઉન્ટનું વિદેશી હુંડિયામણ ગમે ત્યારે પરત લઇ જઇ શકો છો. નવ નિર્ધારિત કરન્સી NRE એકાઉન્ટ અંતર્ગત માન્ય છે. NRO એકાઉન્ટ તમે સ્થાનિક રહીશ સાથે જોઇન્ટમાં ખોલાવી શકો છો. આ એકાઉન્ટ પણ રૂપી બેઝ્ડ એકાઉન્ટ છે અને તેમાં સેવિંગ એકાઉન્ટ જેટલું વ્યાજ મળે છે. NRO એકાઉન્ટમાંથી રિપેટ્રીએશન માટે ફોર્મ 15સીએ અને 15સીઇની પ્રોસિઝર કરવી પડે છે.


ભારતમાં રહીશ હોય તેવી વ્યક્તિ બિનરહીશ બને ત્યારે જે સેવિંગ એકાઉન્ટ છે તેને NRO એકાઉન્ટમાં કન્વર્ટ કરવું પડે છે. એફસીએનઆર કેમ ખોલવામાં આવતુ હોય છે. ઘણાં NRI કરન્સી ફ્લ્કચ્યુએશનને હેજ કરવા માટે આ ખાતુ ખોલાવે છે. આ ખાતામાં રકમ વિદેશી હુંડિયામણમાં જ જમા રહેશે. પરંતુ આ ખાતામાં ડિપોઝિટ વૈશ્વિક વ્યાજદર અનુસાર ગણાશે. આ ખાતાઓમાં જે ડિપોઝિટના વ્યાજની આવક ઉપર શું કરવેરાની જોગવાઇઓ છે.


NRE અને એફસીએનઆરમાંથી મળતું વ્યાજ કોઇપણ મર્યાદા વગર કરમુક્ત છે. NRO એકાઉન્ટમાંથી મળતાં વ્યાજ ઉપર ટીડીએસ કરવામાં આવે છે. તેમજ બેન્કને 30 ટકાના દરે ટીડીએસ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. જો કે ત્યારબાદ તે ટીડીએસ ઉપર રિફંડને પાત્ર હોય તો તે રિફંડ ક્લેઇમ કરી શકે છે. જ્યારે NRE અને એફસીએનઆરના વ્યાજની આવક NRIને તેમના દેશમાં દર્શાવવાની રહેશે. બિનરહીશ માટે સ્થાવર અને જંગમ મિલકતમાં રોકાણ કરવા માટેની શું જોગવાઇ છે.


બિનરહીશ સ્થાવર મિલકતમાં મકાન, ફ્લેટની સીધી ખરીદી કરી શકે છે. સ્થાવર મિલકતમાં ફક્ત ખેતીની જમીન અને ફાર્મ હાઉસની ખરીદી કરી શકતાં નથી. જંગમ મિલક્તમાં શેર્સ, ડિબેન્ચર કે બોન્ડમાં રોકાણ કરી શકે છે.


NRI થયા પહેલાંની જો કોઇ ખેતીની જમીન હોય તો તેને NRI રાખી શકે છે. આ ઉપરાંત વારસાઇમાં ખેતીની જમીન આપી અને સ્વીકારી શકે છે. તેમજ વેચાણ કરતાં સમયે NRI આ જમીન ભારતના રહીશને જ કરી શકશે. કોઇ NRIએ પીએમએસમાં રોકાણ NRE ખતામાંથી કર્યું હોય તો તેનું રિપેટ્રીએશન પણ NRE ખતામાંથી થઇ શકશે.