ટેક્સ પ્લાનિંગ: IT રિટર્ન સ્પેશલ સિરીઝ - 1

ચાલો આજે આપણે જોઈએ ટેક્સ પ્લાનિંગમાં IT રિટર્ન સ્પેશલ સિરીઝ -1.
ના રોજ પ્રકાશિત Fri, 07, 2019 પર 17:37  |  સ્ત્રોત : CNBC-Bajar

સવાલ: આકારણી વર્ષ 2019-20નું આવકવેરા રિટર્ન ભરવા સંબંધી પગારદાર કરદાતાઓએ ધ્યાનમાં રાખવાની મહત્વની જોગવાઈઓ શું છે?  

જવાબ: મેહુલભાઈને સલાહ છે કે પગારદાર વર્ગના કેસમાં વર્ષ 2019-20થી સુધારો કરાયો છે જે પ્રમાણે તમારે આવકવેરા રિટર્નમાં તમારી ગ્રોસ સેલેરીનો સમાવેશ કરવાનો છે. પગારદાર કરદાતાના માલિક દ્વારા ભરાતા રિટર્નના આધારે ફોર્મ 16 ભરાશે અને તમારે તેના આધારે આવકવેરા રિટર્ન ભરવાનું રહેશે.

સવાલ: પગારદાર કરદાતાઓએ તેનું રિટર્ન ક્યા ITR ફોર્મમાં ભરવાનું હોય છે?

જવાબ: ITR-1, રૂપિયા 50 લાખથી વધારે આવક હોય તો ભરી શકાતું નથી. તમે જો NRI હો તો ITR-1 ભરી શકતા નથી. એકથી વધારે હાઉસ પ્રોપર્ટી હોય કે કેપિટલ ગેઈન હોય તો ITR-1 નથી ભરી શકાતું, તેવા સંજોગોમાં ITR-2 ભરવાનું રહે છે. બિઝનેસ ઈનકમ હોય તો ITR-3 ભરવાનું રહે છે.

સવાલ: નવા ઈન્કમ ટેક્સ રિટર્નમાં ખેતીની આવક દર્શાવતા કરદાતાનાં કેસમાં કેટલાક મહત્વના સુધારા કરાયા છે. તે શું છે?

જવાબ: દિનેશભાઈને સલાહ છે કે તમારા પાસે માહિતી માંગવા ઉપરાંત તમારા પર બાજ નજર રાખવાની જોગવાઈ છે. ખેતીની આવક કરમુક્ત છે, પરંતુ બિન-ખેતીની કરપાત્ર આવક હોય તો તેને આવકવેરા દર માટે લક્ષમાં લેવામાં આવે છે. જો તમારી ખેતીની આવક 5 લાખ કરતા વધારે હોય તો તમારે કેટલી જમીન છે, પીનકોર્ડ નંબર, જમીનમાં પાણીનું પ્રમાણ વગેરે વિગતો આપવાની રહેશે.

સવાલ: મારી નર્સરીની આવક છે, જેમાં પ્લાન્ટ્સ ઉગાડીને હું વેચું છું, તો તેને ખેતીની આવકનો લાભ મળે?

જવાબ: નર્સરીની આવકમાં ખેતીની આવકનો લાભ મળી શકે. એગ્રીકલ્ચર ઈનક્મ માં છોડ ઉગાડીને વેચતા હો તો તેનો સમાવેશ થાય છે.

સવાલ: સિનિયર સિટીઝનના કેસમાં આવકવેરો ભરવાનો થતો ન હોય તો આવકવેરા રિટર્ન ભરવું જરૂરી ગણાય?

જવાબ: તમારી ગ્રોસ આવક શું છે તે જોવાનું રહે. ₹3 લાખથી વધુ તમારી કુલ ગ્રોસ આવક હોય તો તમારે આવકવેરાનું રિટર્ન ભરવું જરૂરી બને.

સવાલ: ચાલુ આકારણી વર્ષના રિટર્નમાં સિનિયર સિટીઝનને મળતી મેડિકલ કપાતમાં કોઈ સુધારો અમલી બન્યો છે?

જવાબ: આ વખતે જ્યારે રિટર્ન ભરો ત્યારે અગાઉ કલમ 80D હેઠળ પ્રિમીયમ ભરવા સંબંધી સિનિયર સિટીઝનને ₹30,000નો લાભ મળતો હતો તેને હવે ₹50,000 કરવામાં આવ્યા છે. ઉપરાંત પ્રિમીયમ ન ભરાતું હોય તો ₹50,000ની મર્યાદામાં તબીબી ખર્ચ કપાત તરીકે બાદ મળી શકે છે.

સવાલ: આવકવેરા રિટર્નમાં બૅન્ક વ્યાજની કપાત સંબંધી સિનિયર સિટીઝનને કોઈ વિશેષ લાભ મળી શકે છે?

જવાબ: કામિનીબેનને સલાહ છે કે 2018ના અંદાજપત્ર પ્રમાણે સિનિયર સિટીઝન માટે ઘણા લાભ આપવામાં આવ્યા છે. કલમ 80TTB દાખલ કરવામાં આવી જેના આધારે કોઈપણ સિનિયર સિટીઝનની ₹50,000 સુધીની બૅન્કની આવક હોય તો તે સંપૂર્ણ કરમુકત છે અને તેનાથી વધારે હોય તો ₹50,000 બાદ આપવામાં આવે છે.

સવાલ: TDSની કપાત ન થાય તે માટે રજુ કરાતા ફોર્મ 15-Hમાં તાજેતરમાં થયેલ સુધારા અંગે સમજ આપશો?

જવાબ: 22 મે ના રોજ જાહેરાત કરવામાં આવી કે બૅન્ક વ્યાજમાંથી TDS ન કપાવા દેવાને પાત્ર હોય તો તેના માટે નાણાંકિય વર્ષ 2019-20માં કરપાત્ર આવક 5 લાખ કરતા ઓછી હોય તો તમે ફોર્મ 15H ભરી શકો છો અને TDSની કપાત બચાવી શકો છો.