ટેક્સ પ્લાનિંગ: IT રિટર્ન સ્પેશલ સિરીઝ - 2

ના રોજ પ્રકાશિત Fri, 14, 2019 પર 17:32  |  સ્ત્રોત : CNBC-Bajar

આપ સૌવ જાણો છો. ગયા સપ્તાહે આઈટી રિટર્ન સિરિઝની શુરૂઆત કરી છે. ગયા સપ્તાહમાં સેલેરી ઇનકમ, એગ્રી ઇનકમ, અને સિનિયર સ્ટીઝનને લાગતા વડગતા પ્રશ્ન પર ચર્ચા કરી હતી. આ સપ્તાહમાં હાઉસ પ્રોપર્ટી, એલટીસીજી, એનઆરઆઈ, એનઆરઆઈ રિટર્નિંગ પર જાણીશું. આગળ જાણકારી લઇએ કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ પાસેથી.


હાઉસ પ્રોપર્ટી, ભાડું અને એલટીસીજી ધરાવતા પ્રતિનિધી-


સ્થાવર મિલકતનાં વેચાણના કેસમાં મિલકત વેચનાર કરદાતાએ હવે મિલકત ખરીદનારની પણ વિગતો દર્શાવવાની જોગવાઈ કરવામાં આવી છે તે શું છે?


આ વર્ષથી આવકવેરા રિટર્ન માત્ર તમારી આવકની માહિતી લેવા પુરતુ સિમિત નથી રહેવાનું, તમારા સાથે જોડાયેલા નાણાંકિય વ્યવહાકની પણ વિગત આપવાની રહેશે. સ્થાવર મિલકતના કેસમાં મિલકત વેચનારે મિલકત ખરીદનારની પણ માહિતી આપવાની રહેશે. સ્થાવર મિલકતની વેચાણ કિંમત તેમજ તેની જંત્રી કિંમત વચ્ચે 5%નો ફરક હશે તો તે માન્ય ગણાશે.


કરદાતાની માલિકીના બે ઘર હોય તો તેને આવકવેરા રિટર્નમાં કેવી રીતે દર્શાવવાના રહે છે?


તમારી પાસે જો એકથી વધારે ઘર હોય તો તમારી પસંદગીનું એક ઘર પસંદ કરી અન્ય પર કાલ્પનિક ભાડુ ગણવાની જોગવાઈ છે. સેલ્ફ ઓક્યુપાઈડ, લેટ-આઉટ અને ડિમ્ડ લેટ-આઉટ આ 3 કેટેગરીમાં તમારી મિલકત તમે દર્શાવી શકો છો. આ વખતના આવકવેરા રિટર્નમાં તમારે નોશનલ આવક દર્શાવવાનું ચૂકવું ન જોઈએ. પતિ-પત્ની બન્નેના નામે અલગ 2 ઘર હોય તો તેમા કોઈ સમસ્યા ન થાય.


માલવ પટેલ-


શૅર બજારની આવક પર એલટીસીજી ધરાવતા પ્રતિનિધી


ઈક્વિટી માર્કેટના લોંગ ટર્મ કેપિટલ ગેઈનની નવી જોગવાઈઓ ચાલુ આકારણી વર્ષથી અમલી બનતી હોઈ, ઈન્કમ ટેક્સ રિટર્નમાં તેને દર્શાવવા સંબંધી શું ખ્યાલમાં રાખવું જોઈએ?


2004થી સ્ટોક માર્કેટના લોંગટર્મ કેપિટલ ગેઈનની ભરપાઈ થતી ન હતી. ચાલુ વર્ષથી લોંગટર્મ કેપિટલ ગેઈન કે જે ઈક્વિટી શૅર કે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાથી ઉદભવતા હોય તે દર્શાવવાના રહેશે પરંતુ તેવા કેસમાં કેપિટલ ગેઈનની આવક દર્શાવતી વખતે ગ્રાન્ડ ફાધરિંગનો લાભ મળી શકશે. રૂપિયા 1 લાખ સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઈન કરમુક્ત ગણવાની જોગવાઈ છે.


લોંગ ટર્મ કેપિટલ ગેઈન હવે કરપાત્ર બનતા તેની સામે લોસનાં સેટ ઓફનો લાભ લઈ શકાય?


તમે જ્યારે તમારો લોંગટર્મ કેપિટલ ગેઈન દર્શાવતા હોવ તો જૂનો કોઈ લોંગટર્મ લોસ આ ગેઈન સાથે સેટઓફ કરી શકો છો.


સવાલ-


મારો દિકરો NRI છે, જેની ભારતની ઈન્કમનું રિટર્ન હું ભારતમાં ભરુ છું, નવા ઈન્કમ ટેક્સ રિટર્નમાં એનઆરઆઈ ને લગતી કોઈ મહત્વની જોગવાઈ અમલમાં આવી છે?


જવાબ-


આવકવેરા રિટર્નમાં પહેલી વખત NRI માટે નવી માહિતીઓ ઉમેરવામાં આવી છે, જેમા તમે ભારતમાં કેટલા દિવસ રહ્યાં તે પણ જણાવવાનું રહે છે. જો તમે નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ જણાવો તો તેના માટે પણ વિશેષ કોલમ ઉમેરવામાં આવી છે. જે NRIs છે તેઓ આ માહિતી યોગ્ય રીતે આપે, અને જે ક્ષણે તમે NRI જણાવો ત્યારે તે દેશનું નામ તેમજ ત્યાંનો ટેક્સ ID પણ આપવાનો રહેશે.


સવાલ-


NRI ના કેસમાં ભારતની આવક દર્શાવવા સંબંધી બીજુ શું ખ્યાલમાં રાખવું જરૂરી છે?


જવાબ-


જો કોઈ ઈનકમ ટેક્સ હેઠળ NRI હોય તો ભારત બહારની આવક વિશે કંઈ દર્શાવવાનું રહેતું નથી. જે કોઈ NRI અહિં રિટર્ન ભરે છે તેમા ઘણા ભૂલ કરે છે કે NRE કે FCNR નું વ્યાજ દર્શાવવાનું ભુલી જાય છે તે ન થવું જોઈએ.


સવાલ-


પરદેશમાં રહ્યા પછી ભારતમાં સેટલ થવા પાછા ફરતા NRIsના કેસમાં આવકવેરા રિટર્ન ભરતી વખતે શું જોગવાઈઓ ખ્યાલમાં રાખવી જોઈએ?


જવાબ-


તમે NRI એક સમયે હતાં અને હાલ ભારતમાં સ્થાઈ થયા છો તેવા કેસમાં તમે વિદેશમાં તમારી એસેટ રાખી શકો છો. જે ભારતીય રહિશ હોય તેમણે શિડ્યુલ FAમાં આવી વિદેશની સંપત્તી દર્શાવવાની રહેશે તેમજ તેમાંથી ઉદ્ભવતી આવક પણ ભારતના આવકવેરા રિટર્નમાં દર્શાવવી પડશે.


સવાલ-


ભારતના ટેક્સ રિટર્નમાં ફોરેનની આવક ડિક્લેર કરવામાં આવે તો ફોરેન ટેક્સની ક્રેડિટ પણ બાદ મળી શકે? આ માટે શું કાર્યવાહી કરવાની રહે?


જવાબ-


ભારતની ઘણા દેશ સાથે ડબલ ટેક્સ એવોઈડન્સ ટ્રિટી છે. ગત વર્ષથી ફોર્મ 67 ફાઈલ કરવાની નવી જોગવાઈ અમલમાં આવી છે જેમા તમે વિદેશની આવકનો પુરાવો તેમજ તેના ઉપર વસુલ થયેલ ટેક્સની વિગતો દર્શાવવાની રહે છે.