ટેક્સ પ્લાનિંગ: IT રિટર્ન સ્પેશલ સિરીઝ - 3

ના રોજ પ્રકાશિત Fri, 21, 2019 પર 17:29  |  સ્ત્રોત : CNBC-Bajar

અંદાજિત વેપારની આવક ઘરાવતા વર્ગના પ્રતિનિધી


ધંધાકિય કરદાતાઓએ અંદાજીત આવક યોજનાનો લાભ લેવો હોય તો તે માટે શું ખ્યાલમાં રાખવું જોઈએ?


અનઓર્ગેનાઈઝ્ડ બિઝનેસ સ્ટ્રક્ચરમાં જો તમે બિઝનેસ કરતા હો અને તમારુ ટર્નઓવર રૂપિયા 2 કરોડથી ઓછું હોય તો ડિજીટલ ટ્રાન્ઝેક્શનના માધ્યમમાં 6 ટકા અને કેશ ટ્રાન્ઝેક્શનના માધ્યમમાં 8 ટકા થી વધારે પ્રોફિટનો માર્જીન હોય તો તમારે ઓડિટ કરવાની જરૂરત રહેતી નથી. સૌથી વિશેષ તમે 6 ટકા કે 8 ટકા કરતા વધારે નફો દર્શાવતા હો તો આવકવેરા ખાતા દ્વારા તમને સ્કૂટિનીમાંથી મુક્તિ મળી રહે.


સુગમ ITR-4 અંગે શું વિગતો દર્શાવવાની રહે?


તમારી ગ્રોસ રિસિટ આપવાની રહેશે. તમારી પોતાની મૂડી કે લોનની વિગત આપવી રહે છે. તમારો સ્ટોક તેમજ કેશની માહિતી પણ આપવાની રહે છે.


અંદાજિત પ્રોફેશનલ આવક ઘરાવતા વર્ગના પ્રતિનિધી


અંદાજીત આવક યોજનાનો લાભ પ્રોફેશનલને પણ મળી શકે? તે અંગે કોઈ વિશેષ જોગવાઈઓ છે?


જ્યારે અંદાજીત આવક યોજનાનો લાભ પહેલા માત્ર બિઝનેસ ક્લાસને મળતો હતો પરંતુ ઈશ્વર કમિટિની દરખાસ્ત બાદ આ લાભ પ્રોફેશનલને પણ મળતો થયો છે. કલમ 44ADA હેઠળ ગ્રોસ રિસીપ્ટના 50 ટકા નફો દર્શાવવામાં આવે તો અંદાજીત આવક યોજનાનો લાભ મળી શકે છે. રૂપિયા 50 લાખ સુધીની ગ્રોસ આવક હોય તો આ લાભ મળી શકે છે.


આકારણી વર્ષ 2019-20થી કરાયેલા સુધારા અનુસાર હવે કેટલાક કરદાતાઓ ITR - 4 સુગમ ભરી શકશે નહિં તેવી જોગવાઈ કરવામાં આવી છે તે શું છે?


ITR-4 માટે રૂપિયા 50 લાખથી વધારેની આવક છે તો તે નથી ભરી શકાતું. અનલિસ્ટેડ ઈક્વિટી શૅર હોય તો ITR-4 નથી ભરી શકાતું. આવા કેસમાં તમે જો ભાગીદારી પેઢી હો તો ITR-5 ભરી શકો કે પ્રોપરાઈટર હો તો ITR -3 ભરી અંદાજીત આવકનો લાભ લઈ શકાય છે.


વેપારની આવક ઘરાવતા વર્ગના પ્રતિનિધી


જીએસટીના આગમન પછી ઈન્કમ ટેક્સ રિટર્નમાં આ વર્ષથી કેટલીક વિશેષ માહિતી પણ ડિક્લેર કરવાની રહે છે તો તે કંઈ છે?


આ વર્ષથી તમામ ધંધાદારીઓ માટે કેટલીક વિશેષ માહિતી રિટર્ન ભરતી વખતે ડિક્લેર કરવાની ફરજીયાત છે. તમારો જીએસટીઆઈએન નંબર, જીએસટી રિસિપ્ટ બન્ને આપવાની રહેશે. આવકવેરાના બિઝનેસ રિટર્નમાં ટ્રેડિંગ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ સાથે મેન્યુફેક્ચરર માટે તેની માહિતી આપવી પણ અનિવાર્ય છે. ધાલખાદ્ય માંડી વાળવામાં આવે તે કેસમાં પાર્ટીનો પાન નંબર ન હોય તો નામ, સરનામુ તેમજ વિગતો આપવી રહેશે. ઈનકમ ટેક્સમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો પૂર્ણ ઉપયોગ થવા લાગ્યો છે.


નવા ITRમાં બિઝનેસ ઈન્કમ દર્શાવતા કરદાતાઓ માટે અન્ય કોઈ મહત્વના સુધારા કરવામાં આવ્યા છે?


તમારા વિવિધ એકાઉન્ટની માહિતી યોગ્ય રીતે ભરવી રહે છે. તમારા ઓડિટેડ એકાઉન્ટની માહિતી ઈનકમ ટેક્સ રિટર્નમાં રિફ્લેક્ટ થવી જોઈએ. તમારા સોશિયલ મિડીયાની વિગતો પણ ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા જોવામાં આવે છે.


અન્ય સ્ત્રોતની આવક પર ચર્ચા


ઘરાવતા વર્ગના પ્રતિનિધી


કરદાતાની વ્યાજની આવક દર્શાવવા સંબંધી નવા ITRમાં કેટલાક મહત્વના સુધારા કરાયા છે તે વાત શું સાચી છે?


તમારા સરળ રિટર્નમાં ઈનકમ ફોર અધર સોર્સ લખાતી હતી જ્યાં હવેથી ડિટેઈલ માંગવાનું શરૂ કર્યું છે. ઈન્ટરેસ્ટની આવકના સંદર્ભમાં વિસ્તૃત વિગતો લખવું ફરજીયાત બની છે. ફોર્મ 26(AS) અચુકપણે ચકાસવું જોઈએ.


આવકવેરાની ગણતરીમાં કરદાતાને રિબેટનો જે લાભ મળે છે તેની સમજ આપશો?


જો તમારી 5 લાખ કરતા ઓછી ટેક્સેબલ આવક હોય તો વધુમાં વધુ 12,500 સુધીનો ઈનકમ ટેક્સ રિબેટનો લાભ મળે છે. આના આધારે તમે 0 ટેક્સનો લાભ મેળવી શકો છો.