ટેક્સ પ્લાનિંગ: જીવનવીમા પોલિસી અને કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 28, 2019 પર 10:51  |  સ્ત્રોત : CNBC-Bajar

જીવનવીમા પ્રિમિયમની ચૂકવણી 80સી હેઠળ બાદ મળે છે તેના ખ્યાલમાં રાખવાના અગત્યના મુદ્દા કયા રહેશે


જીવનવીમા પોલિસી ઉપર 80સીની કપાતનો લાભ મળે છે. ઇન્સ્યોરન્સને બચતને લક્ષમાં રાખીને નહીં પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પસંદ કરવો જોઇએ. જીવનવીમા પોલિસીમાં ફક્ત વ્યક્તિને ફક્ત પોતાના માટેના કેસમાં જ કપાત મળે એવુ નથી.


જીવનવીમા પોલિસી લગ્નસાથી કે સંતાનો માટેના પ્રિમિયમ ભરે તો તેના ઉપર પણ કપાત મળી શકે છે. એચયુએફ પણ તેના સભ્ય માટે પોલિસીનું પ્રિમિયમ ભરે છે તો તેના ઉપર કપાત મળી શકે છે. સ્વીચીંગ પ્રિમિયમ ચૂકવણી થકી પણ કરવેરા કપાતનો લાભ લઇ શકો છો. સામાન્ય રીતે પોલિસી 10 વર્ષથી ઓછા સમયગાળાની પોલિસીમાં કર કપાતનો લાભ નહીં મળે.


તમારી પોલિસી 2 કે 5 વર્ષના સમયગાળા માટે લીધી હશે તો તેમાં કરકપાત નહીં મળે. તમારી પોલિસીનું પ્રિમિયમ તમારા સમએશ્યોર્ડના 10 ટકાથી વધુ ન હોવું જોઇએ. 10 વર્ષ કે તેથી વધુ સમય માટેની પોલિસી લેવાનું ખાસ ધ્યાન રાખજો.


જીવનવીમા પોલિસીની પાકતી રકમના સંદર્ભમાં કરવેરાની જોગવાઇ શું છે?


પોલિસીની પાકતી રકમના સંદર્ભમાં કરમુક્તિનો લાભ મળે તેનો ખ્યાલ રાખવો છે. સમએશ્યોર્ડના 10 ટકાનો નિયમ પાકતી મુદ્દત માટે પણ ધ્યાનમાં રાખવાનો છે. કલમ 10(10)D જોગવાઇ અંતર્ગત કરવેરાની જોગવાઇ છે. જો તમારી ઇન્સ્યોન્સનો સમય 10 વર્ષથી ઓછા સમયની છે. જેમાં તમારા પ્રિમિયમની રકમ સમએશ્યોર્ડના 10 ટકાથી વધુ છે.


આવા કિસ્સામાં કરમુક્તિનો લાભ મળી શકશે નહીં. પ્રિમિયમની રકમથી વધુ જે કોઇ રકમ મળે તેના ઉપર ટેક્સ ભરવાનો થાય છે. કલમ 194ડીએ હેઠળ 5 ટકાના દરે ટીડીએસની કપાત પણ કરવામાં આવે છે. કલમ 80સીની સાથે પાકતી મુદ્દતે પણ કરમુક્તિ લાભ લેવાનું ધ્યાનમાં રાખજો છે. તેથી 10 વર્ષથી વધુ સમય અને પ્રિમિયમ સમએશ્યોર્ડના 10 ટકાથી વધુ ન હોય.


સવાલ-
લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી માટે 31 જાન્યુઆરી 2018ના ભાવ માટે કયા એક્સચેન્જનો ભાવ માન્ય રાખવાનો રહેશે?


જવાબ-
31મી જાન્યુઆરી 2018ના દિવસે લિસ્ટેડ શેરનો એક્સચેન્જ પરનો સૌથી ઉંચો ભાવ માન્ય ગણાશે. જો 31 મી જાન્યુઆરી 2018ના દિવસે જો ભાવ ન પડ્યો હોય તો એ પહેલાંના ટ્રેડિંગ સેશનનો ભાવ લેવાનો રહેશે. બીએસઇ કે એનએસઇ બેમાંથી જેમાં સૌથી ઉંચો ભાવ છે તેને લક્ષમાં લેવાનો રહેશે.


સવાલ-
પ્રોપર્ટી વેચ્યા બાદ કેપિટલ ગેઇન ટેક્સ બચાવવા માટે કોઇ બોન્ડ ખરીદી શકાય અને તે બોન્ડના વેચાણ બાદ કોઇ ટેક્સની જોગવાઇ રહે?


જવાબ-
કેપિટલ ગેઇન ટેક્સના બોન્ડ રહેણાંક મકાનના વેચાણ ઉપર જ માન્ય ગણાશે. કેપિટલ ગેઇન ટેક્સ માટે 54ઇસી હેઠળના બોન્ડમાં રોકાણ કરવાનું રહેશે. કેપિટલ ગેઇનનું બોન્ડમાં રોકાણ વધુમાં વધુ 50 લાખ રૂપિયાના મર્યાદામાં કરી શકશો. આ બોન્ડમાં રોકાણ આપને રહેણાંક મકાનના વેચાણ બાદના 6 મહિનામાં કરવાનું રહેશે. આ બોન્ડમાં રોકાણ માટે 5 વર્ષનો લોક-ઇન પિરિયડ રહેશે. 5 વર્ષ બાદ જ્યારે આ રકમ મળશે તે આપના માટે કરમુક્ત રહેશે. બોન્ડના વ્યાજ ઉપર જ ટેક્સ લાગશે બાકીની મુદ્દલ રકમ આપને કરમુક્ત રહેશે.


સવાલ-
ડેટ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ મારી દીકરી માઇનર હતી ત્યારે ખરીદ્યા હતા હવે આજે હવે ફંડના વેચાણ સમયે મારી દીકરી મેજર થઇ ગઇ છે તો કરવેરા આયોજન કેવી રીતે કરી શકાય?


જવાબ-
આપના કેસમાં રોકાણ કરતાં સમયે બાળકો સગીર હોય ત્યારે રોકાણ કર્યું છે. રોકાણ કરતાં સમયે સગીર હોય જ્યારે આવક ઉદ્દભવે ત્યારે સગીર પુખ્ત વયના બની જાય છે. પરિણામે જ્યારે આવક ઉદ્દભવે ત્યારે આવક પુખ્ત વયના સંતાનની આવક ગણાય છે. તેથી આપના કેસમાં ઇન્ડેક્સેશનનો પણ લાભ મળશે. તેમજ જે રોકાણ કર્યું છે તેના ઉપર થતી આવક આપના દીકરીની આવક તરીકે ગણાશે.


સવાલ-
મારી પાસે 5 વર્ષ જૂના શેર્સ છે તેની કિંમત 31મી જાન્યુઆરી 2018 રોજ 1000 હતી અને આજે 1500 રૂપિયા છે તો હું તેને બીજા શેર્સમાં રોકાણ કરું તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ભરવાનો થાય?


જવાબ-
હાલની પ્રવર્તમાન જોગવાઇમાં આ પ્રકારનું આયોજન શક્ય નથી. રહેણાંક મકાન માટે આ પ્રકારની જોગવાઇ કરવામાં આવી છે. પરંતુ શેર્સ માટે આવી કોઇ જોગવાઇ નથી. પરંતુ બજેટ આવી રહ્યું છે તો નાણામંત્રીને આ સજેશન આપીશું.


સવાલ-
કેપિટલ ગેઇન ટેક્સ બચાવવા માટે શેર્સનું વેચાણ કર્યા બાદ કેપિટલ ગેઇન ટેક્સ બોન્ડમાં રોકાણ કરી શકાય અને મારી ગ્રાન્ડ ડૉટર માટે કઇ બચત યોજનામાં રોકાણ કરી શકાય સંસ્થા સરકારી કર્મચારીને 10 ટકા ટીડીએસની કપાત થઇ હોય તો તેનું રિફંડ મેળવી શકાય?


જવાબ-
કંપનીના શેર્સના વેચાણ કર્યા બાદ નફાનું કેપિટલ ગેઇન ટેક્સના બોન્ડમાં રોકાણ કરી શકાતું નથી. સ્થાવર મિલકતના સંદર્ભમાં તમે બોન્ડમાં રોકાણ કરીને ટેક્સની બચત કરી શકો છો. કોન્ટ્રાક્ટની આવકમાં ટીડીએસની કપાત એ ટેક્સ નથી. અંતિમ ટેક્સ ભરતા સમયે જો ટીડીએસ કરતાં વધુ રકમ ટેક્સ રૂપે ભરવાની હોય તે તમારે ભરવી પડે છે. જો ટીડીએસ રકમ તમારી કુલ કરપાત્ર રકમમાં મજરે મળી જશે. અને જો કરપાત્ર રકમ કરતાં વધુ ટીડીએસ થયો હશે તો તેનું તમે રિફંડ ક્લેઇમ કરી શકશો.